Ration Card Update: રેશનકાર્ડ ધારકોએ 30મી જૂન સુધીમાં આ કામ પૂર્ણ કરી લેવું જોઈએ, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે.

Ration Card Update: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ભારતમાં લગભગ 80 કરોડ લોકોને મફતમાં ઘઉં, ચોખા  અને અન્ય ખાધ્ય વસ્તુઓનુ વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ મોટા ભાગે ઘણા બધા લોકોને મળી રહ્યા છે. તો આ તમામ બાબતોને ધ્યાન દોરીને પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકો માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હવે રેશનકાર્ડ ધારકોને કેટલીક પ્રક્રિયાને પૂર્ણ કરીને આ લાભને ચાલુ રાખી શકે છે અન્યથા તેઓનું રેશનકાર્ડ બંધ થઈ શકે છે.

જો મિત્રો તમે પણ રેશનકાર્ડ ધારક છો અને તમારા રેશનકાર્ડની મદદથી તમે ઘઉં અને ચોખા તેમજ અન્ય વસ્તુઓ સસ્તા અનાજની દુકાનેથી મેળવો છો. તો તમારે પણ આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને જો તમે આ બાબતોનું સમયસર પાલન કરશો તો તમારે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તેમજ તમને આ તમામ લાભો મળતા રહેશે.

Ration Card Update: મહત્વપૂર્ણ કામ નિયત આ તારીખ સુધીમાં પૂર્ણ કરી લો

રેશનકાર્ડ ધારકોને જાણવું જોઈએ કે કેન્દ્ર સરકારની સુચના મુજબ તમારે 30 જૂન સુધીમાં કેવાયસી પૂર્ણ કરી અને તમારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે અને જો તમે આ કરવામાં અસમર્થ રહેશો તો તમને મળતી સુવિધાઓનો લાભ મેળવી શકશો નહીં તેમજ સરકાર દ્વારા પણ હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત જે લોકોના કેવાયસી પૂર્ણ નથી થયા તેમના સામે કડકવા કાર્યવાહી કરી અને તેમના રેશનકાર્ડ રદ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે.

Read More:- Business Idea: માત્ર 30000 નું મશીન અને મહિને 1 લાખની કમાણી

જો તમે એક રેશનકાર્ડ ધારક છો, તો તમારે નજીકના સસ્તા અનાજની દુકાને અથવા સીએસસી સેન્ટર પર જઈને પણ તમે તમારા આધાર કાર્ડ અને રેશનકાર્ડને લિંક કરાવી શકો છો. જેથી કરીને તમે 100 ટકા કેવાયસી પૂર્ણ કરી શકશો. આ તમામ બાબતોનો ધ્યાન રાખીને જો તમે એકવાર કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરશો. તો તમારે જુલાઈ મહિનામાં રેશનકાર્ડથી મળતા લાભો ચાલુ રહેશે અન્યથા આવનારા દિવસોમાં તમને તમામ લાભો મળશે નહીં અને તમારું રેશનકાર્ડ પણ રદ ગણાશે.

મિત્રો દિલ્હી સરકાર દ્વારા તાજેતરમાં રેશનકાર્ડ ધારકો માટે લઈને એક અગત્યના નિયમો બહાર પાડવામાં આવ્યા છે જેમાં અન્ય રાજ્યના રેશનકાર્ડ ધારકોએ ફરજિયાત કેવાયસી કરાવવું જોઈએ કેમ કે દિલ્હીમાં કોરોના સમયથી જ અન્ય રાજ્યના રેશનકાર્ડ ધારકો તેમના રાજ્યના રેશનકાર્ડ પર રાશન મેળવી રહ્યા છે અને તેમનો કેવાયસી અપડેટ કરાવ્યું નથી. તો તેઓએ જલ્દીથી આ પ્રક્રિયાનું પૂર્ણ કરવી જરૂરી છે નહીં તો તેઓનું પણ રેશનકાર્ડ રદ કરવામાં આવશે.

Read More:- PM કિસાન યોજના: શું ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો આવ્યો કે નહીં, જાણો સંપુર્ણ માહિતી

Leave a Comment