Weather Forecast : સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થતી હોય છે. તેમજ કેરળમાં 15 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થાય છે. જેમ જેમ ચોમાસુ નજીક આવતું જાય છે તેમ તેમ હવામાનમાં વાતાવરણના મોટા ફેરફારો પણ જોવા મળતા હોય છે. તેમજ તે અંગે હવામાન વિભાગ દ્વારા આપણને નિયમિત આગાહીઓ અને ચેતવણીઓ પણ મળતી રહે છે.
Weather Forecast Ambalal Patel
કેરળમાં ચોમાસાનું આગમન :
આ વખતે 30 મેના રોજ વિધિવત રીતે કેરળના સમુદ્ર કિનારે વરસાદનું આગમન થતાં દક્ષિણ પશ્ચિમ પટ્ટીના સમગ્ર વિસ્તારોમાં ચોમાસાનું આગમન થતા સ્થાનિક લોકોમાં આનંદનો જોવા મળી રહ્યો છે. ભારતમાં દક્ષિણ પશ્ચિમ પટ્ટીના આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ અને કેરળમાં સૌ પ્રથમ વરસાનું આગમન થાય છે. ત્યારબાદ મુંબઇ અને ગુજરાતમાં વરસાદ થવાની શરૂઆત થાય છે.
ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે ? :
30 મે ના રોજ કેરળમાં ચોમાસું બેસતાં ત્યારબાદના 15 દિવસમાં ગુજરાતમાં ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે. આ રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં નિર્ધારિત સમયે ચોમાસુ બેસવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી જોતાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનમાં થશે જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધી અને પવનનો સામનો કરવો પડશે જોકે પવનની ઝડપ 25 થી 30 કિલોમીટરની હશે.
હવામાન પૂર્વાનુમાન ;
ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધી સાથેનું વાવાઝોડું શરૂ થશે. જેથી તાપમાનમાં ઘટાડો થશે,રાજ્યનું હવામાન આવતા પાંચ દિવસોમાં સૂકું અને વાદળછાયું રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાતમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાતાવરણ વાદળછાયુ રહેતાં ગરમીમાં ઘટાડો થયો છે અને લોકો રાહતનો દમ લઈ રહ્યા છે. પરંતુ આગામી ત્રણ દિવસ આંધીની આગાહી અને પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. જોકે પવન ફૂંકાવવાની ઝડપ 25 થી 30 કિલોમીટરની હોવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. જ્યારે દરિયા કિનારે પવનની ઝડપ 40 કિલોમીટરની રહેવાની સંભાવના છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારો જેવા કે સુરત, વલસાડ, નવસારી વગેરે જિલ્લાઓમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટરની રહેશે.
દક્ષિણ ગુજરાતનાં નવસારી,સુરત વલસાડના દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને અને જમીની વિસ્તારોમાં પવન ઓછો અને ધૂળની ડમારીઓને લીધે સુરત જેવા શહેરી વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેંટ શાખાઓ આગોતરું આયોજન કરી રહી છે.
ધૂળની આંધીના કારણે ઉત્તર ગુજરાતના બાજરી પકવતા ખેડૂતોમાં આંશિક ચિંતા જોવા મળી રહી છે. જોકે મોટા પ્રમાણમાં બાજરીની કાપણી કરી બાજરીનો પાક લઈ લેવામાં આવ્યો છે. પરંતું પાછળથી થયેલ વાવેતરથયેલ જુવાર, બાજરીનો પાક પડી જવાના તેમજ તાજું પિયત કરેલ હોય તેવા પાક પડી જવાને લીધે આંશિક નુકસાન સિવાય ખેતીમાં ખાસ નુકસાન થવાના ચાંસ લાગતા નથી આંબાના પાકમાં પણ કેરીનો ઉતારો બાકી રહેલ હોય તેવા આંબામાં નુકસાન વેઠવું પડી શકે છે.
ગુજરાત હવામાન વિભાગની આગામી મુજબ આવનાર 24 કલાક દરમિયાન ગુજરાતના દરિયા કિનારે 40 કિ.મી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ જમીનના વિસ્તારોમાં પવનની ઝડપ 25 થી 30 km રહેવાની સંભાવના જોવાઈ રહી છે. તેમ જ ચાર જિલ્લાઓમાં ધૂળથી ભરેલી આંધી નો સામનો કરવો પડી શકે છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી સહિત વલસાડ જિલ્લાઓમાં દરિયા કિનારે પવનની ઝડપ 40 કિલોમીટરની રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ હવામાન પણ વાદળછાયું રહેવાને લીધે ગરમીમાં ઘટાડો થશે.ગુજરાતમાં આજથીજ ઘણા વિસ્તારોમાં હવામાન વાદળછાયું છે. આવનાર પાંચ દિવસ હવામાન સૂકું રહેશે પરંતુ તાપમાન માં ઘટાડો થશે ગુજરાતના સૌરાષ્ટ્રના અમરેલી અને આસપાસના જિલ્લાઓમાં હવામાન 40 થી 42 ડીગ્રી આસપાસ રહેવાની શકયતાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી :
આબાલાલ પટેલે હવામાન અંગે જણાવ્યુ છે કે આ રોહિણી નક્ષત્રમાં થયેલ પ્રિ મોંસૂન હશે તારીખ 6 જૂન સુધી હવામાનમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગુજરાતના કચ્છ અને વિવિધ ભાગોમાં તેની અસર રહેશે. તેમજ તારીખ 7 થી 15 સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત્ત કરી છે.
મિત્રો, હવામાન અંગેની વિવિધ જાણકારી અને આગાહીઓ માટે સત્તાવાર વેબ સાઇટ પરથી માહિતી મેળવવી જોઈએ તેમજ હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓનું આપણે સૌએ પાલન કરવું જોઈએ. અમોને વિવિધ સમાચાર માધ્યમો તરફથી મળેલી માહિતી આપની જાણ સારું અત્રે રજૂ કરીએ છીએ. અમારો આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !
હવામાન વિભાગની સત્તાવાર વેબ સાઈટ | https://mausam.imd.gov.in/ |