Sarkari Naukri: નમસ્કાર મિત્રો ! આપ નોકરી માટે જાહેરખબરોની તપાસ કરી રહ્યા હો અને નોકરી મેળવવા ઇચ્છુંક છો તો અમે આપને આજે સહકારી સંસ્થાની નોકરી માટેની વિગતો જણાવી રહ્યા છીએ. મિત્રો ગુજરાત કો-ઓપરેટિવ સહકારી બેંક સાથે સંકળાયેલ કડી નાગરિક સહકારી બેન્કની વિવિધ પોસ્ટ માટે ભરતી માટેની આ જાહેરાતના અનુસંધાને આપ અરજી કરી શકો છો. લાયકાત અને પોસ્ટ મુજબ પગાર આપવામાં આવશે.
Sarkari Naukri: કડી નાગરિક સહકારી બેંકમાં આવી ભરતી
Sarkari Naukri: મિત્રો, સહકારી ક્ષેત્રની કડી નાગરિક સહકારી બેકમાં વિવિધ પદ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. સહકારી ક્ષેત્રની નોકરી વિશે આજના આ લેખમાં જગ્યાની વિગતો, પદોની સંખ્યા, અરજી કરવાનું માધ્યમ, અરજી કરવાની તારીખો, અરજી ફી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત વગેરે વિશે આપને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. આપ આ લેખમાં અમારી સાથે લેખના અંત સુધી જોડાયેલા રહેશો અને જો આપ આ જગ્યા માટેની યોગ્યતા ધરાવો છો તો તમે આ નોકરી માટે અરજી કરી શકશો.
મિત્રો આજની આ પોસ્ટમાં અમે શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ માટે વિવિધ પોસ્ટમાં થનાર ભારતી માટેની વાત આપને જણાવી રહ્યા છીએ જો આપ કડી નાગરિક સહકારી બેંકમાં નોકરી કરવા માટે ઈચ્છુક છો તો તમારે તે માટે ઓન લાઇન માધ્યમથી અરજી કરવી પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2024 રાખવામાં આવી છે. કડી સહકારી બેંક ભરતીની જાહેરાત 26 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી છે આ આપે આખર તારીખ ની રાહ જોયા વગર વહેલી તકે કડી નાગરિક સહકારી બેંકની સત્તાવાર વેબ સાઇટ પર જઈ અરજી કરવી જોઈએ.
ભરવા પાત્ર જગ્યાઓની વિગત
- ચીફ કમ્પલાઇન્સ ઓફિસર (CCO)
- ચીફ મેનેજર (P&D)
- મેનેજર ક્રેડિટ
- મેનેજર એચ આર
- બ્રાન્ચ મેનેજર
- ઇન્ટરનલ ઇન્સપેક્ષન ઓફિસર (IIO)
- ઓફિસર ઇન્વેસ્ટમેન્ટ
- ઓફિસર ઇન્ફોર્મેશન ટેકનોલોજી
- ઓફિસર કાયદો
- ક્લાર્ક ( ઓફિસ આસિસ્ટન્ટ) વગેરે
અરજી ફી વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
કડી નાગરિક સહકારી બેંકની આ જગ્યાઓ પર ઉમેદવારી કરવા ઉમેદવારોએ કોઈ પરીક્ષા ફી અથવા અરજી ફી ચૂકવવાની નથી.તેમજ શૈક્ષણિક લાયકાત જગ્યાઓ મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે.જ્યારે ઉમેદવારોની વય 18 થી 50 વર્ષ રાખવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત જોઈ પછીજ અરજી કરવી જોઈએ.
જરૂરી ડૉક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અનુભવનાં પ્રમાણપત્રો
- જાતિ અંગેના પ્રમાણપત્રો
- રંગીન ફોટોગ્રાફ
- ફોટો આઈડી વાળું ઓળખપત્ર વગેરે જરૂરી પ્રમાણપત્ર
પસંદગી પ્રક્રિયા
કડી નાગરિક સહકારી બેંક દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આવેલ અરજીઓને ધ્યાને લઈ ઉમેદવારોની પસંદગી કરવા માટે લેખિત પરીક્ષા અથવા મૌખિક પરીક્ષા અથવા તો લેખિત અને મૌખિક એમ બંને પરીક્ષાઓ યોજી શકે છે.
Read More:- PGCIL Recruitment: પાવર ગ્રીડમાં આવી સીધી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી
અરજી કરવાની રીત
- ઉમેદવારોએ સૌપ્રથમ જાહેરાતમાં દર્શાવેલ સત્તાવાર વેબસાઈટ પર જઈ ભરતી માટેની સત્તાવાર જાહેર ખબર ડાઉનલોડ કરી, તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
- ત્યારબાદ જાહેરાતમાં માગેલ તમામ પ્રમાણપત્રો, અનુભવનાં પ્રમાણપત્રો રંગીન પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, અને ફોટો આઈડી વગેરે કાગળો તૈયાર કરી લેવાં
- ત્યારબાદ કાળજીપૂર્વક અરજી ફોર્મ ભરવું જોઈએ, તેમજ અપલોડ કરવાના સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો પણ અપલોડ કરી દેવા જોઈએ.
- ફરીથી અરજી ફોર્મની પુનઃ ચકાસણી કરી, બરાબર જણાય પછીજ અરજીને કન્ફર્મ કરી દેવી જોઈએ.
- ત્યારબાદ ઉમેદવારે કન્ફર્મ કરેલી અરજીની પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવી જોઈએ.
સત્તાવાર સાઈટ પર જવા :- અહીં ક્લિક કરો