SPIPA Exam Date 2024: હવે ગુજરાતના યુવાઓને કલેક્ટર અને ડીએસપી બનતાં કોઈ નહી રોકી શકે, બસ ભરી દો આ ફોર્મ

SPIPA Exam Date 2024: સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા દ્વારા UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025 તેમજ બીજી ગ્રુપ A ની વિવિધ કેન્દ્રીય સેવાઓ માટેની પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતા પ્રશિક્ષણ વર્ગ 2024-25 માટે લાયકાત ધરાવતા અને પ્રશિક્ષણ મેળવવા ઇચ્છુક સ્પીપામાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો ની પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ મેળવવા માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત અનુસંધાને પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો આજ રોજ એટલે કે 1 મેથી 31 મે 2024 સમય 23:59 સુધી તેમની અરજી ઓજસ વેબસાઈટ પર ઓનલાઇન સબમિટ કરી શકે છે.

SPIPA Exam Date 2024

મિત્રો આપ સૌ જાણતા જશો કે સ્પીપા ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની UPSCની IAS,IPS,IFS વગેરે અને બીજી ગ્રુપ A ની કેન્દ્રીય સેવાઓમાં ઉમેદવારો SPIPA ના પ્રશિક્ષણ મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કરી શકે તે માટે કેન્દ્રની યુ.પી.એસ.સી. અને બીજી મહત્વની ગ્રુપ Aની સેવાઓમાં જોડાવા સારું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતો ફ્રી શિક્ષણ કોચિંગ વર્ગ છે. સ્પીપા ની ઉત્કૃષ્ઠ કામગીરી અને ઉત્તમ કોચિંગ થકી ગુજરાતના યુવાનો હવે કેન્દ્રની મહત્વની સેવાઓમાં તેમનું યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતનાં 26 યુવાનોએ UPSC ની મહત્વની પરીક્ષામાં સફળતા મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. મિત્રો આપ પણ UPSC જેવી મહત્વની પરીક્ષાની તૈયારી કરી સરકારની મહત્વની સેવામાં જોડાવા ઉત્સુક છો તો આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાવું જોઈએ. આપ નિયત સમયમાં અરજી કરી સ્પીપાના પ્રશિક્ષણ વર્ગમાં જોડાઈ શકો છો.

આ પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારો તારીખ 01/05/2024 થી તારીખ 31/05/2024 સુધી OJAS ની વેબસાઈટ પર પોતાની અરજી સબમીટ કરી શકે છે. સ્પીપાની આ પરીક્ષામાં મેરિટમાં આવતા ઉમેદવારોને સ્પીપા દ્વારા ચાલતા પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગર, વગેરે જગ્યાએ ચાલતા વર્ગો પૈકી વર્ગોમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે અનામત સંવર્ગના ઉમેદવારો માટે કેટલીક જગ્યાઓ પણ અનામત રાખવામાં આવે છે. પરંતુ અનામત જગ્યાઓની સંખ્યા વિશે સ્પીપા દ્વારા હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી. જે પરિણામ તૈયાર થયે જણાવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

SPIPA દ્વારા ચલાવાતા પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોની લાયકાતની સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ. સ્નાતક ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પણ ઉમેદવારી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.જોકે તેમને પ્રવેશ આપવામાં માટે SPIPA દ્વારા પાછળથી નિર્ણય લેવામાં આવી શકે છે. જે ઉમેદવારોની પરીક્ષા માટે ઉપસ્થિત થવા માંગે છે તેમણે ગુજરાતમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, અથવા સ્નાતકની લયકાત ગુજરાતમાંથી મેળવેલ હોવી જોઈએ. અથવા છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયેલા હોવા જોઈએ.

વય મર્યાદા :

વય મર્યાદા ની વાત કરવામાં આવે તો સ્પીપા દ્વારા લેવાનાર કસોટીમાં ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોની વય ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધીની હોવી જોઈએ. બિન અનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઉપલી વહી મર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. પરંતુ સામાજિક અને શૈક્ષણિક પછાત દ્વારા ના ઉમેદવારોને વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. તેમજઅનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળી શકશે. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળશે જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળી શકશે.

Read More:- વિશ્વનો પ્રથમ મોબાઈલ કોણે બનાવ્યો, ભારતમાં પ્રથમ મોબાઈલ ક્યારે આવ્યો?

પરીક્ષા ફી :

સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે ₹300 ભરવાના રહેશે. જ્યારે અનામત સંવર્ગમાં સમાવેશ થતા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે ₹100 ચૂકવવાના રહેશે. અરજી ફી ઓનલાઈન માધ્યમથી જ ચૂકવવી જોઈશે. અરજી સબમીટ કર્યા પછી OJAS વેબસાઇટ પર અરજી ફી નું ઓપ્શન પસંદ કરી ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી તારીખ: 31/15/2024 રાત્રિના 12.00 વાગ્યા સુધીમાં તેમની અરજી અને પરીક્ષા સબમીટ કરી દેવી જોઈશે.

અરજી કરવાની રીત :

  • ઉમેદવારો OJAS વેબસાઈટના માધ્યમથી સ્પીપામાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ ઉમેદવારોએ ઓજસ વેબસાઈટ પર જઈ સ્પીપા દ્વારા આપવામાં આવેલી કસોટી નું નોટિફિકેશન શોધવાનું રહેશે.
  • સૌપ્રથમ નોટિફિકેશન ડાઉનલોડ કરી ઉમેદવારોએ કાળજીપૂર્વક વાંચી જવાનું રહેશે.
  • ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર જઈ પોતાની અરજી કાળજીપૂર્વક ભરવાની રહેશે.
  • હવે અરજી સંપૂર્ણ ભરાઈ ગયા પછી ઉમેદવારોએ પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝ નો ફોટો, અને સહીનો નમુનો, નિયત ફોર્મેટ માં અપલોડ કરવાનો રહેશે.
  • હવે ઉમેદવારોએ ફરીથી અરજી ફોર્મ ની ચકાસણી કરી યોગ્ય લાગે પછીજ તેને કન્ફર્મ કરવાનું રહેશે.
  • અરજી કન્ફર્મ થઈ ગયા પછી ઉમેદવારોએ ઓનલાઇન ફી ઓપ્શન પસંદ કરી ઓનલાઇન માધ્યમથી નેટબેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, વગેરે દ્વારા જો ફી ભરવાની થતી હોય તો ઓનલાઇન ફી ભરી ચલણની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
  • ઉમેદવારો તેમની અરજી અને ફીના ચલણની પીડીએફ ફોર્મેટમાં નકલ ને તેમના કોમ્પ્યુટર અથવા મોબાઈલના ડ્રાઈવ માં સુરક્ષિત રાખી શકે છે. અથવા પ્રિન્ટ પણ મેળવી શકે છે.

Read More:- CBSE Board Result 2024: CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો જાહેર, અહિંથી ચેક કરો

સ્પીપા દ્વારા લેવામાં આવનાર કસોટીની તારીખ 23 જૂન 2024 જાહેર કરવામાં આવી છે. સ્પીપા કોચિંગ વર્ગમાં ઉપસ્થિત થવા અરજી કરતાં પહેલાં સત્તાવાર નોટિફિકેશન માં જણાવેલ અરજી કરવાની લાયકાત,પરીક્ષા સિલેબસ વગેરે જાણકારી મેળવવા માટે સૂચનાઓ ડાઉનલોડ કરવા વિનંતી છે.

Leave a Comment