Wheat Price: ગુજરાતના આ માર્કેટયાર્ડમાં ઘઉંના ઊંચા ભાવ બોલાયા, અહીથી જાણો ગુજરાતનાં માર્કેટ્યાર્ડમાં ઘઉંની આવકો અને બજાર ભાવ

Wheat Price: ઘઉંને અનાજનો રાજા છે. ભારતમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે  જે ઘરમાં વર્ષમાં  ઘઉંની વાનગી બનાવવામાં નહીં આવતી. વારે તહેવારે સમગ્ર દેશમાં ઘઉનો ઉપયોગ થતો  હોય છે.  ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવા ઘઉં બજારમાં આવતાં ગૃહિણીઓ પોતાના ઘર માટે જરૂરી હોય તેટલા બારમાસ માટે અથવા સગવડ મુજબ ખરીદી કરતાં સીજનની શરૂઆતમાં ઘઉંની ખૂબ માગ રહે છે. અને ખેડૂતોને તેમના માલના સારા ભાવ પણ મળે છે.

Wheat Price

પરંતુ સ્થાનિક ખરીદી હવે લગભગ પૂરી થવા આવતાં ગુજરાતનાં વિવિધ  વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉંની આવકમાં પણ ઘટાડો જોવા મળે છે. તેમજ હાલમાં ગુજરાતનાં ઘણાંય માર્કેટ યાર્ડોમાં ઘઉની આવકો પણ બંધ થવાના આરે દેખાય છે ત્યારે આજરોજ ગુજરાતનાં કયા માર્કેટ યાર્ડમાં ઘઉની આવક કેટલી રહી અને ઘઉના બજાર ભાવ કેટલા રહ્યા તે અહીથી જાણીએ.

માર્કેટયાર્ડમાં ઘઉની આવક :

આજરોજ ગુજરાતની મહત્વના માર્કેટયાર્ડમાં ઘઉંની આવકોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજરોજ તારીખ 27/04/2024  ના રોજ ગુજરાતના પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંની આવક 967 ગુણીની થઈ હતી જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ 430 રૂપિયા રહ્યો હતો. સારા ઘઉંની આ કિંમત રૂપિયા 700 ખેડૂતોને મળી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મહત્વનું ગણાતું  રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ રૂપિયા 483 થી 570 નો રહ્યો હતો જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ 460 થી 660 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. 

વિસનગર માર્કેટ યાર્ડમાં ગઈકાલના ઘઉંની આવક 1163 ગુણીની જોવા મળી હતી. જ્યારે વિસનગર ગંજ બજારમાં ઘઉંનો ભાવ ₹605 રહ્યો હતો. જ્યારે થરા માર્કેટ યાર્ડમાં ઘઉંના ઉંચા ભાવ 670 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. તો મિત્રો ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડોમાંથી ઘઉની આવકો ધીમે ધીમે ઘટી રહી છે.  કેમકે સ્થાનિક ખરીદારોએ નવા ઘઉંની આવક થતાં જ પોતાને જરૂરી હોય તેટલા ઘઉં ખરીદી લેતા સ્થાનિક ખરીદી પણ ઓછી જોવા મળે છે.

ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉંનાં બજાર ભાવ :

માર્કેટયાર્ડનું નામઘઉના ભાવ ઊંચા
રાજકોટ માર્કેટયાર્ડ570
અમરેલી માર્કેટયાર્ડ570
પાટણ  માર્કેટયાર્ડ700
ડીસા  માર્કેટયાર્ડ620
થરા  માર્કેટયાર્ડ670
બોટાદ  માર્કેટયાર્ડ608
જુનાગઢ  માર્કેટયાર્ડ536
જામનગર માર્કેટયાર્ડ549
હીમતનગર  માર્કેટયાર્ડ686
ગુંદરી  માર્કેટયાર્ડ551
દિયોદર  માર્કેટયાર્ડ582
ગોંડલ  માર્કેટયાર્ડ666
આ પણ વાંચો : ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવકોમાં વધારો અહીથી જાણો કેરીના બજાર ભાવ – Gondal Market Yard Mango Price

મિત્રો, આજરોજ ગુજરાતનાં માર્કેટયાર્ડ માં જોવા મળતા ( Wheat Price ) ભાવ જોતાં ઉત્તર ગુજરાતના મહત્વના પાટણ માર્કેટ યાર્ડમાં ઘઉંનાં સૌથી વધુ ભાવ જોવા મળેલ છે. મિત્રો અમોને મળતા વિવિધ માર્કેટયાર્ડના બજાર ભાવ આપના માટે અમે શેર કરીએ છીએ. આપને અમારી બજાર ભાવની માહિતી કેટલી ઉપયોગી અને કેવી લાગી છે. તે અમોને કોમેંટમાં  અચૂક જણાવશો આપનો ખૂબખૂબ આભાર !

Leave a Comment