Monsoon 2024: ખેડુતોએ વાવણી માટે થઈ જાવ તૈયાર, આ દિવસથી ગુજરાતમાં ફરથી સોમાસું સક્રીય થશે

Monsoon 2024: હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી મુજબ રાજ્યમાં 11 જૂન સુધી ચોમાસુ પહોંચી જવાનું હતું. જે અંતર્ગત 11 જુનના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ પહોંચી તો ગયું પરંતુ હવે છેલ્લા બે દિવસથી ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. જેના કારણે ચોમાસું નબળું પડ્યું છે. તો આગામી દિવસોમાં કેવો વરસાદી માહોલ રહેશે તે અંગે સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી આજે મેળવીશું.

હવામાન વિભાગ દ્વારા જણાવેલ માહિતી મુજબ ચોમાસા માટે મજબૂત સિસ્ટમ સક્રિય થવી જોઈએ અને તારીખ 11 જૂન બાદ દક્ષિણ ગુજરાત ચોમાસા ગુજરાતમાં એન્ટ્રી કરી હતી અને જેના કારણે ભારે વરસાદની શક્યતાઓ પણ હતી પરંતુ મજબૂત સિસ્ટમ સક્રિય ન થતા ચોમાસું નબળું પડી ગયું છે અને દક્ષિણ પશ્ચિમના પવનો પણ નબળા હતા જેના લીધે ચોમાસુ આગળ વધી શકતું ન હતું.  

હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ આગાહી મુજબ હવે આગામી સાત દિવસમાં કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે તેમ નથી જેના કારણે રાજ્યમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ નથી. જેથી આગામી સાત દિવસોમાં છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.  

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ગાઈડલાઇન મુજબ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેમકે દાહોદ, છોટાઉદેપુર મહીસાગર, પંચમહાલ અને અમદાવાદમાં તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદી આગાહી કરવામાં આવે છે પરંતુ દક્ષિણ પશ્ચિમ ભવનો ધીમી ગતિના લીધે આ વરસાદી માહોલ આગળ વધી શકે તેવી શક્યતાઓ ઓછી છે જેના લીધે હજુ પણ ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ચોમાસાની થોડી દિવસ રાહ જોવાની રહેશે.  

Monsoon 2024: હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી

ગુજરાતનાં હવામાન વિભાગના નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલ દ્વારા પણ ચોમાસાની લઈને આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં તેમને જણાવ્યું છે કે આદર નક્ષત્રમાં ચોમાસું બેસે તો તે સારું  ગણી શકાય. જેમાં તેમને જણાવ્યું કે આગામી 17 થી 20 જૂન સુધી અરબ સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ એક્ટિવ થશે જેના લીધે તારીખ 21 થી 25 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો ખેડૂત મિત્રોએ હજુ પણ એક અઠવાડિયા જેટલી રાહ જોવી પડી શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને પણ તૈયાર થઈ જવાનું કહ્યું છે કેમ કે  ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ ચોમાસું ઠંડુ પડી જતા ખેડૂતોને રાહત મળે છે પરંતુ કેટલાક ખેડૂતો ચોમાસાની રાહ જોઈને પોતાની વાવણીની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા હતા તેમને જણાવી દઈએ કે આગામી ચાર દિવસોમાં એટલે કે 18 થી 20 જૂન પછી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે. જેથી તેઓ વાવણી માટે તૈયાર રહે જોઈએ.

Read More:- મોબાઈલ સહાય અને ગોડાઉન સહાય યોજના માટે આ તારીખથી આઈ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો – IKhedut Portal Registration 2024

Leave a Comment