શાળા પ્રવેશોત્સવ તૈયારી શરૂ, બાળકોને મળશે સ્કૂલબેગ અને તથા સ્ટેશનરી મફત

તો મિત્રો આજે આપણે શાળા પ્રવેશોત્સવ 2024/25 વિશે ચર્ચા કરીશું કે જે આંગણવાડી તથા ધોરણે એકમાં યોજવામાં આવે છે અને આ યોજના થકી વિદ્યાર્થીઓને શું શું ફાયદો થશે અને કઈ રીતે આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. તો મિત્રો આ યોજના વિશે આપણે આ પોસ્ટની અંદર સંપૂર્ણ અને વિગતવાર ચર્ચા કરીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આંગણવાડી તથા ધોરણ એક ના પ્રવેશ માટે હવે સ્કૂલોની અંદર પ્રવેશોત્સવ મનાવવામાં આવે છે જેના થકી જે બાળકો એડમિશન લે છે તેમને સ્કૂલમાં આવવા માટે પ્રોત્સાહન પૂરું પડી રહે અને તેમની અંદર એક ઉત્સાહ જાગે તે માટે સરકાર દ્વારા આ પ્રકારના ઉત્સવ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહ આપી અને એડમિશન મેળવે તે માટે આ પ્રકારના ઉત્સવો શાળાની અંદર મનાવવામાં આવે છે.

શાળા પ્રવેશોત્સવ 2024-25

શાળાઓના પ્રવેશોત્સવ માટે સ્કૂલમાં સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના આયોજનો કરાવવામાં આવશે અને કેટલીક શાળાઓમાં જ્યાં પહોંચી શકે ત્યાં સરકારી કર્મચારીઓને મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

  • મુખ્યમંત્રી મંત્રીઓ આઈએસઆઈપીએસ ગામોગામ જઈ અને બાળકોને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવશે
  • છ વર્ષ પૂરા કરનાર જે ધોરણ એક માં એડમિશન પૂરા નહીં થયેલા હોય તો બાલવાટિકામાં પ્રવેશ આપશે
  • વર્ષ 2003થી ગુજરાતના પ્રાથમિક ક્ષેત્રે શાળા પ્રવેશ બાળકોનું નામાંકન વધારવા માટે શાળાઓની અંદર પ્રવેશોત્સવ ની શરૂઆત કરાઈ હતી જે પરંપરા હજુ યથાવત છે સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન મેળવે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે આગામી તારીખ 27 થી 29 જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે
  • શહેરી વિસ્તારની સરકારી શાળાઓને અગામી 27 થી 29 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજવા તૈયારી કરવા સૂચના પણ આપી દેવામાં આવેલી છે 27 થી 29 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી મંત્રી મંડળના મંત્રીઓ અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે ગામે જઈ પ્રવેશપાત્ર બાળકોને વાજતે ગાજતે શાળાની અંદર પ્રવેશ કરાવશે

Read More:- PM કિસાન યોજના: શું ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો આવ્યો કે નહીં, જાણો સંપુર્ણ માહિતી

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નો ત્રિ દિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહી નહીં તે માટે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂ કરવામાં આવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શિક્ષણનો વ્યાપ

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે દાયકાથી વધુ સમયથી ચાલે છે નવા શૈક્ષણિક વર્ષ 2024/25 માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નવી શૈક્ષણ નીતિની અમલવરી ગત વર્ષથી કરવામાં આવતા 6 વર્ષ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેના પરિણામે છ વર્ષથી નાના અને પાંચ વર્ષ પૂર્ણ કરેલ બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરેલો છે.

વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને શૈક્ષણિક કીટ અપાશે

દર વર્ષે રાજકોટ સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકો શાળાએ આવતા થાય તેના માટે વિવિધ રમતો રમાડવામાં આવે છે આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પણ સ્કૂલના અને આંગણવાડીના ભૂલકાઓને સ્કૂલબેગ અને શૈક્ષણિક કીટ સ્ટેશનરીની વસ્તુઓ આપવામાં આવે છે.

તો મિત્રો આ રીતે આ વર્ષે શાળાઓની અંદર શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવવાનો છે અને તેના લીધે ઘણા બધા બાળકો એડમીશન પણ મેળવી અને શિક્ષણની નવી શરૂઆત કરશે.

Read More:- સફરજન પર લાગેલું સ્ટીકર શું દર્શાવે છે, 99% લોકો નથી જાણતા હકીકત, તમારા ફાયદા માટે મુદાની વાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment