Variyali na bhav: ગુજરાતમાં આ માર્કેટમાં વરીયાળીના ભાવ હાઈ,જાણો વિવિધ માર્કેટયાર્ડના વરીયાળીના ભાવ

Variyali na bhav : ગુજરાતમાં આ માર્કેટમાં વરીયાળીના ભાવ હાઈ,જાણો વિવિધ માર્કેટયાર્ડના વરીયાળીના ભાવ ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં ચાલુ સિઝનની નવી વરિયાળી નું આગમન ચાલુ રહેતાં ખેડૂતોને હરાજીમાં આ વર્ષે વરિયાળીના ભાવ જીરા કરતાં વધુ મળી રહ્યા છે. ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં ચાલુ સિઝનમાં સારી ક્વોલિટીની વરિયાળીના ભાવ હંમેશા જીરા કરતાં વધુ જોવા મળ્યા છે.

ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં વરિયાળીની આવક  જોવા મળતાં હરાજીમાં સારા ભાવ મળી રહ્યા છે. જ્યારે કલર અને  બેસ્ટ ક્વોલિટીની વરિયાળી રૂપિયા 5000 થી રૂપિયા 7500 સુધી વરિયાળીના ભાવ જોવા મળી રહ્યા છે. જ્યારે હલકી ગુણવત્તા વાળી વરિયાળીના ભાવ ₹1,000 થી ₹2,000 પણ જોવા મળી રહ્યા છે.

વરીયાળીની આવક : 

આજરોજ એટલે કે તારીખ 6 મે 2024 ના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં વરિયાળીની આવક 18 ગુણની જોવા મળી હતી. જ્યારે ભાવની  વાત કરવામાં આવે તો રૂપિયા 726 થી રૂપિયા 1701 વરિયાળીનો ભાવ રહ્યો હતો. રાજકોટમાં વરિયાળીના ₹1200 થી રૂપિયા ૧૯૫૦ ના ભાવ રહ્યા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં વરિયાળીની આવક માત્ર 13 ગુણ ની રહી હતી જ્યારે વરિયાળી નો ભાવ ₹1,055 થી ₹1500 રહ્યો હતો.

વરિયાળીના ભાવમાં ઊંઝા માર્કેટયાર્ડમાં ક્વોલિટી અને કલરમાં બેસ્ટ વરિયાળીના ભાવ ખૂબ સારા મળી રહે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ વરીયાળીના ભાવ ₹1,000 થી ₹6575 મળ્યા હતા. જ્યારે વરિયાળીની આવક પણ સારી રહી હતી તારીખ 5 મે ની વાત કરવામાં આવે તો વરિયાળીના ભાવ રૂપિયા 1000 થી 7000 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે 5  મે ના રોજ વરિયાળીની આવક 11,330 ગુણીની રહી હતી. તારીખ 02/05/2024 ના રોજ ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયાળીના ભાવ રૂપિયા 7500 જોવા મળ્યા હતા. 

 ડીસા માર્કેટ યાર્ડમાં વરિયાળીના ભાવ ₹1,021 થી 1382 માર્કેટ યાર્ડ વરિયાળી નો સામાન્ય ભાવ રૂપિયા 1300 રહ્યો હતો. જ્યારે વરિયાળીની આવક 89 ગુણીની રહી હતી. થરા માર્કેટ યાર્ડમાં વરિયાળી નો ભાવ ₹1251 થી રૂપિયા 3050 ખેડૂતોને મળ્યા હતા.  જ્યારે સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં વરિયાળીના ભાવ રૂપિયા 1174 થી રૂપિયા 1546 રહ્યા હતા અને વરીયાળી ની આવક 49 ગુણની રહી હતી. બનાસકાંઠાના ધાનેરા માર્કેટ યાર્ડમાં વરિયાળીના ભાવ રૂપિયા 1111 થી ₹1700 ના ભાવ જોવા મળ્યા હતા ત્યારે વરિયાળીની આવક 205 ગુણીને રહી હતી.

ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડોમાં વરિયાળીના ભાવ – Variyali na bhav

  • પાલનપુર રૂપિયા 5000 
  • પાટણ રૂપિયા 1726
  • સિધ્ધપુર 1715
  • તલોદ 2850
  • ઊંઝા 65 75
  • થરા 3,005
  • વાંકાનેર 1450
  • મોડાસા રૂપિયા 5250

Read More:- Portable Air Conditioners: આ કાળઝાળ ગરમીમાં આ છોટુ એસી મોટી રાહત છે, કિંમત 1000 રૂપિયાથી પણ ઓછી

Leave a Comment