Mango market price Today: ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં કેરીની આવકો વધતાં ભાવમાં ઘટાડો, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના કેરીના ભાવ

Mango market price Today: ઉનાળાની ઋતુની સૌની પ્રિય કેરી હવે બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ગુજરાતની કેસર કેરીનું આગમન થતાં માર્કેટમાં જોવા મળી રહ્યું છે. ગત દિવસના ભયંકર વાવાઝોડું અને વરસાદને કારણે કેરીના ઉત્પાદન ઉપર અસર થવાની મોટી સંભાવના પણ જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે આંબા પરથી કેરીનો પાક ખરી પડવાથી ખેડૂતોએ નિકસાન પણ ભોગવવું પડશે. આમ છતાં ગુજરાતમાં કેરીનાં પીઠાં ધરાવતાં માર્કેટયાર્ડમાં કેરીની આવકોમાં વધારો થતાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Mango market price Today

આજ રોજ ગુજરાતના કેરીના બજારમાં વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે ફળ માર્કેટમાં કેરીની આવકમાં વધારો જોવા મળતા ભાવમાં ઘટાડો થવાના સમાચાર મળી રહ્યા છે. ચાલો મિત્રો જાણીએ ગુજરાતનો વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની આવક અને ભાવ :

અમરેલી માર્કેટયાર્ડના કેરીના ભાવ

સૌપ્રથમ સૌરાષ્ટ્રના અમરેલી ફળ માર્કેટની અંદર કેસર,બદામ,અને કેસર,રાજાપુરી પ્રકારની કેરીઓનું મોટા પાયા આગમન જોવા મળી રહ્યું છે. અને કેરીઓનું ઉત્પાદન અને આવકો પણ ખૂબ વધવા પામી છે. અમરેલી માર્કેટ યાર્ડમાં આજ રોજ 60 જેટલી કેરીની આવક થઈ હતી. જેથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીના ભાવની વાત કરવામાં આવે તો 60 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું 20 કિલોના ભાવ ₹1200 થી લઈને 2400 સુધી જોવા મળી રહ્યા હતા. જ્યારે કેસર કેરીના ભાવમાં 20 કિલો એ રૂપિયા 400 નો ઘટાડો થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આફૂસ કેરીના ભાવમાં પણ રૂપિયા 400 નો ઘટાડો નોંધાયેલો છે. સમજી શકાય કે ક્યારેય આવક વધવાને લીધે આ ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલો બીજા અગત્યના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકો અને ભાવ કેવા રહ્યા હતા તે વિશે આપણે જાણીએ.

તાલાલા ગીર માર્કેટયાર્ડના કેરીના ભાવ

તાલાલા ગીર માર્કેટ યાર્ડમાં પણ કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. કેસર કેરીનાં 7,540 બોક્સ આજરોજ માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે ભાવની વાત કરવામાં આવે તો 10 કિલો બોક્સના રૂપિયા 525 થી 1275 રૂપિયા જોવા મળ્યા હતા. કેસર કેરીની ક્વોલિટી અને સાઇઝ અનુરૂપ ભાવમાં વધ ઘટ થઈ શકતી હોય છે.

જુનાગઢ માર્કેટયાર્ડના કેરીના ભાવ

જુનાગઢ માર્કેટ યાર્ડમાં પણ કેરીની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર પંથકની કેસર કેરીની સીઝન ચાલી રહી છે અને કેસર કેરીના સ્વાદ રસિકો માટે આ એક સારા સમાચાર મળી રહ્યા છે જુનાગઢ માર્કેટ યાર્ડમાં આજરોજ 850 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી એટલે કે 8,500 બોક્સ ની આવક થવા પામી છે જ્યારે મણના રૂપિયા 2100 અને નીચામાં ₹600 સુધીના ભાવ નોંધાયા હતા એટલે કે એક બોક્સના રૂપિયા 800 થી 1200 ના ભાવ જુનાગઢ માર્કેટ યાર્ડ માં જોવા મળી રહ્યા છે.

ગોંડલ માર્કેટયાર્ડના કેરીના ભાવ

ગોંડલ માર્કેટયાર્ડમાં બદામ કેરીની આવક 18860 KG ની હતી.જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીના ભાવ 600 થી 1200 રૂપિયાનો જોવા મળ્યો હતો. જ્યાર હાફૂસ કેરીની આવક 560 KG ની રહી હતી જ્યારે આફૂસ કેરીના ભાવ 1400 રૂપિયા થી 2000 રૂપિયાનો રહ્યો હતો. કેસર કેરીની આવક 121340 Kgની રહી હતી.જ્યારે કેસર કેરીના ભાવ 1000 રૂપિયા થી 2200 રૂપિયા રહ્યો હતો.

Read More:- Old Note Sell: શું તમારી પાસે આ 2 રૂપિયાની નોટ છે તો તમે રાતોરાત કરોડપતી બની જશો

Leave a Comment