ગોડાઉન સહાય યોજના 2024: ખેડૂત ભાઈઓ માટે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓનું લાભ આપવામાં આવે છે. જેમાં ખેતી વિષયક સાધનો ખરીદવા પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. જેમાની એક યોજના સહાય યોજના છે ગોડાઉન સહાય યોજના. આ યોજનામાં સરકાર દ્વારા ખેડૂતોને 75 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવે છે જેના અંતર્ગત ખેડૂતોએ 330 ફૂટ ક્ષેત્રફળ ધરાવતું વેરહાઉસ બનાવીને તેના કુલ ખર્ચના 50% અથવા 75,000 બંનેમાંથી જે ઓછું હોય તે રકમ સબસીડી તરીકે મેળવી શકે છે.
તો આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ તારીખ 18 જૂન એટલે કે આજથી સવારના 10:30 થી ભરવાના ચાલુ થશે. જેથી જે ખેડૂતો પોતાનો ગોડાઉન બનાવેલો છે અથવા હવે બનાવવાના છે તેઓએ આ અરજી ફોર્મ વહેલી તકે ભરી લેવું જોઈએ જેથી કરીને તેઓ પણ 75 હજાર રૂપિયાની સબસીડી નો લાભ મેળવી શકે તો આજે આપણે જાણીશું કે અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને તેના માટે શું લાયકાતો હોવી જોઈએ.
ગોડાઉન સહાય યોજનાનો હેતુ
ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડા ના લીધે ખેડૂતોના સંગ્રહ કરેલ પાકને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે જેના લીધે તેઓને ભારે નુકસાન ભોગવવું પડતું રહે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખેડૂતોને પોતાનું ગોડાઉન બનાવવા માટે સબસીડી ઓફર કરવામાં આવે છે જેના અંતર્ગત ખેડૂતોએ પાક સ્ટ્રક્ચર ગોડાઉન બનાવીને આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે જેથી કરી તેઓ આ ગોડાઉન બનાવવા પર 75 હજાર રૂપિયાની સબસીડી મેળવી શકે છે.
ગોડાઉન સહાય યોજના માટેની પાત્રતા
જે ખેડૂત ભાઈઓ ગુજરાત રાજ્યના રહેવાસી છે તેઓ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે તેમજ ખેડૂત ભાઈઓને આ યોજનાનું એક જ વાર લાભ મેળવી શકે છે અને આ યોજના અંતર્ગત પાક સંગ્રહ બનાવ્યા બાદ જ સહાયની રકમ મળવા પાત્ર રહેશે તો તેના નિયમો અને માગ્યા મુજબની શરતોનું પાલન કરીને તમારે પાક સ્ટ્રક્ચર ગોડાઉન બનાવવું જોઈએ જેની માહિતી નીચે મુજબ છે.
ગોડાઉન બાંધકામની શરતો અને નિયમો
સરકાર દ્વારા ગોડાઉન બનાવવા પછી તેના કુલ ખર્ચના 50% અથવા 75 હજાર રૂપિયામાંથી જે ઓછું હોય તે સબસીડી તરીકે ખેડૂતોને આપવામાં આવે છે. પરંતુ તે પહેલા સંબધિત અધિકારી દ્વારા ગોડાઉનની ચકાસણી કરવામાં આવે છે જેમાં તમારું ગોડાઉન 330 ચોરસ ફૂટ એટલે કે 2215 ફૂટ નું ક્ષેત્રફળ ધરાવતું હોવું જોઈએ અને આ વેરહાઉસ ની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ કે તેથી વધુ હોવું જોઈએ અને વેરહાઉસ ની પાછળ ની દિવાલ ની ઊંચાઈ 12 ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ. તો આ તમામ બાબતોને ધ્યાન દોરીને જ ખેડૂત ભાઈઓએ ગોડાઉનનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું રહેશે ત્યારબાદ જ તેઓને સહાયની રકમ મળવા પાત્ર રહેશે.
પાક સંગ્રહ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
જે ખેડૂત ભાઈઓ એ પોતાના માલિકીને જમીન પર પાક સંગ્રહ ગોડાઉન બનાવ્યું છે તેઓ નીચેના પગલાનું શરીરને આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ ખેડૂત ભાઈઓએ આઇ ખેડૂત પોર્ટલની મુલાકાત લેવાની રહેશે
- હવે આ પોર્ટલના હોમ પેજ પર તમને યોજનાઓ નામનો વિકલ્પ મળશે જેમાં પર ક્લિક કરો
- ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓને યાદીમાં તમારે પાક સંગ્રહ યોજના પસંદ કરવાની રહેશે
- હવે આ યોજનાની સામે તમને અરજી કરુ નામનું બટન દેખાશે જેના પર ક્લિક કરો
- જો તમે અગાઉ કોઈ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા પસંદ કરો નહીં તો ના પસંદ કરો
- જો રજીસ્ટ્રેશન પ્રક્રિયા ના કરેલ હોય તો તેને પૂર્ણ કરીને લોગીન કરીને આગળ વધો
- હવે તમારે ગોડાઉન સહાય યોજના ના અરજી ફોર્મમાં જરુરી માગ્યા મુજબની તમામ વિગતો દાખલ કરવાની રહેશે
- છેલ્લે તમારે જરૂરી વિગતો તપાસીને તમારા અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
Read More:- RRB Vacancy 2024: રેલવે વિભાગમાં આવી ધોરણ 10 અને 12 પાસ પર બંપર ભરતી
તો આવી રીતે તમે હવે પાક સ્ટ્રક્ચર ગોડાઉન ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને સરકારને આપવામાં આવતી 75,000 ને સબસીડી ની રકમ પણ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થશે જેથી કરીને ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન રાખીને તમારે ગોડાઉન બનાવવું જરૂરી છે અને આવી વિવિધ યોજનાઓનો સંપૂર્ણ માહિતી સૌપ્રથમ મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો. આભાર