PNB FD Scheme: નમસ્કાર મિત્રો, આજકાલ ભૌતિક દોડના જમાનમાં પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને પોતાનાં સંતાનોના અભ્યાસ અને સામાજિક ખર્ચ માટે ભવિષ્યનું આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે. અને તે માટે દરેક વ્યક્તિ પોતાની કમાણી માંથી અનુકૂળ હોય તેટલી અને જરૂરી રકમની બચત કરવાનું ઇચ્છતો હોય છે. વળી આકસ્મિક આવનાર ખર્ચને પહોંચી વળવા બચતનું દરેક વ્યક્તિ પોતાનું આયોજન કરે છે. પરંતુ વ્યક્તિ પોતાની બચત કઈ જગ્યાએ સૌથી વધુ સુરક્ષિત રહેશે તેનો પણ વિચાર કરતો હોય છે. પરંતુ હંમેશા લોકોને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે પોતાનાં નાણાંનું કઈ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવું. અન્ય જગ્યાએ રોકાણ કરવા કરતાં બેકમાં રોકાણ કરવું ભરોસાપાત્ર છે. પ્રાઇવેટ કંપની કરતા બેંકોમાં રોકાણ કરવું ગ્રાહક માટે ઘણો સુરક્ષિત હોય છે. પંજાબ નેશનલ બેન્ક બેક ખૂબ સારું વળતર આપી રહી છે.
PNB FD Scheme
પંજાબ નેશનલ બેંક 400 દિવસની FD Scheme ચલાવી રહી છે. જેમાં તે રોકાણકારોને 400 દિવસની FD Scheme પર આકર્ષક સારું વ્યાજ આપી રહી છે. એમાં પણ સિનિયર સીટીઝન અને સુપર સિનિયર શીટીઝનને ખૂબ આકર્ષક વ્યાજ આપી રહી છે. તો ચાલો જાણીએ બેંક દ્વારા ગ્રાહકોને કેટલો વ્યાજ દર ચૂકવવામાં આવે છે.
400 દિવસની FD Scheme પર વ્યાજ દર
પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની FD પર સામાન્ય નાગરિકને 7.25% વ્યાજ દર ચૂકવવામાં આવી રહ્યો છે. જ્યારે સિનિયર સિટીઝનને 400 દિવસની એફડી પર 7.75% જેટલું સારું વ્યાજ ચૂકવે છે. તેમજ બેન્ક દ્વારા સુપર સિનિયર સિટીઝનને 8.05 ટકા જેટલું બમ્પર વ્યાજ 400 દિવસની FD પર ચૂકવવામાં આવે છે. આથી રોકાણકારોને આ સ્કીમ ખૂબ પસંદ આવી રહી છે. વિવિધ બેંકો 400 દિવસની મુદત વાળી એફડી સ્કીમ ચલાવી રહી છે.
પાકતી મુદતે વળતર
મિત્રો પંજાબ નેશનલ બેંકની 400 દિવસ ની FD સ્કીમાં રોકાણ કરતા ગ્રાહકોને મુદત પૂરી થતાં કેટલા રૂપિયાનો ફાયદો થશે અને તેને કેટલું વળતર મળશે એ વિશે આપણે ચાલો જાણીએ. સામાન્ય નાગરિકોને 400 દિવસ ની FD Scheme પર રોકાણ કરતાં ધારો કે તે વ્યક્તિ રૂપિયા દસ લાખનું રોકાણ કરે છે. તો તેને પાકતી મુદતે 400 દિવસ પછી ₹10,7,127 રૂપિયા બેક દ્વારા પાછા મળશે. તેમજ સિનિયર સિટીઝનને દસ લાખના રોકાણ ઉપર 400 દિવસ પછી પછી ₹10,8,192 જ્યારે સુપર સિનિયર સિટીઝનને 400 દિવસ પછી દસ લાખ રૂપિયા ની FD પર રૂપિયા ₹10,9,127 પાકતી મુદતે 400 દિવસના અંતે પરત મળશે. આમ પંજાબ નેશનલ બેંક દ્વારા તેના રોકાણકારોને આકર્ષક દરે વ્યાજ આપી રહી છે.
Read More:- JioCinema New Plans: જીઓ સિનેમાએ લોન્ચ કર્યા 29 અને 89 રૂપિયાનો નવા પ્લાન, જાણો તેની ખાસિયતો
મિત્રો જો તમે પંજાબ નેશનલ બેંકમાં તમારી ઈચ્છા અનુસાર 400 દિવસની PNB FD Scheme માં રોકાણ કરો છો તો તમને પણ આકર્ષક વ્યાજ મળી શકે છે. આ માટે તમારે નજીકની પંજાબ નેશનલ બેંકની શાખાનો સંપર્ક કરી મેનેજરને મળવાનું રહેશે. તેમજ મળનારા લાભ અને વ્યાજ દરની માહિતી મેળવી લીધા પછી તમારી જરૂરિયાત મુજબની ડિપોઝિટ કરી શકશો.