PM Ujjwala Yojana 2.0: હવે મફત ગેસ સિલિન્ડર મેળવવું હોય તો આજે જ આ યોજનામાં અરજી કરો

PM Ujjwala Yojana 2.0: જો તમે મફત રસોઈ ગેસ સિલિન્ડર મેળવવા માગતા હોતો આજેજ રજીસ્ટ્રેશન કરી લાભ મેળવી શકશો.  PM ઉજ્જવલા યોજના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સમયાંતરે ગરીબ અને મહિલાઓમાટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. આ વિવિધ મહિલા યોજનાઓમાં PM ઉજ્જવલા યોજના અતિ મહત્વની યોજના છે.

ગરીબ પરિવારની મહિલાઓને ચૂલો ફૂંકવાની આઝાદી આપી તેમના આરોગ્યના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલી પીએમ ઉજ્જવલા યોજના મહિલાઓના શશક્તિ કારણ માટેની યોજના છે. આ યોજના વર્ષ 2016 માં 1 મે ના રોજ પ્રધાનમંત્રીએ નરેંદ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યજના માટે રૂપિયા 8000 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા PM ઉજ્જવલા યોજનાની ભવ્ય સફળતા પછી શરૂ થયેલી  Pm Ujjwala Yojana 2.0 ના નવા અપદેશન મુજબ આપ લાભ મેળવી શકો છો 

તમે હજી પણ આયોજના સાથે જોડાઈ આ યોજનાનો લાભ મેળવ્યો નથી તો તમે અહી સરળ રીતે આ યોજના માટે રજીસ્ટ્રેશન કરી મફત રસોઈ ગેસ માટેનો લાભ મેળવી શકો છો અમે આપણે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય તે માટે પાત્રતા શું રાખવામાં આવેલી છે. તેમજ કયાં કયાં ડૉક્યુમેન્ટની જરૂર પડશે અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય એ તમામ બાબતોની આપને જાણકારી આપી રહ્યા છીએ આપ લેખના અંત સુધી જોડાયેલા રહેશો. 

Pm Ujjwala Yojana 2.0 પાત્રતા : 

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ કોણ મેળવી શકશે અને તેની પાત્રતા શું છે. તેની વિગતવાર માહિતી અહી રજૂ કરવામાં આવી છે તે માટેની પાત્રતા નીચું મુજબ છે. 

  • આ યોજના હેઠળ માત્ર મહિલાઓને લાભ આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાને લાભ મળવા પાત્ર છે.
  • આ યોજના હેઠળ મહિલાની ઉમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ. 
  • આ યોજના હેઠળ લાભાર્થીના પરિવારમાં આ યોજનાનો અગાઉ લાભ મેળવેલ હોવો જોઈએ નહી. 

ઉજ્જવલા યોજના જરૂરી ડૉક્યુમેન્ટ :

 Pm Ujjwala Yojana 2.0 અંતર્ગત લાભ મેળવવા માટે લાભાર્થી એ નીચે દર્શાવેલ જેવાં ડૉક્યુમેન્ટ તૈયાર કરી આવેદન કરવાનું રહેશે. 

  • લાભાર્થીએ યોજનાનો લાભ મેળવવા e-kyc કરાવવું ફરજીયાત છે.
  • લાભાર્થી પાસે રેશનકાર્ડ હોવું જરૂરી છે.
  • રેશઙકાર્ડમાં પરિવારના સભ્યોનાં નામ  સાથેની યાદી
  • આધારકાર્ડ 
  • બેન્ક પાસબુક વગેરે 

અરજી કરવાની રીત : 

  • Pm Ujjwala Yojana 2.0 યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની સત્તાવાર વેબ સાઇટ શોધવાની રહેશે  
  • હવે યોજનાની વેબ સાઇટ pmuy.gov .in વેબ સાઇટ ખોલવાની રહેશે.
  • વેબ સાઇટના હોમ પેજ  પર આ યોજના Pm Ujjwala Yojana 2.0 ઓબ્સન દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે. 
  • હવે તમને યોજના લાભાર્થી પાત્રતા અને ડૉક્યુમેન્ટ વિશે જણાવામાં આવશે, ત્યાં નીચે ઓનલાઈન નોધણી માટે ઓબ્સન દેખાશે ત્યાં ક્લિક કરો.
  • હવે યોજનામાં સામેલ ત્રણેય કંપનીનો વિકલ્પ આપવામાં આવશે.
  • તમે તમને અનુકૂળ કંપનીની વેબ સાઇટ ઓપન કરી શકો છો. અને આપે  માગણી મુજબની વિગતો દાખલ કરી, ત્યારબાદ જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરી, ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકો છો. 
  • તમે સેલ્ફ ડેકલેરેશન પૂર્ણ કરી ફોર્મ સબમિટ કરી શકશો અને  Pm Ujjwala Yojana 2.0 અંતર્ગત લાભ મેળવી શકશો.

Read More :- હવે માત્ર 24 કલાકમાં મેળવો આયુષ્માન ભારત કાર્ડ, અહીંથી કરો ઓનલાઈન અરજી

2 thoughts on “PM Ujjwala Yojana 2.0: હવે મફત ગેસ સિલિન્ડર મેળવવું હોય તો આજે જ આ યોજનામાં અરજી કરો”

Leave a Comment