Old Land Records: મિત્રો અત્યારના જમાનામાં દરેક વ્યક્તિ જમીન ખરીદવા માંગે છે પરંતુ જમીનની કિંમતો દિવસેને દિવસે વધતી જતી હોય અને લોકો ખરીદવા માટે તડાપડી કરતા હોય ઘણી વખત એવી જમીન પણ ખરીદી લે છે જેના રેકોર્ડ બરાબર ના હોય તો છેલ્લે તેમને પોતાના પૈસા ગુમાવવા પડતા હોય છે. જેથી કોઈપણ જમીન ખરીદતા પહેલા તેના જુના 7/12 અને રેકર્ડ તપાસવા જરૂરી છે તો આજે આપણે આ લેખના માધ્યમથી જમીનના જુના રેકોર્ડ કેવી રીતે તપાસવા તેની સંપૂર્ણ માહિતી મેળવીશું
અત્યારે ડિજિટલ જમાનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ રેકોર્ડો ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જમીનના 50 વર્ષ કે તેથી વધુ જુના રેકોર્ડ ઓનલાઇન મેળવી શકશે તો આજે આપણે જુના હસ્ત લેખિત રેકોર્ડ અને જુના 7/12 ઓનલાઇન કેવી રીતે મેળવવા તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
Old Land Records Gujarat
મિત્રો, થોડા વર્ષ અગાઉ જે લોકોને જમીન સંપાદિત માહિતી મેળવવા લેકોએ મહેસુલી કચોરીઓની મુલાકાત લેવી પડતી અને અત્યારે પણ ઘણા બધા લોકોને ખબર નથી કે મહેસુલ વિભાગ દ્વારા જુના તમામ રેકોર્ડ ઓનલાઈન મુકાઈ ગયેલ છે પરંતુ તેઓ હજુ પણ કચેરીના ધક્કાઓ ખાતા રહે છે અને પોતાનો કિંમતી ટાઈમ વ્યર્થ કરે છે. તો અહીંથી અમે જૂના રેકોર્ડ ઓનલાઈન કેવી રીતે મેળવવા તેની સંપૂર્ણ માહિતી આજે તમારી સાથે શેર કરીશું જેથી તમારો કીમતી ટાઈમ બચી શકે.
જૂના જમીન રેકોર્ડ ઓનાલાઇન કેવી રીતે જોવા?
જુના જમીનના રેકોર્ડ જેવા કે 7/12, નંબર 6 અને 8-એ વગેરે હવે તમે રાજ્યને મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ANYROR પોર્ટલની મદદથી ઓનલાઇન મેળવી શકશો જેના માટેની સંપૂર્ણ વિગત નીચે આપેલ છે.
- જુના જમીન રેકોર્ડ ( Old Land Records Gujarat) મેળવવા માટે સૌપ્રથમ તમારે ગુજરાત સરકારના anyror.gujarat.gov.in પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
- ત્યારબાદ હોમ પેજ પર તમને જમીન રેકર્ડ જોવા માટેની ગ્રામ્ય અને શહેરની અલગ અલગ લિંક મળશે.
- જેના પર ક્લિક કરીને તમે નવા પેજ પર ડાયરેક્ટ થશો, જેમાં તમારે જુના સ્કેન કરેલા 7/12 અથવા નંબર 6, જે તમે મેળવવા માંગતા હોય તે પસંદ કરવાના રહેશે.
- હવે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે
- ત્યારબાદ તમારું કેપ્ચા કોડ દાખલ કરી “Get Records Details” બટન પર ક્લિક કરો
- હવે તમારી સ્ક્રીન ઉપર તમને જે તે સર્વે નંબરના જુના રેકોર્ડ પ્રસિદ્ધ થશે.
- આ પ્રસિદ્ધ થયેલા રેકોર્ડમાં તમને વર્ષ પ્રમાણે ફોક જોવા મળશે. જેમાંથી તમે કયા વર્ષના રેકોર્ડ જોવા માંગો છો તેની સામે વ્યુ પીડીએફ ઓપ્શન પર ક્લિક કરી અને તે વર્ષના જુના રેકોર્ડ તમારી સામે પ્રદર્શિત થશે.
મિત્રો આવી રીતે તમે તમારા જુના રેકોર્ડ ઓનલાઇન માધ્યમથી જોઈ શકો છો પરંતુ તમે આ રીતથી જુના રેકર્ડ ડાઉનલોડ કરી શકશો નહીં અને જો તમે જુના રેકોર્ડ ડાઉનલોડ કરવા માગતા હો તો તમે આ પોર્ટલની મદદથી ડિજિટલ સાઇન રેકોર્ડ પસંદગી કરી અને ઓનલાઇન અરજી કરી શકો છો.
Read More:- પોસ્ટ ઓફિસ સ્કીમમાં 15 લાખનું રોકાણ કરો અને તમને 5 વર્ષ પછી 22 લાખ રૂપીયા મળશે
તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી અને જમીન સંપાદિત વધુ માહિતી જો તમે મેળવવા માગતા હો તો તમે અમને નીચે આપેલ કોમેન્ટ બોક્ષ ની મદદ થી કોમેન્ટ કરી અને તમારો અભિપ્રાય જણાવશો. જેથી કરીને અમે આવી વધુ માહિતીઓ તમારી સાથે શેર કરતા રહીએ, આભાર.