Unjha Marketyardna Bhav : ઊંઝા માર્કેટયાર્ડમાં વરીયાળીના બંપર ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની હેલી, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના મસાલા પાકોના ભાવ

Unjha Marketyardna Bhav : ઊંઝા માર્કેટયાર્ડમાં વરીયાળીના બંપર ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની હેલી, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના મસાલા પાકોના ભાવ 2024 : ઊંઝા માર્કેટયાર્ડમાં વરીયાળીના બંપર ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની હેલી, અહીથી જાણો વિવિધ માર્કેટના મસાલા પાકોના ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ વરીયાળીના ભાવ 7900 એક મણના ખેડૂતોને મળ્યા હતા. જે આજના સૌથી ઊંચા ભાવ જાણવા મળે છે. આ ઉપરાંત મસાલા પાકોના ભાવમાં થોડોક ઘટાડો હોવાનું જણાઈ રહ્યું છે.

મિત્રો, ઊંઝા સમગ્ર એશિયાનું જીરાના વેપાર માટેનું મહત્વનુ માર્કેટ યાર્ડ ગણવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું,ઈસબગુલ,વરીયાળી,ધાણા,સુંવા,અજમો વગેરે મસાલા પાકોનો મોટા પ્રમાણમાં વેપાર કરવામાં આવે છે.એટલેજ ઊંઝા ગંજ બજાર જીરું સહિત મસાલા પાકોનું અંતરરાષ્ટ્રીય બજાર તરીકે સમગ્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલ છે.

હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં મસાલા પોકો જેવાકે જીરું,વરીયાળી અને અજમા જેવા પાકોની નવી આવકો શરૂ થઈ ગયેલ છે. સમગ્ર ગુજરાત ભરમાંથી મસાલા પાકોનું વાવેતર કરનાર ખેડૂતો તેમના પાકના સારા ભાવ મેળવવાની આશામાં ઊંઝા ગંજ બજારમાં પોતાનો માલ વેચવા માટે આવે છે.

આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં કયા કયા પાકો વેચાણ માટે ખેડૂતો દ્વારા લાવવામાં આવ્યા અને ખેડૂતોને તેમના પાકના કેટલા ભાવ મળ્યા તે અહીથી જાણીએ.

આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક 20925 ગુણીની રહેલ છે. જ્યારે જીરાના સારા માલના ભાવ એક મણના 6180 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.

ઊંઝા ગંજ બજારમાં ઈસબગુલની આવક આજરોજ 8224 ગુણીની રહેલ છે. જ્યારે ઈસબગુલનો બજારભાવ મુજબ  3111 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.જ્યારે વરીયાળી આવક 14875 ગુણીની હતી જ્યારે સારા માલના ભાવ 7800 રહ્યા હતા. તેમજ અજમાની આવક 2600 ગુણી રહી હતી

ઊંઝા માર્કેટયાર્ડના ભાવ :

જણસીનું નામબજારભાવ (ઊંચા )
જીરું6180
વરીયાળી7800
ઈસબગુલ3111
ધાણા1101
સુવા1254
અજમો3601
રાઈ1125
મેથી1101
સરસવ1260

 ઊંઝા ગંજ બજારમાં સૌથી ઊંચા ભાવ વરીયાળીના રહેવા પામેલ છે. વરીયાળીના સારા ભાવ મળતાં માલનું વેચાણ કરનાર અને વરીયાળીનું વાવેતર કરેલ છે તે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહેલ છે.  

ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં મસાલા પાકોના ભાવ કેવા રહ્યા તે જાણીએ

સિધ્ધપુર માર્કેટ યાર્ડના ભાવ :

જણસીનું નામબજારભાવ (ઊંચા )
જીરું
વરીયાળી1461
ઈસબગુલ1910
સુવા1304
મેથી1105

પાટણ માર્કેટ યાર્ડના ભાવ :

જણસીનું નામબજારભાવ (ઊંચા )
જીરું4497
વરીયાળી2501
ઈસબગુલ2495
સુવા1491
અજમો2941
મેથી1180

પાલનપુર માર્કેટ યાર્ડના ભાવ :

જણસીનું નામબજારભાવ (ઊંચા )
જીરું4450
વરીયાળી5700
સુવા1425

થરા માર્કેટ યાર્ડના ભાવ :

જણસીનું નામબજારભાવ (ઊંચા )
જીરું5100
વરીયાળી3000
ઈસબગુલ2310
ધાણા  1210
અજમો1900
મેથી1080

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ :

જણસીનું નામબજારભાવ (ઊંચા )
જીરું5001
વરીયાળી1501
મરચાં સુકાં6901
લસણ સૂકું2841
રાઈ1191
મેથી1271
સુવા1271
ઈસબગુલ1751
ધાણી3001
અજમો1376

મિત્રો,ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં અન્ય પાકોની સરખામણીએ વરીયાળીના ભાવ સારા મળી રહ્યા છે.જ્યારે જીરા સહિતના મસાલા પાકોમાં સરેરાશ ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવ વધવા કે ઘટવા વિશે અમે કોઈ આગાહી કરતા નથી. માત્ર ભાવની જાણકારી આપને મળી રહે તે માટે અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલી માહિતી આપના માટે અત્રે રજૂ કરીએ છે. અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !

આ પણ વાંચો : Ayushman Card Online Apply: હવે ઘરે બેઠા મેળવો 5 લાખ સુધીની મફત સારવાર, જુઓ અરજી કરવાની રીત

Leave a Comment