ભારતની સૌથી મોટી કેરી કઈ છે, જેનો વજન છે 3 કિલો, જાણો તેનો બજાર ભાવ

મેત્રો, છેલ્લા લેખમાં અમે વિશ્વની સૌથી મોઘી કેરી વિશે વાત કરી પરંતુ આજે આપણે કેરીના વજન અને સાઈઝ પ્રમાણે ભારતની સૌથી મોટી કેરી કઈ છે અને શું તમે આ કેરીનો સ્વાદ કોઈ દિવસ ચાખ્યો છે? આ કેરીના બજાર ભાવ શું છે તેને સંપૂર્ણ માહિતી આપણે આજના આ લેખના માધ્યમથી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તાજેતરમાં મધ્ય પ્રદેશમાં એક કેરીઓના મેળાનું આયોજન થયું હતું જેમાં આ કેરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કેરી ભારતની સૌથી મોટી કેરી તરીકે પ્રખ્યાત છે અને લોકોને આ કેરીનો સ્વાદ પણ ખૂબ જ પસંદ આવ્યો હતો. મિત્રો આ કેરી અન્ય કેરીથી અલગ તરી આવે છે, તો ચાલો ભારતની સૌથી મોટી કેરી વિશે વધુ માહિતી મેળવીએ.

ભારતની સૌથી મોટી કેરીનું નામ શું છે?

મિત્રો મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં કરીના મેળાઓને ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં અનેક પ્રકારની કેરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લોકોથી પોતાના વિસ્તારની પ્રખ્યાત કેરીઓનું પ્રદર્શન કરી, તેનો સ્વાદ અને કિંમતને લોકો સામે રજુ કરી હતી. ત્યારે ભારતની સૌથી મોટી કેરી તરફ આ મેળામાં સૌનું અલગ જ આકર્ષણ જોવા મળ્યો હતું. આ કેરીને નૂરજહાં કેરી તરીકે ઓળખવામાં આવે છે અને તે ભારતમાં સૌથી વધુ વજન ધરાવતી કેરી તરીકે પ્રખ્યાત છે.

મિત્રો ભારતની સૌથી મોટી કેરી એક ખાસ પ્રકારની કેરી છે અને તેનું વજન બે થી ચાર કિલો જેટલું રહે છે. જે ભારતમાં દેખાતી અન્ય કેરી કરતા ઘણું વધુ છે આ કેરીના બજાર ભાવની વાત કરીએ તો તેના એક કરીને કિંમત 1200 થી 1400 રૂપિયા સુધી બોલાય છે. જે સામાન્ય માણસ માટે ખરીદવું ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે. પરંતુ તમારે પણ આ કેરીનો સ્વાદ એકવાર ચાખવો જરૂરી છે.

નૂરજહાં કેરીનો ઇતિહાસ

મિત્રો નૂરજહાં કેરીની ઇતિહાસ 200 વર્ષ જૂનો છે. આ કેરીનો સૌપ્રથમ ખેતી અફઘાનિસ્તાન દેશમાં થતી હતી. ત્યારબાદ ઈ.સ 1500 ની સાલથી લઈને 1650 દરમિયાન આ કેરીને ભારતમાં લાવવામાં આવી હતી અને તેનું નામ મલ્લિકા નુરજહાંના નામ પરથી રાખવામાં આવ્યું હતું કેમ કે તેમને આ કેરી ખૂબ જ પસંદ હતી. અત્યારે ભારતમાં આ કેરીના માત્ર ત્રણથી પાંચ છોડ જ જોવા મળે છે જેથી કરીને તેની બજાર ભાવ ખૂબ જ વધારે છે.

તો મિત્રો આજે આપણે આ લેખના માધ્યમથી ભારતની સૌથી વધુ વજનવાળી અને મોટી કેરી વિશે માહિતી મેળવી. જો તમે હજુ સુધી આ કેરીનો સ્વાદ ચાખ્યો નથી તો એકવાર  ટેસ્ટ કરવો જરૂરી છે અને તમે જો કેરી ની અન્ય જાતો વિશે વધુ માહિતી મેળવવા માગતા હો તો તમે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

Read More:- Most Expensive Mango: દુનિયાની સૌથી મોંઘી કેરી, ભાવ જાણીને રહી જશો હેરાન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment