મિત્રો ઘણીવાર તમે માર્કેટમાં સફરજન ખરીદવા જતા હોવ, ત્યારે સફરજન પર અલગ અલગ સ્ટીકર ચોંટાડેલું હોય છે. અને તમે ક્યારેક વિચાર્યું કે આ સ્ટીકરનું મતલબ શું થાય છે અને ઘણીવાર તો એવું બને છે કે સ્ટીકર લગાવી સફરજન ખરાબ છુપાવેલ હોય છે. જેનાથી તમને લાગતું હશે તો વેપારી ખરાબ સફરજનને છુપાવવા માટે આ સ્ટીકર લગાવતો હશે પરંતુ તે બાબત એકદમ અલગ જ છે.
આ લેખમાં અમે તમને જણાવીશું કે સફરજન પર લગાવેલ સ્ટીકરનું મતલબ શું થાય છે અને દરેક અલગ અલગ સ્ટીકર મુજબ સફરજનના ભાવ પણ નક્કી થતા હોય છે. કેટલાક લોકો સફરજન પર લગાવેલા સ્ટીકરનો મતલબ જાણતા જ નથી હોતા તો આજે અમારા આ લેખના માધ્યમથી આ સ્ટીકરોનું મતલબ જાણીશો તો ક્યારેય તમે ખરાબ સફરજન ખરીદશો નહીં. તો આવો જાણીએ સફરજનની અવનવી બાબતો વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
સફરજન પર લાગેલું સ્ટીકર શું દર્શાવે છે?
મિત્રો આજકાલ તો તમે જોયું હશે કે સફરજન નહીં પણ સંતરા પર પણ સ્ટીકર લગાવવામાં આવે છે. આ સ્ટીકર જોઈને ઘણા બધા લોકો સમજી જાય છે કે કદાચ મોઘા સફરજન હશે. જેનાથી તેઓ કોઇપણ દુકાનેથી સફરજન ખરીદી અને ત્યારબાદ તેમને થાય છે કે સફરજન તો ખરાબ નીકળી પરંતુ મિત્રો સ્થિત દરેક સ્ટીકર નો અલગ અલગ મતલબ હોય છે અને અત્યારે માર્કેટમાં દરેકનું ડુબલીકેટ વસ્તુ આવી ગયું છે જેથી કરીને સ્ટીકર પણ ડુબલીકેટ હોઈ શકે તો તમારે નીચે આપેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખીને સફરજન ખરીદવું જોઈએ.
સફરજન પર લગાવેલા સ્ટીકર પર અલગ અલગ કોડ હોય છે અને દરેક કોડ તેને કિંમત અને એક્સપાયરી ડેટ દર્શાવે છે જેથી કરીને તે ફળની કોલેટી ચકાસી શકો છો. તેમજ આ કોડમાં 3 પ્રમુખ વિશેષ કોડ રહેલ છે જેની માહિતી આજે આપણે અહીંથી મેળવીશું.
4 નંબરથી શરુ થતો કોડ
મિત્રો જે સફરજન પર લાગેલા સ્ટીકર પર 4 અંકનો કોડ હશે અને આ કોડ શરૂઆત પણ 4 નંબરથી થતી હોય તો સમજવું કે પ્રકારનું સફરજન કિટનાશક અને રાસાયણિકથી ઉગાડવામાં આવેલ છે. જે કિંમતમાં પણ સસ્તુ હોય છે. જે સ્વાસ્થય માટે સારુ નથી.
8 નંબરથી શરુ થતો કોડ
સફરજનના કેટલાક સ્ટીકર પર પાંચ અંકનો કોડ લખેલો હશે. જેમાં કોડ ની શરૂઆત ૮ અંકથી થતી હશે તો આ ફળ ઓર્ગેનિક નથી હોતું પરંતુ આ પણ જીએમ ભાગના રૂપે માર્કેટમાં આવેલ છે અને આ ફળ રાસાયણિકથી ઉગાડવામાં આવેલ કરતા થોડું મોઘું હોઈ શકે પરંતુ તેના ફાયદા અને નુકસાન બંને થાય છે.
9 નંબરથી શરૂ થતો કોડ
જે ફળ ઉપર પાંચ અંકના કોડ હોય પરંતુ તેની શરૂઆત 9 થી થતી હોય તો સમજવું કે આ ફળ જૈવિક રૂપે ઉગાડવામાં આવેલ છે અને તેમાં કોઈપણ પ્રકારનો કીટનાશક કે ખાતરનો ઉપયોગ કરવામાં આવેલ નથી. પરંતુ આ ફળ કિંમતમાં મોંઘા હોય શકે છે. અને સ્વાસ્થય માટે આ ફળ ખુબ જ ફાયદા કારક નિવડી શકે છે.
નકલી સ્ટીકર્સ આ રીતે ઓળખો
ભારતીય બજારમાં દરેક વસ્તુનું અત્યારે નકલી વસ્તુ ફરતું થઈ ગયું છે ત્યારે ફળો પર પણ નકલી સ્ટીકર લગાવવું એ સામાન્ય વાત છે જેથી કરીને જો તમે સ્ટીકરને ઉપરોક્ત બાબતોનું ધ્યાન દોરી ને ખરીદી કરવી તેમજ તેમાં લખેલા કોડ ઉપર જણાવ્યા મુજબ કોડ ના હોય અને તેના બદલે બેસ્ટ કોલેટી કે પ્રીમિયમ ક્વોલિટી જેવા શબ્દો લખેલા હોય તો સમજવું કે આ નકલી સ્ટીકર લગાવેલ છે .તેના લીધે તમારે આ સફરજન ખાતા પહેલા ગરમ પાણીથી તેને ધોઈ લેવું અથવા તેની ઉપરની સ્કીનને કાપીને જ તેને ધોઈને ખાવું જોઈએ.
મિત્રો ઉપરોક્ત જણાવેલી તમામ બાબતોનું ને હવે તમે બજારમાં સફરજનની ખરીદી સારી રીતે કરી શકો છો તેમ જ નકલી સફરજન થી પણ બચી શકો છો જે તમારા સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે.