આ માર્કેટયાર્ડમાં આજે વરીયાળીના ભાવ ઐતિહાસિક સપાટીએ

Fennel Rate: આ માર્કેટયાર્ડમાં આજે વરીયાળીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા,જાણો વિવિધ માર્કેટયાર્ડના ભાવ ગુજરાત ના વિવિધ માર્કેટયાર્ડ માં હાલમાં નવી વરીયાળીની આવકો શરૂ થઈ છે. અને વરીયાળીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. પરંતુ કલર અને ક્વોલિટી મુજબ વરીયાળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હાલમાં વરીયાળીનો ભાવ ગુજરાતમાં સામાન્ય રીતે વરીયાળીનો ભાવ રૂપિયા 1000 થી 7000 રૂપિયા સુધીના વરીયાળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. પરંતુ આજરોજ મસાલા પાકોનું હબ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂતોને વરીયાળીના ભાવ રૂપિયા 7951 એક મણના મળ્યા છે. જે આજ સુધી મળેલા વરીયાળીના ઐતિહાસિક ભાવ ખેડૂતને મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઊંઝા માર્કેટયાર્ડના વરીયાળીના ભાવ

ગુજરાતમાં મસાલા પાકના વેચાણ અને ખરીદી માટેનું પ્રખ્યાત માર્કેટ ઊંઝા માર્કેટયાર્ડ છે. જે ભારત જ નહી પરંતુ સમગ્ર એશિયામાં સૌથી પ્રખ્યાત માર્કેટયાર્ડ છે. ખેડૂત મિત્રો પાસે મસાલા પોકોની સારી ક્વોલિટીની ખેત પેદાશો હોયતો ઊંઝા માર્કેટયાર્ડમાં તેમને સારા ભાવ મળી શકે છે.


ઊંઝા માર્કેટયાર્ડમાં વરીયાળી સિવાય જીરું,ઈસબગુલ, રાઈ,અજમો,ધાણા,સુવા,મેથી અને તલની આવક મોટા પાયે વેચાણ માટે આવે છે. અને તેમણે તેના સારા ભાવ પણ મળે છે. આ ઉપરાંત ઊંઝા માર્કેટ માંથી વિશ્વના ઘણા દેશોમાં માલની નિકાસ કરવામાં આવે છે. તેમજ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વિવિધ આયુર્વેદિક ઉત્પાદન અને મસાલા માટેની ઇન્ડસ્ટ્રીઝ અને પ્રોસેસિંગ યુનિટ પણ આવેલી છે.

ખેત પેદાશોની આવક :

આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં વિવિધ મસાલા પાકોની આવકોની વાત કરવામાં આવેતો જીરું 15545 બોરી,ઈસબગુલ 9135 બોરી, વરીયાળી 10188 બોરી જ્યારે સરસવ 65 બોરી અજમો 3424 બોરી તેમજ સુવા 500 બોરી આ ઉપરાંત તલ 129 બોરી જ્યારે ધાણા અને મેથીની આવક પણ સારી એવી રહે છે. આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં વિવિધ જણસીની આવક 38986 બોરીની થઈ હતી.

ખેત પેદાશોના ભાવ :


જ્યારે ભાવની વાત કરવામાં આવેતો આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં તારીખ : 09/05/2024 ના રોજ જીરાના ભાવ 4275 થી 6151 સુધી રહેવા મળ્યા છે. વરીયાળીના ભાવ 1025 થી 7951 જ્યારે ઇસબગુલના ભાવ 2321 થી 3181 રહ્યા હતા. સરસવ ના ભાવ 1450 થી 1500 રહ્યા હતા. તલના ભાવ 2440 થી 2580 સુધીના રહ્યા હતા. સુવા 900 થી 1800 રૂપિયા જ્યારે અજમાના ભાવ 1100 થી 3500 સુધીના રહ્યા હતા.

મિત્રો, સત્તાવાર માહિતી એકઠી કરી આપની જાણ અને સામાન્ય જ્ઞાન સારું આ લેખ લખવામાં આવ્યો છે. અમારો આ આર્ટીકલ આપને ગમ્યો હોયતો આપના અભિપ્રાય અમને કોમેંટમાં જણાવશો. આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

Leave a Comment