University Admission Rules: હેલો દોસ્તો, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરીને હવે કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાય ઈચ્છા ધરાવતા હોય તેઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે. કેમ કે હવે શૈક્ષણિક વર્ષ 2024-25થી કેટલા નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમો લાગુ કરાયા છે. જેના અંતર્ગત હવે કોલેજ કે યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયામાં પણ ફેરફાર જોવા મળશે. તો આજે આપણે આ લેખના માધ્યમથી કોલેજ કે યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાના નવા નિયમો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
University Admission Rules
મિત્રો તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન એટલે કે યુ.જી.સી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ભારતની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં બે શૈક્ષણિક સત્ર યોજાશે. તો તે મુજબ ધોરણ 12 પાસ કરેલું ઉમેદવારો કોઈપણ શૈક્ષણિક ક્ષેત્રમાં એડમિશન મેળવી શકશે એટલે કે તેઓ પ્રથમ શૈક્ષણિક ક્ષેત્રમાં એડમિશન મેળવવા અસમર્થ રહે તો બીજા શૈક્ષણિક ક્ષેત્રમાં એડમિશન મેળવી શકે છે તો તે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મોટા સમાચાર હોઈ શકે તો ચાલો જાણીએ આ શૈક્ષણિક ક્ષેત્રોના નવા નિયમો.
નવા શૈક્ષણિક ક્ષત્રો ક્યારથી ચાલુ થશે?
- પહેલું શૈક્ષણિક સત્ર :- જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં
- બીજું શૈક્ષણિક સત્ર :- જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં
આ નવા નિયમોથી શું લાભ થશે
મિત્રો યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન દ્વારા લેવાયેલ આ નવા નિર્ણયો જાહેર થતાં વિદ્યાર્થીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થશે કેમ કે જે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રમાં પ્રવેશ નથી મેળવી શકતા અથવા ધોરણ 12 ની પૂરક પરીક્ષા આપી હોય અથવા આરોગ્ય સંબંધિત કોઈ પણ સમસ્યાઓ કે અન્ય સમસ્યાઓ ના લીધે તેઓ પ્રથમ સત્રમાં એડમિશન મેળવવું મળવાનું રહી ગયું હોય તો તેઓ હવે નવા નિયમ મુજબ બીજા સત્ર એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના શરૂ થતા સત્રમાં એડમિશન મેળવીને યોગ્ય કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરી શકે છે. જેના લીધે તેઓને એક પણ વર્ષ ડ્રોપ થતું નથી અને ઉચ્ચ શિક્ષણનો ફાયદો થાય છે/
તો મિત્રો હવે યુનિવર્સિટી અને કોલેજો દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તમામ યુનિવર્સિટી બે વાર પ્રવેશ પ્રક્રિયા યોજાશે જેમાં પ્રથમ પ્રવેશ પ્રક્રીયા જુલાઈ-ઓગસ્ટ મહિનામાં અને બીજું સત્ર એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પ્રવેશ પ્રક્રિયા યોજાશે.
તો વિદ્યાર્થી મિત્રો યુ જી સી દ્વારા લેવાયેલ આ નિર્ણય વિશે તમારું શું મંતવ્ય છે. તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ માહિતી તમારા મિત્રો સાથે જ પણ શેર કરજો જેથી કરીને જો કોઈ પણ કારણસર તેઓ પ્રથમ સત્રમાં પ્રવેશ મળવાનું ચૂકી ગયા હોય તો તેઓ બીજા સત્ર એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી અને પોતાની કારકિર્દી બનાવી શકે છે.