Credit Card to Bank Account: ક્રેડિટ કાર્ડથી બેંક એકાઉન્ટમાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા, જાણો સંપૂર્ણ માહિતી

Credit Card to Bank Account: મિત્રો જો તમે ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોવ તો તે તમારા માટે કોઈ કેટલાક સમયે ખૂબ જ ઉપયોગી થઇ શકતું હોય છે, પરંતુ કેયારેક તમને દેવાદાર પણ બનાવી શકે છે કેમકે જો તમે સમયસર તેનું બિલ ચુકવણું કરતા નથી, તો નુકસાનમાં ભરપાઈ કરતા થાકી જશો.

Credit Card to Bank Account

તો મિત્રો ક્રેડિટ કાર્ડનો ઉપયોગીતાને સમજવું જરૂરી છે કેમ કે જો તમે તેને સમજી નહીં શકો તો તમને દેવેદાર બનાવી દેશે અને ક્રેડિટ કાર્ડનું ઉપયોગ સરખી રીતે કરશો, તો તે તમને બેન્ક ટ્રાન્સફર કરવામાં પણ મદદ કરી શકે છે જેમ કે જો તમે તમારા બેંક ખાતામાં કેટલાક પૈસાની જરૂર છે. પરંતુ તેમાં પૈસા નથી તો ક્રેડિટ કાર્ડ નંબરની મદદથી તમે પૈસા સીધા ટ્રાન્સફર તમારા બેંક ખાતામાં કરી શકો છો. પરંતુ તે પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જે નીચે મુજબ છે.

પૈસા ટ્રાન્સફર કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

મિત્રો જો તમે ક્રેડિટકાર્ડ માંથી તમારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માગતા હોવ તો તમારે સૌ પ્રથમ તે ચકાસવું જરૂરી છે કે શું તમારા ક્રેડિટ કાર્ડ માં પૂરતું ક્રેડિટ છે અને જો ક્રેડિટ હોય તો તમારે તેના ટ્રાન્સફરના ચાર્જ અને વ્યાજદરોથી જાણકાર હોવું જરૂરી છે. કેમકે ક્રેડિટ કાર્ડ કંપનીઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી રકમ પર 1 થી 5 ટકા સુધીના પ્રોસેસિંગ ફી અને વ્યાજ દર વસૂલવામાં આવતા હોય છે.

મિત્રો જો તમે ક્રેડિટ કાર્ડની મદદથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો તો તારે એક વસ્તુને ધ્યાન રાખવું કે તમે સુરક્ષિત પોર્ટલનો ઉપયોગ કરી રહ્યા છો અને તમારી આ ક્રેડિટ કાર્ડ પીન નંબર અને ઓટીપી જેવી માહિતી બીજા અન્ય કોઈ સાથે શેર થવી ન જોઈએ અને સુરક્ષિત બ્રાઉઝર અને એપ્લિકેશન ની મદદથી જ તમારે આ પૈસાનું ટ્રાન્સફર કરવું જોઈએ.

ક્રેડિટ કાર્ડમાંથી બેન્ક ખાતામાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા

જો તમારે નેટબેન્કિંગ દ્વારા ક્રેડિટકાર્ડમાંથી તમારી બેંક ખાતામાં પૈસા જમા કરાવવા હોય તો તમારે સૌ પ્રથમ બેંકની સત્તાવાર વેબસાઈટ અથવા બેંક મોબાઇલ એપ્લિકેશન ખોલવી પડશે.

  • ત્યારબાદ તમે તમારી જરૂરી વિગતો દાખલ કરીને તે મોબાઇલ એપ્લિકેશન અથવા બેન્કિંગ સાઈટ પર લોગીન થવાનું રહેશે
  • હવે તમારે કેડીટ કાર્ડ વિભાગમાં જવું પડશે જેથી તમે ક્રેડિટ કાર્ડ એકાઉન્ટની વિગતોને એક્સેસ કરી શકો છો
  • ત્યારબાદ તમારે ત્યાં પણ ટ્રાન્સફર નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જેમાં ટ્રાન્સફર ટુ બેન્ક એકાઉન્ટ નામનો વિકલ્પ પસંદ કરો
  • હવે તમે કેટલી રકમ ટ્રાન્સફર કરવા માંગો છો તેની વિગતો દાખલ કરી અને કયા બેંક ખાતામાં તમે પૈસા જમા કરવા માંગો છો તેની માહિતી દાખલ કરો
  • એકવાર ફરીથી તમારી તમામ બેંકની વિગતો ચકાસો કેમ કે જો તમે ખોટી બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરી દેશો તો બીજાના ખાતામાં તમારા પૈસા જમા થઈ શકે છે
  • ત્યારબાદ તમારે ટ્રાન્સફરની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે જરૂરી ઓટીપીની મદદથી તમારી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસ પૂરી થયા બાદ તમારે ટ્રાન્જેક્શનની આઈડીને તમારે સેવ કરીને રાખવાની રહેશે.

તો મિત્રો આવી રીતે તમે ક્રેડિટ કાર્ડની મદદથી તમારા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો પરંતુ અમે જણાવેલ તેમ ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન દોરી અને તમારે પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે. તેમજ પૈસા ટ્રાન્સફર કરતાં પહેલાં તમારે ટ્રાન્સફર ચાર્જ અને અન્ય સુલ્કની વિગતો જરૂરથી ચકાસી લેવી જોઈએ નહીંતર તમને મોટો એવું નુકસાન પણ ભોગવવું પડી શકે છે.

Read More:- Petrol Pump Business: પેટ્રોલ પંપ કેવી રીતે ખોલવો અને કુલ કેટલો ખર્ચ થશે, જાણો અહીં

Leave a Comment