Railway Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સમાં વિવિધ 4660 જગ્યાઓ માટે બંપર ભરતી, આજે જ અરજી કરો

Railway Recruitment 2024: ભારતીય રેલવે પ્રોટેકશન ફોર્સમાં ભરતી.રેલવેની રાષ્ટ્રીય સંપતિ અને મુસાફરોને સુરક્ષા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો આપ નોકરી ની શોધમાં છો અને રેલવેની નોકરીમાં જોડાઈને રાષ્ટ્ર સેવામાં જોડાવાની ઈચ્છા ધરાવતા હોવ તો આપના માટે આ સુવર્ણ તક છે. આપ નિયત સમય પહેલાં અરજી ફોર્મ ભરી નાખવું જોઈએ.  

ભારતીય રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા 15 એપ્રિલ 2024 થી સબઇસ્પેક્ટર અને કોન્સ્ટેબલની બમ્પર જગ્યાઓ માટે ભરતી કરવા સારું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અમે  આપને ભરતી માટેની વિગતવાર જગ્યાઓ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અને અરજી કરવાની રીત વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

Railway Recruitment 2024

સંસ્થાઈન્ડીયન રેલ્વે વિભાગ
કુલ જગ્યાઓ૪૬૬૦
પોસ્ટકોન્સ્ટેબલ અને સબ ઈંસ્પેક્ટર
અરજી પ્રકિયાઓનલાઈન
અરજીની શરૂઆત૧૫ એપ્રિલ ૨૦૨૪
સત્તાવાર સાઈટrpf.indianrailways.gov.in

જગ્યાઓની વિગત :

સબ ઇન્સ્પેક્ટરની 452 જગ્યાઓ પૈકી અનામત સંવર્ગના ઉમેદવારો માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. આ મુજબ 68 જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે.  અનામત સંવર્ગના અનુસૂચિત જાતિના પુરુષોની 57 જગ્યાઓ અનુસૂચિત જનજાતિના પુરુષોની 28 જગ્યાઓ ઓબીસી 104 જગ્યાઓ તેમજ ઈડબલ્યુએસ 38 જગ્યાઓ કુલ જગ્યાઓની 10% જગ્યાઓ માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવેલી છે. મહિલાઓની અનામત જગ્યાઓની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ 10 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ 05 જગ્યાઓ ઓબીસી 18 જગ્યાઓ ઈએસડબલ્યુ 07 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. વિગતવાર માહિતી માટે આપ સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો

કોન્સ્ટેબલની 4,208 જગ્યાઓ પૈકી 631 જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે. તે પૈકી અનુસૂચિત જાતિ 38 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ 268 જગ્યાઓ, ઓબીસી 966 જગ્યાઓ,ઈએસડબલ્યુ  357 જગ્યાઓ તેમજ 420 જગ્યાઓ માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવેલી છે. જ્યારે મહિલાઓની અનામત જગ્યાઓની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ 95 જગ્યાઓ, એસટી 47 જગ્યાઓ, ઓબીસી 170 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ 63 જગ્યાઓ તેમજ માજી સૈનિકોની 10% જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.  વિગતવાર માહિતી આપ સત્તાવાર નોટિફિકેશનમાં જોઈ શકો છો

શૈક્ષણિક લાયકાત :

સબઈન્સ્પેકટર ની જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીની સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ. જ્યારે કોન્સ્ટેબલ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 માન્ય પરીક્ષા બોર્ડની એસ.એસ.સી. ની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત આ ઉપરાંત જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં સબ ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા જોઈએ તો ઉમેદવાર પહેલી જુલાઈ 2024 ના રોજ ની સ્થિતિએ ઇસ્પેક્ટર માટે 20 વર્ષથી 28 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ કોન્સ્ટેબલ માટે 18 વર્ષથી 28 વર્ષ સુધીની ઉમર રાખવામાં આવી છે.

પગાર ધોરણ :

રેલવે  પ્રોટેક્શન ફોર્સમાં ભરતી માટે પગાર ધોરણ રૂપિયા 35400 સબ ઈન્સ્પેકટર પે મેટ્રિક્સ લેવલ  6 જ્યારે કોન્સ્ટેબલ માટે નો પગાર ₹21,700 પે મેટ્રિક્સ લેવલ 3  આપવામાં આવશે.

 અરજી ફી :

રેલવે પ્રોટેકશન ફોર્સની સબ ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલની ભરતીમાં  ઉમેદવારો માટે અરજી ફી નું ધોરણ સામાન્ય અને ઓબીસી તથા  ઈ ડબ્લ્યુ એસ સવારના ઉમેદવારો માટે રૂપિયા 500 રાખવામાં આવ્યું છે. જ્યારે અનામત સંવર્ગના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે રૂપિયા 250 ફી રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ તેમની ફી ઓનલાઈન મોડ માં ભરવાની રહેશે.

અરજી કરવાની રીત :

  • ઉમેદવારો સૌપ્રથમ રેલવે પ્રોટેક્શન ફોર્સ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ APPLY  પર બટન પર ક્લિક કરતાં તેમને એકાઉન્ટ બનાવવાનું કહેવામાં આવશે.
  • અથવા પહેલેથી જ એકાઉન્ટ બનાવેલું છે તો તે એકાઉન્ટના માધ્યમથી તેઓ લોગીન થઈ અરજી કરવા માટે ફોર્મ ઓપન કરવાનું રહેશે.
  • હવે તેમને ફોર્મની  વિગતો કાળજીપૂર્વ ફરવાની રહેશે.
  • તમામ વિગતો કાળજી પૂર્વક ભરાઈ ગયા પછી અપલોડ કરવાના ડૉક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ, સહીનો નમૂનો, લાયકાતનાં પ્રમાણપત્ર વગેરે પ્રમાણપત્રો અપલોડ કરવાનાં રહેશે.
  • અરજી ફોર્મ ભર્યા પછી ફરીથી કાળજીપૂર્વ ચકાસી લેવું જોઈએ. ત્યારબાદ તેમણે તેમના ફોર્મને કન્ફર્મ કરવું જોઈએ.
  • હવે ફોર્મ કન્ફર્મ થયા બાદ ઉમેદવારોએ લાગુ પડતું હોય તેટલી ફી ઓનલાઈન માધ્યમથી ભરી દેવી જોઈએ.
  •  ફી ભરાયા પછી તેમણે અરજી ફી અને ચલણની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની છે.

Read More:- IRCON Recruitment 2024 : ઇન્ડિયન રેલવે કન્ટ્રક્શન વિભાગમાં આવી ભરતી, પગાર 40000 થી વધુ

મિત્રોRailway Recruitment 2024 માં અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી લીધા પછી જ અરજી કરવી હિતાવહ છે. આથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે સૌપ્રથમ નોટિફિકેશનનો અભ્યાસ કર્યા પછી અરજી કરવાનું રાખવું જોઈએ જેથી અરજીમાં કોઈ ભૂલ રહેવાની સંભાવના રહે નહીં અને તેમનું અરજી ફોર્મ રદ થાય નહીં.

Leave a Comment