GSEB SSC Purak Pariksha 2024: ધોરણ 10 ની પરીક્ષાની ગુણચકાસણી અને પુરક પરીક્ષાની અરજી કરવાની વિગતો ચકાસો

GSEB SSC Purak Pariksha 2024: વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 મે 2024 ના રોજ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે. જેમાં રાજ્યભરમાં ધોરણ 10 નું કુલ પરિણામ 82.56 ટકા રહ્યું હતું અને હવે ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતોષ ના હોય અને તેઓ ગુણ ચકાસણી માટે અરજી કરવા માંંગતા હોય, તો તેઓ માટે સત્તાવાર વેબસાઈટ પર ૨૦ મે ૨૦૨૪ સુધી ગુણ ચકાસણી માટેનું ઓનલાઇન અરજી કરી શકે છે. તેમજ જે વિદ્યાર્થીઓ ત્રણ કે તેથી ઓછા વિષયમાં નાપાસ થયેલા છે તેઓ તેમની પૂરક પરીક્ષા માટે પણ હવે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

GSEB SSC Purak Pariksha 2024

મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પુરક પરીક્ષા ના ફોર્મ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ત્યારે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જે વિદ્યાર્થી મિત્રો બે વિષયમાં ફેલ હતા તેઓ પૂરક પરીક્ષા માટે લાયક ગણાતા પરંતુ હવે તે વધારીને જે વિદ્યાર્થીઓ ત્રણ કે તેથી ઓછા વિષયમાં ફેલ છે તેઓ પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે તેમજ ધોરણ 12 માટે એક વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. પરંતુ હવે જે ધોરણ 12 વધારીને બે વિષયમાં નાપાસ હોય તો તેઓ પણ પૂરક પરીક્ષા માટે લાયક ગણાશે.

તો આજે આપણે અહીં આ લેખના માધ્યમથી GSEB SSC Purak Pariksha 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને તેની કેટલી અરજી ફી રહેશે અને કયા ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું. 

ધોરણ 10 ની પરીક્ષાની ગુણ ચકાસણી

 જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પરીક્ષાના પરિણામથી સંતોષ ન હોય અને તેઓ ગુણ ચકાસણી માટે અરજી કરવા માગતા હોય તેઓની વિશે દીઠ 100 રૂપિયા અરજી ફી તેમ જ વધારાના 20 રૂપિયા ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે. તો આ ગુણ ચકાસણી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેના માટે તમે નીચેના પગલાં કરી શકો છો

  •  ધોરણ 10 ના ગુણચકાસણી માટે અરજી કરવા સારું સૌપ્રથમ તમારે https://website.gseb.org જવું પડશે
  • ત્યારબાદ ત્યાં તમને ગુણ ચકાસણી ની લીંક દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  •  હવે તમારી સામે નવું રજીસ્ટ્રેશન પેજ ખુલશે જેમાં તમારું મોબાઈલ નંબર, એસઆઈડી નંબર, સીટ નંબર વગેરે વિગતો દાખલ કરીને રજીસ્ટ્રેશન પ્રક્રીયા પુર્ણ કરવાની રહેશે.
  • ત્યારબાદ એકવાર લોગીન કર્યા બાદ તમારે તમારું બેઠક નંબર નાખવાનો રહેશે જેથી કરીને તમારી સામે જરૂરી વિગતો ઉપલબ્ધ થશે
  • હવે તમારે જે વિશેની ગુણ ચકાસણી કરવાની છે તેની સામેના એ નિશાનની પસંદગી કરો
  • હવે દરેક વિષય માટે તમારે 100 રૂપિયા ચકાસણી ફી નક્કી કરેલ છે તો તે મુજબ તમારે ઓનલાઇન SBI E-Pay મારફત ફી ભરવાની રહેશે.
  • છેલ્લે તમારી ગુણ ચકાસણી અરજી સબમીટ કરવાની રહેશે અને ત્યારબાદ તમે તમારા જો ગુણમાં સુધારો વધારો હશે તો તેની વિગત તમે સત્તાવાર વેબસાઈટ પરથી તમારો સીટ નંબર લોગીન કરીને મેળવી શકશો.

ધોરણ 10 ની પુરક પરીક્ષાની અરજી કેવી રીતે કરવી?

 જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં ત્રણ અથવા તેથી ઓછા વિષયમાં ગેરહાજર અથવા નાપાસ હોય તો તેઓ પુરક પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

ધોરણ 10 ની પુરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલ વેબસાઈટ https://website.gseb.org/ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે અને પૂરક પરીક્ષા માટે પણ ફી ભરવાની રહેશે. જે તમામ વિગતો શાળા દ્વારા ભરવામાં આવશે જેથી પૂરક પરીક્ષાની તમામ અરજીઓ પણ શાળા દ્વારા કરવામાં આવશે. તો તમારે જો તમે ત્રણ કે તેથી ઓછા વિશે નાપાસ અથવા હાજર રહેલ નથી તો તમે તેના માટે તમારે શાળાનું સંપર્ક કરી શકો છો અને તેઓ તમારું ઓનલાઇન ફોર્મ ભરી દેશે.

મિત્રો તમારે ધ્યાન દોરવું પડશે કે જો તમે એક કે બે વિષય નાપાસ છો પરંતુ તેમાં સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થતો હોય તો તમારે ઓનલાઇન અરજી કરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણતરીનો વિકલ્પને પસંદ કરવાનો રહેશે.

Read More:- ABC ID: કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય તો આ આઈડી ફરજીયાત બનાવવું પડશે, અહિંથી જાણો રજીસ્ટ્ર્શન પ્રક્રીયા

Leave a Comment