ગુજરાત પ્રિપેડ સ્માર્ટ મિટરની હકીકત, વિજળીના બિલમાં ખરેખર વધારો થયો કે ચોરી પર લગામ – MGVCL Smart Meter

MGVCL Smart Meter: મિત્રો અત્યારના આધુનિક જમાનામાં જ્યારે કંઈક નવું થવા જાય છે ત્યારે ઘણા લોકોને જૂની વસ્તુઓની આદત પડી જતી હોય છે. જેના કારણે તેઓ નવી વ્યવસ્થા ને અપનાવવાનો પ્રયાસ નથી કરતા હોતા. તો આવો જ એક કિસ્સો આપણા ગુજરાતમાં જોવા મળ્યો જેમાં વીજળી વિભાગ દ્વારા શરૂ કરાયેલા નવા પ્રિપ્રેડ સ્માર્ટ મીટર શરૂ કરવામાં આવ્યા પરંતુ જનતા દ્વારા આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી સ્માર્ટ મીટરનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે અને કે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીએ.

 MGVCL Smart Meter: કેમ લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે

મિત્રો લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર એ રેગ્યુલર મીટર કરતાં ખૂબ જ ફાસ્ટ ચાલે છે અને અમારું વીજળીનું બિલ પણ બમણું થઈ ગયું છે. તો આ વાત સાંભળીને ઘણા બધા લોકોને એમ થાય છે કે  ગુજરાતમાં ઇન્સ્ટોલ કરેલા તમામ સ્માર્ટ મીટર માં આઉટ થતું હશે. જેના લીધે લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે અને જેના કારણે ઘણા બધા જિલ્લાઓમાં તેનો વિરોધ જોવા મળે અને આના લીધે શું આ સ્માર્ટ મીટરની આખી સિસ્ટમ ભાગી પડશે તે હવે જાણવાનું રહે પરંતુ તેની પાછળનું કારણ શું છે તે હજુ સુધી કોઈપણ ખામી સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ નથી.

શું સ્માર્ટ મીટર ઝડપથી ચાલવાના સમાચાર માત્ર અફવા છે?

મિત્રો જ્યારે વીજળી વિભાગ દ્વારા આ તમામ પ્રકારની ની તપાસ કરવામાં આવી અને ત્યારે તમામ હકીક્તોબહાર આવતાં જાણવા મળ્યું હતું કે આ તમામ બાબતો ખોટી છે. હવે વીજળી વિભાગ દ્વારા 100 મીટરના દરેક ક્લસ્ટરમાં પાંચ જૂના મીટર પણ લગાવવામાં આવશે. જેને નવા પ્રિપેડ સ્માર્ટ મીટર સાથે જોડવામાં આવશે જેથી બંનેનું રીડીંગ તપાસી અને ખામીને દૂર કરી શકાશે.

લોકોના મનમાં સવાલો ઉઠવાનું કારણ શું?

મિત્રો આ મોટી ગેરસમાજનું મુખ્ય કારણ એ છે કે જે ઘરોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નવા સ્માર્ટ મીટરનું ઈન્સ્ટોલેશનકરવામાં આવ્યું તેમને  જૂના મીટરના ઉપયોગનો વપરાશ ચાર્જના 180 દિવસમાં વિભાજીત કરી તેને રોજના નવા મીટરના વપરાશમાં ઉમેરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે જોયું કે દસ દિવસમાં તેમના આટલા પૈસા ક્યાં ખર્ચાઈ ગયા તે ધ્યાનમાં આવતાં તેઓને સવાલ ઉઠવાનું કારણ થયું. 

પ્રીપેડ મીટર અગાઉથી રિચાર્જ કરાવવાનું રહેશે

મિત્રો તમારે ધ્યાન દોરવાનું રહેશે કે એક પ્રીપેડ સ્માર્ટ મીટર છે જેમાં તમારે એડવાન્સ રિચાર્જ કરવાનું રહેશે. અને જો તમારી પ્રિપેડ રકમથી ₹300 વધારે વપરાશ થશે તો પણ તમને વીજળી આપવામાં આવશે નહીં પરંતુ જો તમે ₹300 થી વધુ ની રકમ વટાવશો તો તમારો વીજ પાવર કટ થઈ શકે છે. અને ત્યારબાદ તમે રિચાર્જ ફરીથી કરશો એટલે આપને તમારું કનેક્શન ફરીથી ચાલુ થઈ જશે વધુમાં જો તમે માઇનસ 300 રૂપિયા તમારું બિલ જાય છે તો પણ વીજ કંપની દ્વારા તમને પાંચ વધારાના દિવસ આપવામાં આવે છે. ત્યારબાદ જો તમે 300 રૂપિયાનું રિચાર્જ નહીં કરો તો તમારો પાવર ચાલુ થશે નહી.

વડોદરામાં બનેલી ઘટના વિશે ચાલો માહિતી મેળવીએ’’

વડોદરામાં બનેલી ઘટના મુજબ વડોદરા ની એક મહિલા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેનું બિલ બમણું થઈ ગયું છે. પરંતુ હકીકત એ છે કે મહિલાએ પોતાની 300 રૂપિયાની મર્યાદા પૂર્ણ કરી અને ત્યારબાદ પાંચ દિવસની વધારાની મર્યાદા પણ પૂર્ણ કર્યા પછી ત્રણ દિવસની રજા આવી અને રજા પૂર્ણ થતા વીજળી વિભાગ દ્વારા વીજળી આપવામાં આવતા તે સબ ડિવિઝન ઓફિસમાં ગયા અને તેમને ત્યાંથી રિચાર્જ કરાવ્યું હતું.

હવે મહિનાના રિચાર્જ ₹1,500 ના રિચાર્જ કરતાંજ તેમાંથી ₹300 – રકમ પ્લસ આઠ દિવસનો વપરાશ તરત સીસ્ટમમાં કાપી લેવામાં આવ્યો હતો. અને  માહિતીના અભાવે મહિલાને વીજળીનો વપરાશ વધારે થયો. જેના લીધે તેનો વિડીયો બનાવી અને શોશ્યલ મીડીયા પર શેર કરતા તે એટલો વાયરલ થઈ ગયો તેમ અન્ય જિલ્લાના લોકો પણ લાગવા લાગ્યું કે આ મીટર ઝડપથી કામ કરી રહ્યું છે. અને જોત જોતામાં તેનો વિરોધ થવા લાગ્યો.

મિત્રો સ્માર્ટ મિટર માત્ર ગુજરાત પુરતાં જ છે તેવું નથી. ભારતમાં બિહાર, આસામ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સ્માર્ટ મિટરનો ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતના સુરત શહેરમાં પણ સ્માર્ટ મિટરનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે સ્માર્ટ મિટરનો વિરોધ ખોટી માન્યતાઓ પર આધારીત છે. અને લોકોએ તેનાથી જાગ્રુત થવું જરુરી છે.

Read More:- Cumin Price Today: આ માર્કેટમાં જીરાના બંપર ભાવ બોલાયા, અહીથી જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના જીરાના ભાવ

Leave a Comment