Shravan Tirth Darshan Yojana: શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત સરકાર આપી રહી છે 75% સહાય

Shravan Tirth Darshan Yojana: હેલો મિત્રો આજે આપણે ગુજરાત સરકારની એક ખાસ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં હવે 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો આ યોજનાનો લાભ મેળવી અને તિર્થસ્થાનોની યાત્રા કરી શકે છે. શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત હવે ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને 72 કલાક એટલે કે ત્રણ દિવસના પ્રવાસ માટે સહાય આપવામાં આવે છે.

Shravan Tirth Darshan Yojana

આ શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત ગુજરાતના નાગરિકો કોઈપણ ધાર્મિક જગ્યાએ ત્રણ દિવસની મુસાફરી કરે છે. તેઓ રાજ્ય ખાનગી લક્ઝરી અથવા ગુજરાત સરકારની એસટી બસ નો ઉપયોગ કરી શકે છે. અને આ બસના ભાડાના 75% રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

આ યોજનાની શરૂઆત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અને શરૂઆતમાં આ યોજના અંતર્ગતના 50 ટકા લાભ મળતો હતો પરંતુ હવે તે વધારીને 75 ટકા સુધીનો કરવામાં આવ્યો છે. તો જે નાગરિકો એક નાની ટ્રીપથી યાત્રાધામના પ્રવાસની તૈયારી કરી રહ્યા છે તેઓ આ યોજનાનો અવશ્ય લાભ મેળવી શકે છે.

શ્રવણ તીર્થ દર્શન યોજનાની પાત્રતા અને લાભો

  • આ યોજના અંતર્ગત દરેક યાત્રીને એક દિવસના જમવાના ₹50 તેમજ રહેવાના ₹50  એટલે કે કુલ ₹100 રુપિયાની સહાય અને વધુમાં વધુ 300 રૂપિયા ની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
  • માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે
  • આ નાગરિકો કાયમી ગુજરાતના રહેવાસી હોવા જરૂરી છે
  • આ યોજનામાં સમૂહની અરજી માન્ય ગણાશે એટલે કે કોઈપણ વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં
  • ઓછામાં ઓછા 27 વ્યક્તિઓ એક સાથે સામૂહિક અરજી કરવાની રહેશે
  • જો પતિ પત્ની બંને એકસાથે યાત્રા કરતા હોય તો બંને પૈકી એકની ઉંમર અરજીની તારીખથી 60 વર્ષથી વધુ હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં એકવાર મળવી શકે છે 

જો તમે શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત એક ગ્રુપ બનાવીને ત્રણ દિવસનો તીર્થધામ પ્રોગ્રામ બનાવો છો તો તમારે આ યોજના અંતર્ગત કુલ ટ્રાવેલિંગ ખર્ચના 75% સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જેમાં તમારે જેના માટે તમારે આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ તમારો મોબાઈલ નંબર જેવી વિગતો ની જરૂર પડશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના ફોર્મ કેવી રીતે ભરવું

જો તમે ગુજરાતના નાગરિક છો અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો, જો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચેના પગલાં અનુસરી ને શ્રવણ તીર્થ દર્શન યોજના માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે

મિત્રો આ યોજના માટે અરજી કરતાં પહેલાં તમારે કેટલાક પરિશિષ્ટ ફોર્મ ડાઉનલોડ કરી અને તેને ભરવા પડશે જેની લીંક અમે નીચે આપેલ છે તેમજ તમે જે એસ.ટી બસ અથવા ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરો છો તેની સંપૂર્ણ પ્રમાણપત્રો અને જરૂરી વિગતો તમારા ગ્રુપ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી ગુજરાત રાજ્યની ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિભાગની વિવિધ 16 કચેરીઓમાંથી તમારી નજીકની કોઈપણ એક કચેરી ખાતે જમા કરવી શકો છો.

Read More:- Mango market price Today: ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં કેરીની આવકો વધતાં ભાવમાં ઘટાડો, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના કેરીના ભાવ

આ યોજનાની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલ લિંક પરથી pdf ડાઉનલોડ કરીને મેળવી શકો છો તેમ જ તમારે અરજી કરતા પહેલા કયા કયા ડોક્યુમેન્ટ, કેટલા નિયમો અને શરતો જરૂરથી વાંચવા જોઈએ જેથી કરીને તમે સહાયની રકમ મેળવી શકો.

શ્રવણ તીર્થ દર્શન યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે :- અહીં ક્લિક કરો

Leave a Comment