Mango Price in Gondal Market yard : ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીની આવકો અને હરાજીમાં કેરીના ભાવ, જાણો અહીથી ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવકો માં વધારો અને વિવિધ જાતની કેરીના ભાવ જાણો અહીથી. સમગ્ર ગુજરાતમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. તાલાલા ગીરની કેસર કેરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે. કેરીના ઉત્પાદનમાં તાલાલા ગીર, અમરેલી, કચ્છ, વલસાડ, નવસારી, જુનાગઢ વગેરે વિસ્તારોમાં કેરીની આવકોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. તેમજ હવે ગુજરાતનાં ફળ બજારો કેરીની આવકથી ઉભરાઈ રહ્યાં છે.
Mango Price in Gondal Market yard
ગોંડલ માર્કેટયાર્ડમાં આવકો અને ફળોના ભાવ :
ગુજરાતનાં સમગ્ર માર્કેટયાર્ડમાં મોખરા નું સ્થાન ધરાવતું ગોંડલ માર્કેટ યાર્ડ કેરીની આવકથી ઉભરાઈ રહ્યું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ખેતીની વિવિધ જણસીઓ, વિવિધ મસાલા પાકો તેમજ ફળ પાકોના વેચાણ માટે મોટું અને સમગ્ર પંથકમાં વખણાતું મોટું માર્કેટ યાર્ડ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની મોટા પ્રમાણમાં આવકો નોંધાય છે. તેમજ ખેડૂતોને તેમની ખેત ઉત્પાદન જણસીઓના સારા ભાવ પણ મળે છે.
આજરોજ તારીખ 1 જુન 2024 ના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કુલ 35 પ્રકારની ખેતી ઉત્પાદન જણસીઓની આવક થઈ હતી. તેમજ 13 પ્રકારની ફળ પાક ની જણસીઓની આવક નોંધાઈ છે. જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેત ઉત્પાદન જણસીઓની આવક 25053 ક્વિન્ટલ તેમજ ફળ પાકની આવક 235585 કિલો જેટલી બમ્પર માત્રામાં નોંધાઈ છે.
ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીના ભાવ :
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ કેરીના ભાવની વાત કરવામાં આવે તો રાજાપુરી કેરીની આવક 1420 કિલોની જોવા મળી હતી જ્યારે રાજાપુરી કેરીના ભાવ રૂપિયા 700 થી 750 રૂપિયા રહ્યા હતા.
જ્યારે કેસર કેરીની આવક આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં 187550 કિલોની જોવા મળી હતી. તેમજ કેસર કેરીના ભાવ આજરોજ રૂપિયા 1200 થી 1500 રૂપિયાનો રહ્યો હતો.
આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજાપુરી અને કેસર કેરી ઉપરાંત અન્ય કોઈપણ કેરીની આવક જોવા મળેલ નથી ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ વિવિધ ફળોના ભાવ અને આવકો વિશે આપણે અહીંથી જાણીએ.
ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ ફળની આવકો અને હરાજીના ભાવ :
આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જામફળ ની આવક 220 કિલોગ્રામ થઈ હતી જ્યારે જામફળ ના આજના ભાવ 200 રૂપિયા થી 300 રૂપિયા જોવા મળ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં દાડમની આવક 420 કિલોગ્રામ જેટલી નોંધાઈ હતી જ્યારે હરાજીમાં દાડમ નો ભાવ રૂપિયા 500 થી રૂપિયા 1000 જોવા મળ્યા હતા.
આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફરજન ની આવક 12,400 kg ની થઈ હતી જ્યારે સફરજન નો ભાવ ₹2000 થી ₹2500 નો રહ્યો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ કેળાની આવક 4032 કિલો જેટલી નોંધાઈ હતી. જ્યારે કેળાનો ભાવ આજરોજ રૂપિયા 300 થી રૂપિયા 350 નો રહ્યો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ સંતરાની આવક 1500 કિલો જેટલી રહી હતી જ્યારે સંતરાનો ભાવ રૂપિયા 1500 થી રૂપિયા 1750 જોવા મળ્યા હતા.
આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં તરબૂચની આવક 14040 કિલો જેટલી નોંધાઈ હતી જ્યારે તરબૂચ નો ભાવ રૂપિયા 200 થી 240 રૂપિયાનો રહ્યો હતો.
આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કમલમ ફ્રુટ ની આવક 100 કિલો જેટલી નોંધાઈ હતી જ્યારે કમલમ ફૂટનો ભાવ આજરોજ રૂપિયા 1800 થી રૂપિયા 1900 સુધીનો રહ્યો હતો.
. આજનું ગોંડલ માર્કેટ યાર્ડમાં અનાનસનો હરાજીનો ભાવ ₹800 થી ₹900 જોવા મળ્યા હતા જ્યારે અનાનસ ની આવક 160 કિલો જેટલી થઈ હતી.
ગોંડલ માર્કેટમાં આજરોજ મોસંબીની આવક 200990 કિલો જેટલી થઈ હતી જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મોસંબીનો આજનો હરાજી નો ભાવ ₹600 થી ₹800 જોવા મળ્યો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ દ્રાક્ષના ભાવની વાત કરવામાં આવે તો દ્રાક્ષનો ભાવ ₹1000 થી 1300 સુધીનો જોવા મળ્યો હતો જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે જ દ્રાક્ષની આવક 600 કિલો ની નોંધાઈ હતી.
ગોંડલ માર્કેટમાં આજરોજ કીવીની આવક 150 કિલો ની નોંધાય છે જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડ ટીવી નો ભાવ ₹4,000 થી ₹4400 જેટલો જોવા મળ્યો હતોઆમ ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ 13 પ્રકારના ફાળો ની આવક જોવા મળી હતી
મિત્રો અમોને મળતી વિવિધ માર્કેટ યાર્ડના બજાર ભાવ ની માહિતી આપની જાણ સારું અમે રજૂ કરીએ છીએ આ માહિતી અમોને માર્કેટ યાર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થતી માહિતી આપની જાણ સારું શેર કરીએ છીએ આજનો અમારો આ આર્ટિકલ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !