મિત્રો સરકાર દ્વારા હવે ભારતમાં તમામ નાગરિકોને મફત સારવાર માટે આયુષ્માન ભારત કાર્ડ બનાવી આપવામાં આવે છે જેમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આર્થિક રીતે પાછા લોકોને 5 લાખ સુધીનો મફત સારવાર માટે આ યોજનાને શરૂઆત કરવામાં આવેલ છે. તો જે મિત્રો હે હજુ સુધી આયુષ્માન ભારત કાર્ડ બનાવેલ નથી અથવા તેઓને અર્જન્ટમાં તેમના કુટુંબમાં પર કોઈપણ વ્યક્તિ બીમાર પડ્યું છે અને 24 કલાકમાં આયુષ્માન કાર્ડ ની જરૂર પડી છે તો તેઓ હવે ઘરે બેઠા માત્ર 24 કલાકમાં જ આયુષ્માન ભારત કાર્ડ ની મંજૂરી મેળવી શકે છે અને ત્યારબાદ તેઓ મફત સારવાર નો લાભ લઈ શકશે.
આયુષ્માન ભારત કાર્ડ કોણ બનાવી શકે છે
મિત્રો જે લોકો આર્થિક રીતે પછાત અથવા ઓછી આવક ધરાવે છે તેઓ આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. જેમાં ગરીબી રેખા નીચે આવતા લોકો એટલે કે બીપીએલ કેટેગરીને લોકો તેમજ સામાજિક અને આર્થિક જાતિ વસ્તી ગણતરીના ડેટ અંતર્ગત આવતા પરિવારો આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકે છે.
આયુષ્માન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
મિત્રો જો તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો તમારે નીચે આપેલ પગલું અનુસરીને ઓનલાઇન અરજી કરી શકો છો.
- મિત્રો સૌપ્રથમ તમારે આયુષ્માન ભારતની સત્તાવાર સાઇટ https://pmjay.gov.in/ પર જવાનો રહેશે
- ત્યારબાદ હવે તમને હોમ પેજ પર “Am I Eligible” વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો.
- હવે નવા પેજમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરીને તમારા મોબાઇલમાં આવેલો ઓટીપી દાખલ કરવાનો રહેશે
- ત્યારબાદ તમારે નીચે આપેલ કેપચા કોડ દાખલ કરવાનો રહેશે
- ત્યારબાદ લોગીન ઓપ્શનમાં જઈ અને તમારે સર્ચ ફોર બેનિફિશિયલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમે તમારું રાજ્ય પસંદ કરી અને યોજનાની અન્ય વિગતના સર્ચ વિભાગમાં તમારે તમારું જિલ્લો પસંદ કરો તેમજ લોકેશનમાં રૂરલ અથવા અર્બન પસંદ કરો
- ત્યારબાદ સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમે તમારું ફેમિલી આઈડી નું વિકલ્પ પસંદ કરીને તમારે આધાર નંબર દાખલ કરવાનો રહેશે
- ત્યારબાદ તમારા પરિવારના તમામ સભ્યોને વિગતો ઉપલબ્ધ થશે તેમાંથી જે સભ્યનું તમે આયુષ્માન ભારત કાર્ડ બનાવવા માંગો છો તેનો આધાર OTP અથવા ફિંગર પ્રિન્ટ ની મદદ થી વેરીફીકેશન કરવાનો રહેશે.
- ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં ઓટીપી વેરીફીકેશનના મદદથી આયુષ્માન ભારત કાર્ડ માટે તમારી અરજી સબમીટ કરવાની રહેશે.
- હવે તમે નવા પેજ પર ડાયરેક્ટ થશો ત્યાં તમે ઓટીપીના મદદથી તમારી કેવીસી ની પ્રક્રિયા ને પણ પૂર્ણ કરવાનો રહેશે.
- ત્યાં ત્યારબાદ તમારી સામે પાસપોર્ટ સાઇઝ નો ફોટો પર ક્લિક કરીને તમારો લાઈવ ફોટો પાડવાનો રહેશે.
- અને પછી હવે તમે તમારી જરૂરી અન્ય વિગત જેમ કે મોબાઈલ નંબર, પીનકોડ વગેરે દાખલ કરીને તમારી આયુષ્માન હેલ્થ કાર્ડ ની અરજી સબમિટ કરો શકો છો.
મિત્રો આવી રીતે તમે સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તમે આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો, વધુમાં તમે Ayushman App ની મદદથી પણ આ બધી સેવાઓનો લાભ મેળવી શકો છો, વધુ માહિતી માટે તમે સત્તાવાર સાઈટની મુલાકાત લઈ શકો છો, આભાર.