Wax Worms: મિત્રો દુનિયામાં સૌથી વધુ મોટી સમસ્યા પ્લાસ્ટિક પ્રદૂષણ છે ત્યારે આ પ્લાસ્ટિકનું નિકાલ કોઈપણ રીતથી ના થતો હોય હવે વૈજ્ઞાનિકોને પ્લાસ્ટિકના નિકાલ માટેનું એક વૈજ્ઞાનિક ઢબે મોટી સફળતા મળી છે જેમાં તેમને એક જંતુ એટલે કે કીડો મળ્યો છે જે પ્લાસ્ટિક ખાઈ શકે છે અને તેનું Wax Worms રાખવામાં આવેલ છે.
Wax Worms Eat Plastic
મિત્રો તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધું પ્રદુષણ પ્લાસ્ટિકથી થઈ રહ્યું છે કેમકે માણસો પોતે જ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી અને દરરોજ 3,000 જેટલા કચરાઓનો ટ્રક ભરાય તેટલો પ્લાસ્ટિક નદીઓ તળાવો અથવા મહાસાગરોમાં ફેંકી અને પાણીને પણ પ્રદૂષિત કરી રહ્યા છે. ત્યારે આ તમામ ફેંકેલા પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે વિઘટિત થતાં વર્ષો વીતી જાય છે તો જેના લીધે ગ્લોબલ વોર્મિંગ ની આશા પૂરી દુનિયા પર વર્તાઈ રહે છે અને તેના શરૂઆત પણ આપણે કયા કયા જોવા મળે છે કે આડા દિવસે પણ વાતાવરણમાં થતા પલટા અને કમોસમી વરસાદો પડી રહયા છે.
મિત્રો એક પ્લાસ્ટિકની બોટલને સડવામાં લગભગ 450 વર્ષ લાગે છે, તો પ્લાસ્ટિકની બે 10 થી 20 વર્ષ સુધીમાં સડે છે તો આ કીડો તેના સરખામણીમાં માત્ર ગણતરીના અઠવાડિયામાં જ તે પ્લાસ્ટિકનો નાશ કરે છે અને વૈજ્ઞાનિકો તેના પર શોધ કરી રહ્યા છે કે આટલી ઝડપથી પ્લાસ્ટિકનું કેવી રીતે નાશ કરે છે.
મિત્રો Wax Worms કીડા ની શોધ ત્યારે થઈ ત્યારે તે એક મધપુડામાંથી મળતા એક કિડો પોલીથીન ખાઈને જીવતો હોય છે, કેમકે મધપૂડાના મીણામાં થોડો પ્લાસ્ટિકનો ભાગ રહેતો હોય છે અને તે પ્લાસ્ટિકનો બેગમાં આવતા પોલીથીન એક પ્રકારનો ભાગ છે.
મિત્રો કીડા ની શોધ ની શરૂઆત ત્યારે વર્ષ 2017 માં થઈ હતી ત્યારે એક સાયન્ટિસ્ટ દ્વારા મધપૂડામાંથી મીનના કીડાઓને બહાર કાઢી અને એને એક પોલિથલની થેલીમાં મૂક્યા હતા ત્યારબાદ થોડા સમય પછી તેમને જોયું કે પોલિથીલની બેગમાં નાના કાણા હતા અને તેમને લાગ્યું કે તેઓ પોલીથીનના થેલીને ખાઈ શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. જેથી કરીને ત્યારથી સંશોધન કરવામાં આવી રહ્યું છે
મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2021 માં મીણના કીડા કેવી રીતે કામ કરે છે તે સંપૂર્ણ રીતે સમજવા માટે એક સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 60 જેટલા આ કીડાઓને 30 ચોરસ સેન્ટીમીટર પ્લાસ્ટિકની થેલી માં રાખવામાં આવ્યા હતા તેઓ માત્ર એક જ અઠવાડિયા કરતા ઓછા સમયમાં તે થેલીને ખાઈ ગયા હતા અને તેઓ આ પ્લાસ્ટિકની ચાદર ખાઈને તેમનું ઉત્સર્જન બદલાઈ ગયું અને વધુ પ્રવાહી બની ગયું હતું. ત્યારબાદ કચરામાં તેમને ગ્લાયકો અને એક પ્રકારનું આલ્કોહોલ મળ્યું હતું.
મિત્રો વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ આ Wax Worms ના શરીરમાં ઉત્સર્જકો નીકળે છે જે પ્લાસ્ટિકના અણુઓને તોડી નાખે છે અથવા તેના શરીરમાં જોવા મળતા કેટલાક ખાસ પ્રકારના બેક્ટેરિયા તેને પ્લાસ્ટિકનું પચાવવામાં મદદ કરતા હોય તેવું લાગી રહ્યું છે .
મિત્રો આ સંશોધન પરથી વૈજ્ઞાનિકો માત્ર એજ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કીડાઓના આંતરડામાં એવું તે કઈ બેક્ટેરિયા છે જેના મદદથી પ્લાસ્ટિકને તોડવા માટે મદદ કરી રહ્યું છે. કેમ કે વૈજ્ઞાનિકો પણ એવી ટેકનોલોજી અપનાવી શકે જેના મદદથી પ્લાસ્ટિકના કચરાનો સંપૂર્ણ રીતે નાશ કરી શકાય.
Read More:- Coaching Help Scheme: ગુજરાત સરકારની કોચિંગ સહાય યોજનામાં ફોર્મ ભરી મેળવો 20000 ની સહાય
તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અને વધુ માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહેજો, આભાર.