JioCinema New Plans: મિત્રો, અત્યારે સૌ કોઈ જીઓ સિનેમા પર આઇપીએલનો લાઈવ આનંદ માણી રહ્યા છે, ત્યારે જીઓ સિનેમા દ્વારા 25 એપ્રિલથી નવા પ્લાન જાહેર કરવાની લાઈવ એડ્સ તમે કદાચ જોઈ હશે. તો આ લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેમના આકર્ષક નવા પ્લાનમાં શું નવું હશે અને તેમાં તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે. તે સૌ કોઈ જાણવા માંગે છે, ત્યારે અમે આ લેખના માધ્યમથી JioCinema New Plans વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.
JioCinema New Plans
મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે JioCinema દ્વારા કેટલી છેલ્લા કેટલાક દિવસોથી નવા પ્લાનની એડવર્ટાઇઝ લાઈવ મેચ દરમિયાન પણ તમે જોઈએ છે અને જેની એક ઝલક તમે નીચે આપેલ ટીવ્ટના માધ્યમથી પણ જોઈ શકશો.
Change is constant, but your plan doesn't have to be 😉
— JioCinema (@JioCinema) April 21, 2024
A new plan. Coming April 25th.#JioCinema pic.twitter.com/aJ4FtsBl7J
મિત્રો, જીઓ સિનેમા દ્વારા જાહેર કરાયેલા આ નવા પ્લાન વિશે વાત કરીએ તો તેમાં એક 29 રૂપિયાનો અને બીજો 89 રૂપિયાનો ફેમિલી પ્લાન છે જેમાં 29 રૂપિયા ના પ્લાનમાં તમે એડ ફ્રી શાનદાર સિરીઝ અને વિડીયો 4K માં જોઈ શકશો, પરંતુ આ પ્લાન માત્ર ને માત્ર એક જ ડિવાઇસમાં એક્ટિવ રહેશે, જ્યારે 89 રૂપિયાના ફેમિલી પ્લાન્ટ ની વાત કરીએ તો તેમાં તમે એક સાથે ચાર અલગ અલગ મોબાઈલમાં પણ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.
જાણો જીઓ સિનેમાના નવા પ્રીમિયમ પ્લાનની માહિતી
મિત્રો જીઓ સિનેમાના 29 રૂપિયાના પ્રીમિયમ પ્લાન ની વાત કરીએ તો તે એક મહિના માટેનો છે જેમાં તમે 4K વિડીયો અને એડ ફ્રી મુવી અને સીરીઝ નો આનંદ માણી શકશો અને ઓફલાઈન વિડીયોનો પણ આનંદ માણી શકશો. જેમ કે હોલીવુડ મુવી, કિડ્સ ટી.વી અને અન્ય લાઈવ સ્ટ્રીમિંગ જોઈએ શકશો. આ પ્લાનમાં એક સાથે એક જ ડિવાઇસમાં તમે લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશો.
જ્યારે 89 રૂપિયાના પ્લાનમાં તમે ઉપરોક્ત આપેલી તમામ સુવિધાનો લાભ લઈ શકશો પરંતુ આ પ્લાનની ખાસિયત એ છે કે તમે એકવાર આ પ્લાન રિચાર્જ કરો છો, તો તમે એક સાથે ચાર અલગ અલગ મોબાઈલમાં પણ લોગીન કરીને ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ ,મુવી નો આણંદ માની શકો છો. 89 રૂપિયાના પ્લાન નો પણ વેલીડીટી એક મહિનાની જ છે પરંતુ તે ચાર અલગ અલગ મોબાઇલમાથી એક સાથે એક્સેસ કરી શકશો.
પરંતુ જો આ પ્લાનમાં તમે લાઈવ સ્ટ્રીમિંગ અને અન્ય સ્પોર્ટમાં અડવર્ટાઈઝ ફ્રી રહેશે નહીં. તો મિત્રો તમને JioCinema New Plans દ્વારા જાહેર કરવામાં આવેલ આ પ્લાન કેવા લાગ્યા અને શું તમે પણ માત્ર 29 રૂપિયાનો પ્લાન મેળવીને હવે લાઈવ સ્ટ્રીમિંગ અને નવી સિરીઝનો આનંદ માણી શકો છો.
Read More:- Free Solar Cooking System: હેવ ફ્રી સોલાર કૂકર યોજના અંતર્ગત સરકાર આપી રહી છે સબસિડી