PM કિસાન યોજના: મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધી છે અને તેમના પ્રથમ જ કાર્યકારી દિવસે જ ખેડૂતોને આપવામાં આવતા પીએમ કિસાન હપ્તાની 17મો હપ્તાની રકમ મંજૂરી આપી હતી. જે અંતર્ગત કુલ 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. જેના અંતર્ગત કુલ 10 કરોડ ખેડૂતોને લાભ મળશે.
ઘણા બધા ખેડૂતોના ખાતામાં 11 તારીખે પીએમ કિસાનના 2000 રૂપિયા જમા થયેલા છે અને જે લોકો ને હજુ પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો તો તેઓએ કેટલીક મહત્વનું બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.
PM કિસાન યોજનાનો 17 હપ્તો જાહેર
જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાની રકમ મેળવવા માગતા હોવ, તો તમારે કેટલાક મહત્વનું પણ કામ જલ્દીથી કરી લેવા જરૂરી છે, નહીં તો તમારી હપ્તાની રકમ ફસાઈ શકે છે. જેમાં સૌથી પ્રથમ પગલું એ છે કે તમારે તમારા આધારકાર્ડને બેંક સાથે લીંક કરવું જરૂરી છે. જે પ્રક્રિયાને આપણે કેવાયસી તરીકે ઓળખીએ છીએ અને તમારી જમીનની વેરિફિકેશન પણ કરાવવું જો જરૂરી છે જેમાં તમારા ખાતા દીઠ એક જ વ્યક્તિ લાભ મેળવતો હોવો જરૂરી છે.
જે ખેડૂત મિત્રોએ ઉપરોક્ત જમીન વેરીફીકેશન અને કેવાયસી ની પ્રક્રિયાને પૂર્ણ કરી દીધેલ છે તેઓને પોતાનો હપ્તો મળી પણ ગયેલો હશે કેમકે સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં ₹2,000 ટ્રાન્સફર કરી દેવામાં આવેલા છે અને જો તમે કેવાયસી અથવા જમીન ચકાસણીનું કામ કરવામાં વંચિત રહી ગયા છો તો તમારે આ 17 માં આપવાનું પેમેન્ટ ગુમાવવું પડશે.
વર્ષે મળતા કુલ હપ્તાની રકમ મેળવો
ખેડુત ભાઈઓ, કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક કુલ 6000 ની સહાયની રકમ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા કરાવવામાં આવે છે. જેમાં દર ચાર મહિને ₹2,000 નું હપ્તો તેમના ખાતામાં જમા થાય છે અને આ વખતે 17 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થતા ખેડૂતો પોતાના બિયારણ અને ખાતર ખરીદવા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને આ હપ્તો ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.
તો હજુ પણ જે ખેડૂત મિત્રોએ પોતાનો 17 મો હપ્તો ગુમાવ્યો હોય તો તેમને જણાવી દઈએ કે તમે તમારી કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરો અને તમારું જમીન વેરિફિકેશન પણ પૂર્ણ કરો અને તમારો ખાતાની બાબતોને ધ્યાન રાખો જેમ કે એક કુટુંબનો એકથી વધુ સભ્ય લાભ મેળવી રહ્યા નથી ને, તેના લીધે પણ તમારું નામ પીએમ કિસાન યોજના લિસ્ટમાંથી બાકાત થઈ શકે છે. તો આ તમામ બાબતોને ધ્યાન રાખીને જો તમે તમારું વેરફિકેશન પૂર્ણ કરશો તો આવનારો હપ્તો તેમજ 17 માં આપવાનું પેમેન્ટ પણ તમને એક સાથે મળી શકે છે.
Read More:- Gujarat Rain: ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, જાણો આવનારા દિવસોમાં વરસાદી આગાહી