IKhedut Portal Registration 2024: ખેડૂત ભાઈઓ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત ખેત ઓજારો તેમજ ખેતીની લગતા અન્ય સાધનોની ખરીદી પર સબસીડી આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં લાખો ખેડૂતો મોબાઈલ સહાય યોજના અને ગોડાઉન સહાય યોજનાઓ જેવી વિવિધ યોજનાઓનું ઓનલાઈન ફોર્મ ભરીને સબસીડી મેળવી શકે છે. ત્યારે હવે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા આ યોજનાઓ માટે ફરીથી એકવાર અરજી ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે. જેના માટે તારીખ 18 જૂન 2024 થી સાત દિવસ માટે આ યોજનાઓની અરજી તમે હવે આઇ ખેડૂત પોર્ટલ પરથી કરી શકશો.
IKhedut Portal Registration 2024
ખેડુત ભાઈઓ તમે હવે મોબાઈલ સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજના, પાણીની ટાંકી બાંધકામ સબસીડી યોજના તેમજ વિવિધ અન્ય સહાય યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ 18 જૂનથી સવારે 10:30 તમે ઓનલાઈન અરજી કરી શકશો.
ખેડૂત મિત્રો જો તમે મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માગતા હોવ તો તમારે તારીખ 18 જૂનના રોજ જરૂરી લાયકાતો ચકાસી જેમકે કોઈપણ ખાતા ડિઠ એક ખેડૂતને સહાય મળવાપત્ર રહેશે અને જેના માટે તમારે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
તેમજ જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે અરજી કરવા માંગે છે તેઓ પોતાના પાકને સંગ્રહ કરવા માટે એક ગોડાઉનની બનાવવું જરૂરી છે જેની સાઈઝ અને છત વગરનું કામકાજ પૂર્ણ કરવા પર તમને સંબધીત અધિકારીને ચકાસણી બાદ આ યોજનાની સબસીડી મળશે. તો તેના માટે પણ ઓનલાઇન અરજી 18 જૂનથી શરૂ થવાની છે તો તે પહેલા તમામ ખેડૂત ભાઈઓએ આ ઉપરોક્ત તમામ યોજનાઓ ઓનલાઈન અરજી કરવા શારુ તમારુ બેંક ખાતાની માહિતી, આધારકાર્ડ, રેશનકાર્ડ, જમીનના ડોક્યુમેન્ટ વગેરેની તૈયાર કરી લેવા જોઈએ જેથી કરીને તમે સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરી શકો.
ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
ખેડૂત મિત્રો સૌપ્રથમ તમારે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું આઇ ખેડૂત પોર્ટલને www.ikhedut.gujarat.gov.in મુલાકાત લેવી પડશે
આ પોર્ટલના હોમ પેજ પર તમને વિવિધ યોજનાઓની લીંક દેખાશે જેના પર ક્લિક કરીને તમારે લાગુ પડતી યોજનાની પસંદ કરવાની રહેશે
હવે તમારે જે યોજના માટે અરજી કરવા માંગો છો તે યોજનાને પણ સામે આપેલ ઓનલાઈન અપ્લાય નામના બટન પર ક્લિક કરો
ત્યારબાદ તમે તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અગાઉ કોઈપણ યોજના માટે કરેલી હોય તો તમારે માત્ર તમારા મોબાઈલ નંબરના મદદથી અને અરજી નંબરના મદદથી લોગીન કરવાનો રહેશે અને જો તમે પ્રથમવાર આઈ પોર્ટલની મુલાકાત લઇ રહ્યા હોત તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે/
ત્યારબાદ તમારે લાગુ પડતી યોજના ના જરૂરી માહિતી ભરી અને યોગ્ય દસ્તાવેજોની માહિતી સબમીટ કરાવવાની રહેશે. તેમજ છેલ્લે તમામ માહિતી ચકાસીને તમારું ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
એકવાર અરજી ની સબમીટ કર્યા બાદ તમારે માત્ર તમારી અરજીની સ્થિતિને ટ્રેક કરતા રહેવાનું રહેશે અને તમારી અરજી મંજૂર થયા બાદ સંબધિત કચેરીના અધિકારી દ્વારા તમારે ખેતરની મુલાકાત લઈને ગોડાઉન બન્યું છે કે નહીં તે ચકાસવામાં આવશે તેમજ મોબાઇલ સહાય યોજના નો લાભ મેળવતા ખેડૂતોને જરૂરી મોબાઇલ બિલ મોબાઈલ તેમજ જરૂરી દસ્તાવેજ સબમીટ કરવાના રહેશે જે ચકાસ્યા બાદ તમારી અરજી મંજૂર થશે.
એકવાર તમારી અરજી મંજૂર થયા બાદ તમને સબસીડીની રકમ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે. તો તમામ ખેડૂત ભાઈઓએ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા સારું પહેલા જરૂરી દસ્તાવેજો એકઠા કરી લેવા જોઈએ જેથી કરીને તેઓ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં.
તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કે આગામી 18 જૂનથી 24 જૂન સુધી આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓનું અરજી પ્રક્રિયા શરૂ થવાની હોવાથી પહેલા તે પહેલા તકે લાભ મળશે જેથી કરીને તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ અત્યારથી તૈયાર કરીને અરજી કરવા સારું તૈયાર રહેવું જોઈએ. તેમજ વધુ માહિતી માટે તમે સત્તાવાર પોટલી મુલાકાત લઈ શકો છો.
Read More:- University Admission Rules: કોલેજ અને યુનિવર્સિટીમાં હવે વર્ષમાં 2 વખત મળશે એડમીશન, જાણો નવા નિયમો