Petrol Pump Business: પેટ્રોલ પંપ કેવી રીતે ખોલવો અને કુલ કેટલો ખર્ચ થશે, જાણો અહીં

Petrol Pump Business: મિત્રો અત્યારના જમાનામાં સૌ કોઈ નવો ધંધો કરવાનો વિચારી રહ્યો છે, ત્યારે ઘણા લોકો પેટ્રોલ પંપ ખોલવાનું વિચારી તેનાથી મોટી કમાણી કરવા માગતા હોય છે, ત્યારે અમે આજે તમારા માટે પેટ્રોલ પંપ ખોલવા માટે થતા ખર્ચ અને જરૂરી પ્રોસેસ ની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી તમને સમજાવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Petrol Pump Business

મિત્રો જો તમે પેટ્રોલ પંપ ખોલવાનું વિચારી રહ્યા છો, તો તમે રિલાયન્સ પેટ્રોલ પંપનું ડીલરશીપ મેળવી શકો છો જેના માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તમને એક શાનદાર તક આપી રહી છે, તો આ ડીલરશીપ કેવી રીતે મેળવવી અને તેના માટે કેટલો ખર્ચ થશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે અહીંથી જાણીશું.

મિત્રો તમે જાણો છો કે રિલાયન્સએ ગુજરાતી સૌથી મોટી રિફાઈનરીઓ કંપનીમાંની એક કંપની છે. આ રીલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા દરરોજ લગભગ 1.24 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરવામાં આવે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા તેમના જીઓ પેટ્રોલ પંપ ચલાવવામાં આવે છે. જે દેશભરમાં 64000 થી વધુ પેટ્રોલ પંપ ચલવે છે તો જીઓ-બીપી પેટ્રોલ પંપના ડીલર્સ બનવા માટે તમારે શું કરવું પડશે તેના માટે આ લેખને અંત સુધી વાંચતા રહો.

Reliance Jio-BP પેટ્રોલ પંપ ડીલર બનવા માટે નીચેની વિગતો તપાસો

  •  સૌપ્રથમ તમારે રિલાયન્સ જીઓ બીપી ને સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે https://partners.jiobp.in/.
  • ત્યારબાદ આ વેબસાઈટ ના હોમ પેજ પર તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે જેમાં જરુરી વિગતો દાખલ કરવાની રહેશે જેમકે તમારું નામ, મોબાઈલ નંબર વગેરે માહિતી દાખલ કરવી પડશે.
  • ત્યારબાદ તમે નોંધણી પ્રક્રિયા આગળ ચાલુ રાખી શકો છો, જેમાં તમે વધુ માહિતી મેળવવા તેમ પૂછપરછ કરવા માટે વ્યક્તિગત સંપર્ક પણ કરી શકો છો.
  • મિત્રો જો તમે રિલાયન્સ જીઓ સાથે પાર્ટનર કરવામાં થવા માંગો છો તો તમારે ફોર્મ ભરતી વખતે તમામ વિગતો સાચી ભરવાની રહેશે જેમકે તમારે આ પેટ્રોલ પંપ નાખવા માટે યોગ જમીન અને સ્થાનનું પસંદ કરવું જરૂરી છે.
  • તેમજ તમારા મોબાઇલ નંબર અને અન્ય નામ વગેરેની વિગતો દાખલ કરતા પહેલા જરૂરથી એકવાર ચકાસી લેવી જોઈએ.
  • છેલ્લે તમારે તમારું અરજી ફોર્મ સબમીટ કરી અને કંપનીની સમીક્ષામાં મૂકી શકો છો 

કંપનીનો એક પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે અને જે તમને કેટલીક બાબતોનું ધ્યાન દોરશે પરંતુ તે અગાઉ તમારે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

રિલાયન્સ પેટ્રોલ પંપ ખોલવા માટે તમારે ઓછામાં ઓછી 800 ચોરસ ફૂટ જગ્યા તેમજ ત્રણ પંપ મેનેજર હોવા જરૂરી છે. તમારા પેટ્રોલ પંપની જગ્યાએ સ્વચ્છ શૈચાલય હોવું જરૂરી છે અને જો તમે હાઇવે પર પેટ્રોલ પંપ ખોલવા માંગો છો તો તમારે 1500 ચોરસ ફૂટ જમીનની જરૂર પડશે અને ઉપરોક્ત 800 ચોરસ ફુટ જગ્યા માટે તમે ઓછામાં ઓછા 70 લાખ રૂપિયાનું ખર્ચની તૈયારી રાખવી જરૂરી છે.

રિલાયન્સ પેટ્રોલ પંપ ખોલવા માટે તમારે જરૂરી કામદારોની પણ જરૂર પડશે જેમ કે પેટ્રોલ કે ડીઝલ ભરવા માટે તેમજ હવા ભરવા માટે કુલ 8 કામદારોની જરૂર પડે છે અને તમારે વાહનો માટે મફત હવા અને નાઇટ્રોજન ગેસની સેવાઓ પણ આપવાની રહેશે જેના માટેનું મશીનની પણ ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે.

જો તમે રિલાયન્સ પેટ્રોલ ખોલવો ઈચ્છા ધરાવવો છો તો તમારે જમીનની કિંમત અને ભાડું પેટે ₹23 લાખ રિફંડ ડબલ ડીપોઝીટ આપવાની રહેશે તેમજ 3.5 લાખ રૂપિયા સહીની ફી ચૂકવવાની રહેશે એટલે કે તમારે 23 લાખ રૂપિયા તો ડિપોઝિટ તરીકે જમા કરાવો છો, તે તમને રિફન્ડેબલ રહેશે.

પેટ્રોલ પંપ ખોલવા માટે અરજદારે કેટલાક દસ્તાવેજો તેમજ લાઈસન્સની જરુર રહેશે જેમ કે જમીનના દસ્તાવેજો, લાઇસન્સિંગ ઓથોરિટી તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC), મ્યુનિસિપલ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ (MCD) અને ફાયર સેફ્ટી ઓફિસ તરફથી પરવાનગી વગેરેની મેળવિને તમે ડિલરશીપ મેળવવી આસાન રહેશે.

Read More:- GSEB HSC Purak Pariksha 2024: ધોરણ 12ની પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાની શરુ, અરજીની છેલ્લી તારીખ 22 મે 2024

તો ઉપરોક્ત તમામા બાબતોને ધ્યાનમાં રાખીને તમે Petrol Pump Business ચાલુ કરી શકો છો અને વધુ માહિતી માટે તમે સતાવાર વેબસાઈટની મુલાકાત લઈને જરુરી કંપનીના પ્રધિનિધી પાસેથી સંપુર્ણ માહિતી મેળવી શકો છો, આભાર.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment