Millet Cultivation : બાજરીમાં ઈયળનું નિયંત્રણ : ગુજરાતમાં ઉનાળુ બાજરી મહત્વનો પાક છે. બાજરીના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં રાજસ્થાન પછી ગુજરાત બીજો નંબર ધરાવે છે. બાજરીમાં દાણો બેસવાની અવસ્થાએ આવતી ગાભમારાની લીલી ઇયળનું અસરકારક નિયંત્રણ કરવાના અસરકારક ઉપાયો વિશે આજે જાણીએ.
નમસ્કાર મિત્રો ! બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં ઓછાવત્તા અંશે ઉત્પાદન લેવામાં આવે છે. સૌથી વધુ વાવેતર કરી ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસા,ધાનેરા,કાંકરેજ,દિયોદર,વાવ અને થરાદ સહિત પાટણ,મહેસાણા જિલ્લાઓનો સમાવેશ થાય છે. બાજરીના પાકને ગોરાડું અને હલકા પ્રકારની તથા અહીનું ગરમ અને હુફાળું વાતાવરણ બાજરીના પાકને ખૂબ માફક આવે છે.
બાજરીનું ઉત્પાદન :
બાજરીના પાકમાં યોગ્ય માત્રામાં વાવેતર પહેલાં છાણીયું ખાતર,ઘન જીવામૃત અને જીવા મૃત આપવામાં આવે અને નિયમિત જરુરીયાત મુજબ પાણી આપવામાં આવેતો બાજરીનું ઉત્પાદન વિધા દીઠ 40 થી 50 મણ અને એકરદીઠ 70 મણ અથવા વધુનું ઉત્પાદન આપે છે.બાજરીના પાકને પાકૃતિક ગાય આધારિત ખેતી પધ્ધતિથી તૈયાર કરવાથી પણ સારું ઉત્પાદન મળે છે.
બાજરીના ઉત્પાદન ઉપર માઠી અસર કરતાં પરિબળોનું યોગ્ય નિયંત્રણ કરીને ઉત્પાદન ઓછું થવાની સ્થિતિને ટાળી શકાય છે. ડૂંડામાં દાણા બેસવાની સ્થિતિએ આ સમયે થતું નાની ઈયળો સહિત ગાભમારાની ઈયળોનું નિયંત્રણ કરવામાં આવેતો બાજરીના પાકમાં ધાર્યું ઉત્પાદન મળી શકે છે.
બાજરીના પાકમાં પાકૃતિક રીત ઈયળ નિયંત્રણના અસર કારક ઉપાયો :
- પક્ષીઓ ખેડૂતનાં સાચાં મિત્ર છે ઇયળ અને કિટકો તેમનો પ્રિય ખોરાક છે. પક્ષીઓ દ્વારા ઇયળ નિયંત્રણએ સૌથી કુદરતી ઉપાય છે. પહેલાંના સમયમાં આપણે ત્યાં ખેતર ફરતે ગાઢ વૃધ્ધો અને ઝાડ ઝાંખરાની ગીચ વાડ હતી. આધુનિકતાના નાદમાં આપણે વાડો કાઢીને કાંટાળા તારની વાડો બનાવી હવે પક્ષીઓનું આશ્રય સ્થાન ના રહેતાં તે ચાલ્યાં ગયાં અને ઓછાં થયાં. જો પક્ષીઓને બેસવા માટે બાજરીના પાકમાં ટી આકારનાં સ્ટેન્ડ બનાવી પક્ષીઓને બેસવાની વ્યવસ્થા કરવી.
- ફેરામેન ટેપ દ્વારા કિટકોનું નિયંત્રણ કરવું.
- કોઈ પણ રસાયણ વગરની પ્રાકૃતિક દવાઓ નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર ઘરે બનાવી એક પૈસો ખર્ચ કર્યા વગર બનાવો અને બાજરીના પાક ઉપર છંટકાવ કરી કિટકો અને ઈયળોનું નિયંત્રણ કરવું.
મિત્રો, મોઘાં રાસાયણિક જંતુ નાશકો છાંટવાના અનેક નુકસાન જોવા મળી રહ્યાં છે. જે ખોરાક ખાનાર અને જમીન બંનેનો નાશ કરી રહ્યાં છે. રાસાયણિક દવાઓ કરતાં પણ વધુ સારું પરિણામ આપનાર પ્રાકૃતિક મફતમાં ઘરે બનતાં પાક સંરક્ષકોનો ઉપયોગ કરો તેવી વિનંતી કરું છું. આ પધ્ધતિ કૃષિ ઋષિ પદ્મશ્રી સુભાષ પાલેકરજી અને ગુજરાતના રાજયપાલ આદરણીય દેવવ્રતજી દ્વારા ભલામણ કરાયેલી પાક સંરક્ષકો પૈકીની નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત અહી જણાવી રહ્યો છું.
નિમાસ્ત્ર બનાવવાની રીત :
લીમડાનાં પાન 5 kg અથવા સુકાયેલી લીંબોળી 5 કિલો, પાંચ લિટર ગૌમૂત્ર,1 કિલો દેશી ગાયનું છાણ, લીમડાના પાન અથવા લીંબોળીને બરાબર ખાંડી ત્યારબાદ તેમાં ગૌમુત્ર અને ગાયના ગોબર અને મિસ કરી 100 l પાણીમાં નાખી બરાબર હલાવો હવે તેને 48 કલાક સુધી પડ્યું રાખવાનું છે પરંતુ દિવસ દરમિયાન ત્રણ વખત હલાવતા રહેવાનું છે 48 કલાક પછી તેને કપડાથી ગાળી ઉપયોગમાં લઈ શકો છો.
બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત :
10 લીટર ગૌમુત્ર ૩ કિલો લીમડાના પાન. 2 કિલો કરંજનાં પાન. જો કરંજનાં પાન ના મળે તો એની જગ્યાએ બીજા 2 કિલો લીમડાના પાન લો. 2 કિલો સીતાફળનાં પાન. 2 કિલો સફેદ ધતુરાના પાન.હવે બધા પાનને બરાબર ખાંડી લેવાના છે.ત્યારબાદ તેને ગૌમૂત્રમાં ભેળવી અને વાસણને બરાબર ઢાંકી એક વાસણમાં ચૂલા ઉપર બરાબર ઉકાળવાનું છે. ત્રણ ચાર વખત ઉભરા આવે પછી તેને ઉતારી લઈ, 48 કલાક સુધી ઠંડુ પડવા દેવાનું છે. ત્યારબાદ કપડાથી ગાળી અને બીજા વાસણમાં લઈ લ્યો. આ થઈ ગયું બ્રહ્માસ્ત્ર.તેનો ઉપયોગ કરવા માટે 100 લીટર પાણીમાં 2 અથવા 2.5 લિટર બ્રહ્માસ્ર ભેળવી પાક પર છંટકાવ કરો.
Read More : માર્કેટ યાર્ડોમાં જીરાના ભાવ અને આવકોમાં ઘટાડો, અહીથી જાણો આજના જીરાના ભાવ
મિત્રો પ્રાકૃતિક ખેતીમાં કીટક અને રોગ નિયંત્રણનાં અનેક અસરકારક ઉપાયો આપવામાં આવેલ છે. તેને અપનાવી આરોગ્ય પ્રદ ઉત્પાદન મેળવો અને આપણી જમીન અને પર્યાવરણનું રક્ષણ કરીએ. આપના અભિપ્રાયો અને ખેતી અંગે કોઈ મૂંઝવણ અથવા પ્રશ્ન હોયતો પણ કોમેન્ટ કરી જણાવશો, આપનો આભાર !