SSC MTS Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત, અહિથી કરો ઓનલાઈન અરજી

SSC MTS Recruitment 2024 મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પદો પર ભરતી કરવા ઓનલાઇન જાહેરાત સત્તાવાર વેબ સાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવી છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત વિવિધ પદો ઉપર ભરતી કરવામાં આવનાર છે. આ માટે ઇચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુન 2024 રાખવામાં આવી છે. જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છુક છે તેમણે સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ પરથી જાહેરાતનું નોટિફિકેશન અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારો સ્ટાપ સિલેક્શન કમિશનની સૂચના અનુસાર તેમની અરજી કરી શકશે.

SSC MTS Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને વિવિધ પદો પર ભરતી કરવા સારું ટૂંક સમયમાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સૂચના મળેથી ઉમેદવારો પાત્રતા ધરાવતા હોય તે પદ ઉપર પોતાની અરજી કરી શકશે. આપ સૌ જાણો છો તેમ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી પ્રક્રિયા અંદાજિત આઠ થી 10 માસમાં લગભગ પૂરી કરવામાં આવે છે. આ માટે વિવિધ પદો હવાલદાર અને ગ્રૂપ C ની વિવિધ પોસ્ટ પર ભરતી કરવા સારું ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આજના આર્ટીકલમાં અમે જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા,અરજી ફી પગાર ધોરણ તેમજ અરજી કરવાની રીત વિશે વિગતવાર માહિતી આપવાના છીએ. આપ આજના લેખમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેશો.

SSC MTS Recruitment 2024

ભરતી પરીક્ષાનું નામ SSC MTS 2024
ભરતી કરનાર સંસ્થાસ્ટાફ સિલેકસન કમિશન
પોસ્ટનું નામવિવિધ
સત્તાવાર વેબ સાઇટhttps://ssc.nic.in/

જગ્યા નું નામ :

  • હવાલદાર
  • પટાવાળા
  • કારકુન
  • જમાદાર
  • ચોકીદાર
  • જુનિયર ગેટટેસ્ટનર ઓપરેટર
  • મેઈલ
  • સફાઈ કર્મચારી
  • વગેરે પદો ઉપર ભરતી કરવામાં આવનાર છે.

શૈક્ષણિક લાયકાત અને પગાર :

સ્ટાફ સિલેકસન કમિશન દ્વારા આ ભરતી માટે લાયકાત ધોરણ 10 રાખવામાં આવેલી છે. ઉમેદવાર માન્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 એટલેકે SSC પાસ થયેલ હોવા જોઈએ. તેમજ આ જગ્યાઓ માટે પગારધોરણ રૂપિયા 5200-20200 પે મેટ્રિક્સ લેવલ 1 આપવામાં આવનાર છે. જગ્યાઓને અનુરૂપ લાયકાત અને પગારધોરણની માહિતી સત્તાવાર વેબ સાઇટ પરથી મેળવવા વિનંતી છે.

મહત્વની તારીખ :

સ્ટાફ સિલેક્શનબોર્ડ SSC દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતી કરવા અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુન 2024 રાખવામાં આવેલ હોઈ ઉમેદવારોએ આખર તારીખની રાહ જોયા વગર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સૂચના મળેથી તેમની અરજી ઓનલાઇન સબમિટ કરી દેવી જોઈએ અરજી કરતાં પહેલાં ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરી પાત્રતા ધરાવતા હોય તો જ એમણે અરજી કરવી જોઈએ. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ પદો માટે પરીક્ષાનો સમય સંભવિત જુલાઈથી ઓગસ્ટ 2024 રાખવામાં આવનાર છે. તેમજ આ પરીક્ષાનું પરિણામ સપ્ટેમ્બર 2024 માં આવી શકે છે.

વય મર્યાદા :

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા થનાર આ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ભરતી માટે વયમર્યાદાની વાત કરવામાં આવે તો ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમજ તેમની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. હવાલદાર માટે ઉપલી વય 27 વર્ષની રાખવામાં આવેલી છે. સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોને ઉપલી મર્યાદામાં છૂટછાટ મળી શકે છે. અરજી કરતાં પહેલા ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત મુજબ વય મર્યાદા અને વયની ગણતરી કરી પછીજ પોતાની ઉમેદવારી અરજી ઓન લાઇન કરવી જોઈએ. સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોને ઉપલી મર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

અરજી ફી :

સ્ટાફ સિલેક્શન કમિશનની આ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની ભરતીમાં ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખવામાં આવી છે. તેમજ અનામત સંવર્ગના ઉમેદવારો જેવા કે SC, ST,અને PWD તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી. ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરી તેમને લાગુ પડતી અરજી ફી ઓનલાઈન ભરી દેવી જોઈએ.

અરજી કરવાની રીત :

  • ઉમેદવારોએ સૌ પ્રથમ સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ શોધવાની રહેશે. ત્યારબાદ તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ આ જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરી કાળજીપૂર્વક વાંચી લીધા પછી અરજી ફોર્મ ખોલવાનું રહેશે.
  • ત્યારબાદ APPLY પર ક્લિક ક્લિક કરી ઉમેદવારોએ અરજી પત્રકમાં જણાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે.
  • અરજી ફોર્મ ભરાયા બાદ અપલોડ કરવાની વિગતો જેવી કે ઉમેદવાર નો ફોટો સહીનો નમુનો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને જાતિ અંગેના પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા પરિણામ પત્રકો ઉમેદવારોએ સૂચના મુજબ અપલોડ કરવાના રહેશે.
  • અપલોડ કાર્યવાહી પૂર્ણ થયા લાગુ પડતી ફી ઉમેદવારોએ માત્ર ઓનલાઈન માધ્યમથી ભરી દેવાની રહેશેપછી ઉમેદવારોએ અરજી ફોર્મ કન્ફર્મ કરી દેવું જોઈએ.
  • હવે ઉમેદવારોએ તેમણે ભરેલા પોતાના અરજી પત્રકની અને ભરેલી ફી ના ચલણની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.

આ પણ વાંચો:- Peon Bharti: પટાવાળાની ભરતી જાહેરાત બહાર પડી, ઈચ્છુક ઉમેદવારો અરજી કરવા અહી ક્લિક કરો.

Leave a Comment