Ganvesh Sahay Yojana: ગુજરાતના વિધાર્થીઓને ગણવેશ માટે સહાય લેખે 900 રૂપિયા મળશે

Ganvesh Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના ની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત વર્ષ 2024-25 માટે  રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સાહાય મળવા પાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ની ખરીદી સારું આ સહાય આપવામાં આવે છે.

ગણવેશ સહાય યોજના અંતર્ગત મળતા મુખ્ય લાભો – Ganvesh Sahay Yojana

  •  આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ₹900 ની નાણાકીય સહાય આપવામાં આવશે
  • આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે છે
  • આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને તેમની શિક્ષણ દર વધારવા માટેનો સરકાર દ્વારા એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે 

Ganvesh Sahay Yojana ની લાયકાત

જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિની કેટેગરીમાં આવે છે અને તેઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા હોય તો તેવા યોજના માટે પાત્ર ગણાશે

જે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ કેટેગરીના છે અને તેમના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ હોય તો તેઓ પાત્ર ગણાશે નહીં પરંતુ જો તેમની વાર્ષિક આવક 1 લાખથી ઓછી હશે, તો તેઓ યોજના અંતર્ગત 900 રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકશે.

જે વિદ્યાર્થીઓ યોજના અંતર્ગત સાહાય મેળવવા માગતા હોય તે રાજ્યની માન્ય પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે

આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે અને ગણવેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માગે છે તે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકે છે.

જેના માટે શાળાના સંબંધિત શાળાના આચાર્ય દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તેના નિયમો અને શરતો મુજબ જરૂરી દસ્તાવેજો ઓનલાઇન સબમીટ કરવાના રહેશે.

આ યોજનાની વધુ માહિતી માટે તમે ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ (https://sje.gujarat.gov.in/) ની પણ મુલાકાત લઈ શકો છો જેમાં તમે ગણવેશ સહાય યોજનાનો વિકલ્પ પસંદ કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિ કેટેગરીમાં આવે છે અને તેઓ ધોરણ 1 અભ્યાસ કરતા હોય તેવો તો તેઓ પોતાની જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, અરજી ફોર્મ તેમજ વિદ્યાર્થીનો આધારકાર્ડ વગેરેની વિગતો સાથે ઉપરોક્ત જણાવેલ વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી અને પોતાની સહાયની રકમ સ્કૂલ અંતર્ગત મેળવી શકે છે અને તેઓ પોતાનો સ્કૂલનો ગણવેશ ખરીદી શકે છે.

Read More:- ગુજરાત પ્રિપેડ સ્માર્ટ મિટરની હકીકત, વિજળીના બિલમાં ખરેખર વધારો થયો કે ચોરી પર લગામ – MGVCL Smart Meter

Leave a Comment