Ambalal Patel Forecast: હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરીથી ચોમાસાની લઈને આગાહી કરવામાં આવે છે કે ગુજરાતમાં ચોમાસું ધીમું પડ્યા બાદ ફરીથી એકવાર અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા આગામી 24 થી 48 કલાકમાં ભારે પવન સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. તો આવનારા બે થી ત્રણ દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડી શકે અને કેટલી ઝડપથી પવન ફૂંકાઈ શકે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની વરસાદી આગાહી
ગુજરાતના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેસર બનતા તારીખ 17 જૂનથી એટલે કે આવતીકાલથી 22 જૂન સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં તેજ પવનો ફુકાશે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ તારીખ 16, 17 અને 18 જૂનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તેની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
તારીખ 16 જૂનમાં રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવેલી છે.
વધુમાં તારીખ 17 જુનની આગાહી ની વાત કરીએ તો આ 17 જૂન ના રોજ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નર્મદા, અમરેલી, નવસારી અને ભાવનગર જેવા તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવે છે જેથી કરીને લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
હવામાન વિભાગ દ્વારા પણ 16 17 ને 18 જૂન સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલ છે. જેમાં 18 જુન ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના નવસારી, અમરેલી ભાવનગર ના દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે ભવનો સાથે વરસાદ પડી શકે છે જેથી તમામ લોકોએ સાવચેતીના પગલાં રૂપે અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ.
અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 20 જૂન થી ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી શકે છે. જેના લીધે ખેડૂતોને વાવણી લાયક વરસાદ થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના કારણે નુકસાનની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂત ભાઈઓએ પોતાની વાવણીની તૈયારી 20 જૂન પછી કરી લેવી જોઈએ.
Read More:- 1.5 ટન AC માટે સોલાર પેનલની કિંમત કેટલી હશે અને સરકાર કેટલી સબસિડી આપશે – Solar Panels to run AC