KYC Update: મિત્રો તાજેતરમાં સેબી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવેલ છે. જેના અંતર્ગત હવે જે લોકોએ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ખાતા બંધ થઈ શકે છે અને તેઓ પોતાની રોકાણની રકમ ઉપાડી શકશે નહીં. જે લોકો બેંક વિગતો, અન્ય બિલો અને જરૂરી દસ્તાવેજ નો ઉપયોગ કરીને કેવાયસી કરતા હતા તેઓના ખાતા બંધ થઈ શકે છે. અને જ્યાં સુધી આ લોકો પોતાનું નવું EKYC અપડેટ નહીં કરાવે ત્યાં સુધી પૈસા ઉપાડવાની પરવાનગી પણ મળશે નહીં અને નવું રોકાણ પણ કરી શકશે નહીં.
KYC Update
સેબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકો આવી રીતે કેવાયસી કર્યું છે તેવા કુલ લગભગ 1.3 કરોડ ખાતાઓ છે અને રોકાણકારો તેનો ઉપયોગ કરીને સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વ્યવહારો કરી શકશે નહીં. કારણ કે સેબી ને આ નિયમોનું ઉલ્લઘન થઈ રહ્યું છે. અને આ કેવાયસી પરથી જાણવા મળ્યું કે હજુ પણ કેવાયસીને વર્ગીકૃત કરવાની જરૂરિયાત છે જેને લીધે રોકણકારો પોતાનો પાન અને આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરી શકે છે.
કરોડો લોકોના KYCના અભાવના કારણે ખાતા બંધ થયા
મિત્રો આ એવા લોકો છે જે લોકો યુટીલીટી બીલ અને બેંક ખાતાની અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને કેવાયસી કર્યું હતું અને જે સેબી ના નિયમો મુજબ માન્ય દસ્તાવેજો નથી ગણાતા, જેથી કરીને હવે આ તમામ ખાતાધારકોને પોતાનું કેવાયસી અપડેટ કરવું પડશે.
એક એપ્રિલથી અમલમાં આવેલા KYC Update પ્રક્રિયાને હેઠળ કેવાયસી ને હવે ત્રણ શ્રેણીમાં વિભાજીત કર્યું છે. જેમાં માન્ય, નોંધાયેલ અને હોલ્ડ પર હોય તેવી રીતે કેવાયસીઓની અલગ અલગ વિભાજિત કર્યા છે
મિત્રો સેબીના અધિકારીના જણાવ્યા મુજબ હવે રોકાણકારોને પાનકાર્ડ, આધારકાર્ડ, ઇમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર ની મદદથી કેવાયસી કરવવું જરૂરી રહેશે. જેના મુજબ અત્યારના તાજા રિપોર્ટ જોવામાં આવે તો કુલ 11 કરોડ રોકાણકરોમાંથી 9 કરોડ એટલે કે 73% લોકો માન્ય કેવાયસી શ્રેણીમાં આવે છે, જ્યારે અન્ય 1.6 કરોડ લોકો આ શ્રેણીમાં આવતા નથી.
જે રોકાણકારો હવે માન્ય શ્રેણીમાં આવવા માગતા હોય તેઓએ પોતાનું કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે અને જેના લીધે તેઓ રોકાણની પ્રક્રિયા ચાલુ કરશે અને પોતાનો રોકાણના નાણા પણ ઉપાડી શકશે. તો હવે મિત્રો તમારે જો ખાતો હોલ્ડ થયું હોય તો તમે જલ્દીથી KYC Update ની પ્રક્રિયા પૂર્ણ કરી અને જરૂરી દસ્તાવેજો સાથે તમારું આ ખાતું ફરીથી ચાલુ કરાવી શકો છો.
તો મિત્રો આજે આપણે આ લેખમાં જોયું કે જે લોકો અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઈ-કેવાયસી કરાવતા હતા. તેઓ હવે માન્ય શ્રેણીમાં નહીં આવે તેના કારણે તેઓ પોતાને રોકાણની રકમ અને જરૂરી રોકડનો લાભો મેળવી શકશે નહીં. જેના લીધે તેઓએ હવે ફરજિયાત માન્ય શ્રેણીમાં આવવા માટે ઈ-કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે જેના માટે પોતાનું પાનકાર્ડ અને આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર ને લીંક કરવો જરૂરી છે.
Read More:- SPIPA Exam Date 2024: હવે ગુજરાતના યુવાઓને કલેક્ટર અને ડીએસપી બનતાં કોઈ નહી રોકી શકે, બસ ભરી દો આ ફોર્મ
જો તમને આ KYC Update ની માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરો અને કેવાયસી સંબંધિત વધુ માહિતી માટે અમારી આ વેબસાઈટ ને મુલાકાત લેતા રહો, આભાર.