Pear Farming: આ ખાસ પાકની ખેતી કરો 1 વીઘામાંથી 2 લાખ 80 હજાર રૂપિયા કમાઓ

Pear Farming: મિત્રો જો તમે એક વીઘા માંથી લાખોની કમાણી કરવા માંગતા હોવ તો તમારે આ પાક્ની ખેતી કરવાનું શરુ કરી દેવું પડ્શે. મિત્રો આજે અમે તમારી સામે એક ખાસ પાકની ખેતી વિશે માહિતી સેર કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે દર વર્ષે એક ચોક્કસ નફો કમાઈ શકશો. આજે અમે જે પાકની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમાં તમારે માત્ર એક જ વખત આ પાકની ખેતી કરવાની રહેશે ત્યારબાદ તેની સંભાળ રાખીને પણ તમે ખુબ મોટો નફો કમાઈ શકશો. તો ચાલો જાણીએ આ ખાસ પાકની ખેતી પધ્ધતિ વિશે સંપુર્ણ માહિતી મેળવીએ.

Pear Farming Techniques in Gujarati

મિત્રો અમે જે ખાસ પાકની ખેતી વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે પિઅર. શું તમે આ નામ સાંભળ્યું છે. જો તમે નથી સાંભળ્યું તો અમે આજે તમારી સામે આ ખાસ પાકની ખેતી અને તેનાથી તથી ક્માણી વિશે જોરદાર માહિતી સેર કરીશું. 

મિત્રો મોટા ભાગના ખેડુતો જુની ખેતી પધ્ધ્તી અને પાકોની ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ તમે જો માર્કેટની ડિમાન્ડ સમજીને નવા પાકો અપનાવશો અને તેને તમારા ખેતરમાં થોડા ભાગમાં ખેતી શરુ કરશો તો તમને લાંબા સમયે ફાયદો કરતાં કોઇ રોકી શકશે નહી. તો ચાલો જાણીએ પિઅર પાકની ખેતી કેવી રીતે શરુ કરવી અને તેનાથી તમે કેટલી કમાણી કરી શકશો.

પિઅરની ખેતી કેવી રીતે કરવી?

જો તમે પિઅરની ખેતી કરવા માંગો છો તો તમારે તેની જમીન અને આબોહવા વિષે જાણવું  જરુરી છે. આ ખેતી માટે રેતાળ અને લોમ જમીન આવશ્યક છે. તેમજ જમીનમાં પાણી સરલતાથી નિકળી શકવું જોઈએ.મિત્રો સાથે સાથે તમે આની ખેતી કરો છો, તો જ્યાં સુધી તેના ફળ ના ઉગે ત્યાં સુધી તમે રવી સિઝનના પાકો જેવા કે બટાટા, વટાણા, ડુગળી અને આદુ વગેરેને આ બગીચામાં વાવી શકો છો. 

પિઅરની ખેતીમાં તમારી જમીનના સ્તર નીચે માટીના ગઠ બંધાવુ ના જોઈએ અને રેતાળ જમીન આ ખેતી માટે સૌથી યોગ્ય ગણાય છે. અત્યારે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ ના ખેડુતો આ ખેતી અપનાવી રહ્યા છે. અને લાખોની કમાણી પણ કરી રહ્યા છે.

મિત્રો પિયરના રોપાઓ તમે સિધા નર્સરીમાંથી જ તૈયાર છોડ ખરીદી શકો છો. જેના કારણે તમને ઉત્પાદન જલ્દી મળવાની શક્યતાઓ રહેલી છે. આ ખેતી માટે યોગ્ય તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય તો પણ તમે આ પાક્ની ખેતી કરી શકો છો. જો આ પાક માટે આપણે જમીનના pH મૂલ્યની વાત કરીએ તો pH મૂલ્ય જમીન 6.5 થી 7.5 ની વચ્ચે હોવી જોઈએ.

આ પાકના છોડને રોપવાનો યોગ્ય સમય રવિ સિઝનમાં માનવામાં આવે છે. એટલે કે તમે  સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર સુધીમાં આ પાકનું વાવતર કરી શકો છો. મિત્રો ગુજરાતની જમીન પણ આ પાક માટે યોગ્ય ગણાય છે જેથી કરીને તમે તેની ખેતી કરીને સારી આવક મેળવી શકો છો.

તો મિત્રો તમે આ ખેતી કરીને તેના વિષે વિગતવાર જરુરી દવાઓ અને રોગોની માહિતી મેળવી તેની ખેતીની શરુઆત કરી શકો છો. તો આ ખેતીથી કેટલી કમાણી કરી શકો ચાલો તેની માહિતી મેળવીએ.

આ પણ વાંચો:- E Shramik Card: ઈ-શ્રમ કાર્ડનો માસિક હપ્તો 1000 રૂપિયા આવી ગયા છે, જો તમારો હત્પો નથી આવ્યો તો આટલું કરો

પિઅરની ખેતીથી કેટલી કમાણી થશે 

ખેડુત ભાઈઓ જો તમે આ પિઅરની ખેતીથી થતા નફા વિશે જાણવા માંગતા હોવ તો તમને જણાવી દઈએ કે આ ખૈથી તમે ૫ વર્ષ પછી તમેલગભગ ૨૦૦ કિવન્ટલ જેટલું ઉત્પાદન મેળવી શકો છો. અત્યારે બજાર ભાવ ૨૦ રુપિયા પ્રતિ કિલોનો ભાવ લઈએ તો પણ તમે એક વિઘાંમાથી ૧૪૦ કિવન્ટલનું ઉત્પાદન મેળવી શકો છો. તો તમને આ ખેતીથી એક વિઘામાંથી 2 લાખ 80 હજારની કમાણી કરી શકો છો. આ ખેતીમાં જેમ જેમ વર્ષો વિતસે તેમ તેમ તમારું ઉત્પાદન વધતું જશે અને તમારી કમાની પણ વધતી જશે. તો મિત્રો હવે તમે આ નવી ખેતી પધ્ધતીઓ અપનાવીને પણ સારી એવી કમાણી કરી શકો છો, આભાર.

Leave a Comment