AC Side Effect: જો તમે સતત AC માં રહો છો, તો જાણી લો તેની ખતરનાક સાઈડ ઈફેક્ટ

AC Side Effect: ભારતમાં દરેક રાજ્યમાં અત્યારે ગરમીનો પારો 40 ડિગ્રી પાર છે. અને હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. ત્યારે ઘણા બધા લોકોને હિટ વેવના લિધે હિટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે અને તમારી હેલ્થ લથડી પડે છે. તો લોકો અત્યારે ગરમીથી બચવા માટે થંડ્કમાં રહેવું પસંદ કરતા હોય છે.

આ જીવલેણ ગરમીથી બચવા માટે મોટા ભાગના લોકો હવે એસીમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. અને અત્યારે શહેરમાં તો વાત જ ના થાય પણ ગામડામાં પણ લોકો મોટા પાયે એસી લગાવી રહ્યા છે અને પોતાને ગરમીથી બચવા માટે એક એસી રુમમાં રહેવું પસંદ કરે છે. પરંતુ તમે ક્યારે વિચાર્યુ કે આ એસી રુમમાં રહેવું તમારી હેલ્થ માટે નુકસાન પણ સાબીત થઈ શકે છે કેમ કે સત્તત એસીમાં રહેવાથી પણ ઘણા બધા ગેરફાયદા થાય છે,

મિત્રો તમે અથવા તમારી આસપાસ કેટ્લાક લોકો હશે જે દિવસે ઓફિસે એસીમાં અને સાંજે ઘરે એસીમાં રહેતા હોય છે અને ગરમીમાં થોડો સમય પણ બહાર નિકળતા નથી. તો તેમના માટે ભવિષ્યમાં સ્વસ્થને લગતી ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે જો તમે વધુ સમય એસીમાં નિકાળો છો તો તેની અસર તમારા શરીર પર શું થઈ શકે છે.

AC Side Effect: તમે ડિહાઇડ્રેટ થઈ શકો છો

મિત્રો જો તમને એસીમાં રહેવાનું પસંદ છે અને હવે તમે ગરમી સહન નથી કરી સક્તા તો નિષ્ણાત ડોકટરનું કહેવું છે કે તમને લાંબા ગાળે ડ્રિહાઈડ્રેશનનો પ્રોબ્લેમ થઈ શકે છે. અને જેના લિધે તમને ચેપી રોગના શિકાર બની શકો છો.

આ પણ વાંચો:- AC Tips: આ ભુલના કારણે તમારી એસીમાં ગેસ લીક થઈ શકે છે, જુઓ આ ટીપ્સ

શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે

મિત્રો લાંબા સમયથી તમે એસીમાં રહો છો જેના લિધે બહારની તાજી હવા રૂમમાં પ્રવેશતી નથી. જેના કારણે તમને શ્વાસ લેવામાં પણ તકલીફ ઉભી થઈ શકે છે. 

સત્તત એસીમાં રહેવાની આદતથી બ્લડપ્રેશરની વધી થઈ શકે છે

મિત્રો જો તમે તમારુ એસીનું તાપમાન ખુબ જ નિચું રાખો છો ત્યારે તમારી શરીરનિં તાપમાન પણ ઘટી જાય છે, જેના  કારણે શરીરના કોષો અને જ્ઞાનતંતુઓ સંકોચાવા લાગે છે. જેના લિધે તમાને બ્લડ પ્રેશર જેવી બિમારીનો સામનો કરવો પડી શકે છે.

તો મિત્રો ઉપરોક્ત અમે જાણાવ્યું તેમ જો તમે લાંબા સમય સુધી એસીમાં રહેતા હોવ તો તમને શ્વાસ લેવામાં તકલીફ, હાઇ બ્લડ પ્રેશર જેવી બિમારીનો શિકાર થઈ શકો છો. જેથી તમે બહારના વાતાવરણમાં પણ ફરવાનું ટાઇમ નિકાળો અને તમારું એસીનું તાપમાન ૨૫ ઉપર રાખો જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ બિમારીનો સામનો ના કરવો પડે, આભાર.

Read More:- NVS Recruitment 2024: નવોદય વિદ્યાલયોમાં કોઈ પરીક્ષા આપ્યા વગર શિક્ષકોની તાત્કાલિક ભરતી,અહીથી જાણો વિગતવાર માહિતી

Leave a Comment