માર્કેટ યાર્ડોમાં જીરાના ભાવ અને આવકોમાં ઘટાડો, અહીથી જાણો આજના જીરાના ભાવ

જીરાના ભાવ : ગત વર્ષની સરખામણીમાં જીરાનું ઉત્પાદન ઘણું સારું હોવા છતાં હાલમાં ઊંઝા માર્કેટયાર્ડ સિવાય ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાની આવકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 ગત  વર્ષમાં જીરાના ભાવમાં આગ ઝરતી તેજી જોઈને ચાલુ વર્ષે ખેડૂતોએ જીરાનું મબલખ વાવેતર કર્યું હતું. તેમજ જીરાનું ઉત્પાદન પણ પ્રમાણમાં સારું રહેવાના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં ગુજરાતનાં માર્કેટયાર્ડમાં સામાન્ય ભાવ 4500 રૂપિયા જોવા મળી રહેલ છે. 

જીરાનું ઉત્પાદન :

ગત વર્ષમાં 12000 ની સપાટીએ આંબી ગયેલા જીરાના ભાવ મળતાં ઘણા ખેડૂતોએ હજી પણ ભાવ વધવાની આશામાં તેમના જીરાના ઉત્પાદનનો સ્ટોક મૂકી રાખ્યો હતો. ચાલુ વર્ષમાં જીરાના ભાવમાં બમ્પર ઘટાડો થતાં જીરું  સંઘરીને બેઠેલા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. તેમજ આ વર્ષમાં પણ ઘણા ખેડૂતોએ ગત વર્ષમાં મળેલા ઊંચા ભાવમાં જીરું વેચવાની આશાએ હજી પણ તેમનો માલ સંગ્રહ કરી રાખેલ છે.

સમગ્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં જીરાના વેપાર માટે પ્રખ્યાત ઊંઝા માર્કેટ યાર્ડમાં  જીરાની આવકો પ્રમાણમાં સારી જોવા મળી રહે છે. તેમજ ઊંઝા માર્કેટયાર્ડમાં કલર અને ક્વોલિટીમાં એકદમ પ્રીમિયમ ક્વોલિટી જીરાના ભાવ રૂપિયા 6400  ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે આવકોની વાત કરીએ તો ઊંઝા ગંજ બજારમાં 20800 ગુણીની  જીરાની આવકો થઈ  હોવાનું વેપારી મંડળ તરફથી જાણવા મળી રહ્યું છે.

જીરાની આવક :

 આ ઉપરાંત ગુજરાતના મહત્વનાં માર્કેટયાર્ડમાં જીરાની આવક જોઈએ તો  અમરેલીમાં માત્ર 41 ગુણની આવક જોવા મળે છે. જ્યારે પાંથાવાડા માર્કેટ યાર્ડમાં માત્ર 3 ગુણની આવક જોવા મળે છે. ગુજરાતમાં અગત્યનું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાની આવક 1238 ગુણીની થઈ છે. જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં જીરાની  58 ગુણીને આવક થવા પામેલ છે. આમ જીરા બજાર માટે મહત્વનાં  ગણાતાં  ઊંઝા માર્કેટયાર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડ સિવાય અન્ય માર્કેટયાર્ડમાં ગણતરીની આવક જોવા મળી રહે છે.

જીરાના ભાવ :

જીરાના ભાવની વાત કરવામાં આવે તો ઊંઝા ગંજ બજારમાં રૂપિયા 3700 થી 6400 નો ભાવરહ્યો હતો જ્યારે પાટણ માર્કેટયાર્ડમાં જીરા નો ભાવ રૂપિયા 3300 હતી ₹4370 રહ્યો હતો. જ્યારે થારા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹4,101 થી ₹4,900 નો ભાવ જોવા મળ્યો હતો. શિહોરી ગંજ બજારમાં જીરાનો ભાવ ₹3900 થી ₹4,170 ખેડૂતોને મળ્યા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹4,000 થી ₹4,520 ખેડૂતોને મળ્યા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹3,381 થી ₹4,641 ખેડૂતોને મળ્યા હતા

 ભાવનગર માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ 4134 રૂપિયાથી ₹4,641 ખેડૂતોને મળ્યા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹3400 થી ₹4,595 ખેડૂતોને મળ્યા હતા વિસનગર માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹300700 થી રૂપિયા 5,000 નો જોવા મળ્યો હતો આ ઉપરાંત ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

Read More : SPIPA Exam Date 2024: હવે ગુજરાતના યુવાઓને કલેક્ટર અને ડીએસપી બનતાં કોઈ નહી રોકી શકે, બસ ભરી દો આ ફોર્મ

 વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ 2024 :

માર્કેટયાર્ડનું નામજીરાના ભાવ (ઊંચા )
પાંથાવાડા3600
જૂનાગઢ4484
મોરબી4510
જામનગર4725
ડીસા4085
બોટાદ4595
વિસનગર5000
ભાવનગર4134
ગોંડલ4641
ઊંઝા6400
અમરેલી4520
રાજકોટ4600
પાટણ4370
થરા4900
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment