AC ને ઘરે બેઠા જાતે સર્વિસ કરો, જાણી લો ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું નહીં તો મોટું નુકશાન આવી શકે – How to Clean an Air Conditioner

How to Clean an Air Conditioner: મિત્રો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે હવે જે લોકો પોતાના ઘરમાં એસી હજુ સુધી ચાલુ નથી કરી અને ગરમીથી બચવા માટે હવે આ સિઝનમાં તમારું રૂમ ઠંડુ રાખવા માટે નવું એસી ખરીદવું અથવા ઘરે પહેલેથી જ ફીટ કરેલ AC ને આ સિઝનમાં ચાલુ કરતાં પહેલાં તમારે તેને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

How to Clean an Air Conditioner

જો તમે આ સિઝનમાં પ્રથમ વખતે AC ચાલુ કરી રહ્યા છો, તો તે પહેલા તમારે તમારા એર કન્ડિશનરની સફાઈ કરવી જરૂરી છે. જેના માટે કેટલાક લોકો એસી સર્વિસિસ વાળાનો લોકોને બોલાવે અને 500 થી લઈને હજાર રૂપિયા સુધી સર્વિસ ચાર્જ આપતા હોય છે પરંતુ આજે અમે અહીં તમે ઘરે બેઠા પૈસા બચાવીને કેવી રીતે એસી પોતાની રીતે સાફ કરી શકો તેની સંપૂર્ણ ટીપ્સ તમારી સાથે શેર કરીશું, સાથે તમારે કેટલીક અગત્યની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમકે એસી કેટલા દિવસો અથવા મહિના પછી સાફ કરવું જરૂરી છે. જેથી કરીને તમે તમારા એસીના ફિલ્ટરને ભંગાર થતા બચાવી શકો છો.

જો તમે એસી સાફ નહીં કરો તો શું થઈ શકે છે

મિત્રો જો તમે તમારી એસી કેટલાક મહિના પછી અથવા દરરોજ વાપરતા હો તો એક મહિના બાદ સાફ કરવાનું ધ્યાન નહિ રાખો તો તમારા ફિલ્ટરમાં કચરો જમા થઈ જશે, જેના લીધે તમારૂ મોટું નુકસાન થઈ શકે છે. તદુપરાંત કચરો જમા થતા કોયલ પર બરફનું નિર્માણ થાય છે જેના લીધે શ્વાસ સબંધિત રોગોનો પણ ખતરો થઈ શકે છે. તો આ નુકસાન અટકાવવા માટે તમારે ઘરે બેઠા જ હવે અહીં આપેલી ટિપ્સની મદદથી એસી સાફ કરી શકો છો.

AC ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ

મિત્રો એસી ફિલ્ટર ની સફાઈની વાત કરીએ તો જો તમે તેનો દરરોજ વપરાશ કરતા હો તો તમારે મહિનામાં એક વખત તો તેને સાફ સફાઈ કરવી જોઈએ. પરંતુ જો તમે અઠવાડિયામાં એક કે બે દિવસેને વપરાશ કરતા હો તો બેથી ત્રણ મહિને તેને ફિલ્ટરની અને જાળીઓની સફાઈ કરવી જરૂરી છે. પરંતુ કેટલાક વ્યક્તિ એસીનું ખૂબ જ વધુ માત્રામાં ઉપયોગ કરતા હોય છે જેથી કરીને તમારે દર મહિને સફાઈ કરો તો તે સૌથી ઉત્તમ રહેશે.

મિત્રો જો તમારા એસીમાં થી ધૂળ અને ગંદકીની સુગંધ આવતી હોય તો તમારે તેને સફાઈ કરવાની જરૂર પડશે, તેમજ એસી માંથી વિચિત્ર પ્રકારના અવાજો અને ઠંડી હવાનું બદલે ગરમ હવા આવતી હોય તો તમારે સમજવું કે હવે તમારે એસેસ જલ્દીથી સર્વિસ કરાવવો જરૂરી છે અથવા તેને તરત જ સાફ-સફાઈ કરવું જરૂરી છે.

ACની સફાઈ કેવી રીતે ઘરે બેઠા કરવી

ACની સફાઈ ઘરે બેઠા કરવા માંગો છો તો તમે સૌ પ્રથમ એસી બંધ કરો અને ત્યારબાદ તેને પેનલ ખોલ. હવે તમારે એસી ના ફિલ્ટરને બહાર નીકળે અને અંદરના ભાગને  વેક્યુમથી સાફ કરો. ત્યારબાદ તમારે આ ફિલ્ટર ને પાણીથી પણ સફાઈ કરી અથવા ગરમ પાણી અને સાથે સાબુના મિશ્રણથી પણ તેને જાતે ધોઈને સાફ કરી શકો છો.

Read More:- HDFC Bank FD Scheme: હવે રોકાણ કરી બનો અમીર, આ બેંક આપી રહી છે 9.5 ટકા સુધીનું વ્યાજ દર

હવે તમારે એકવાર તમામ ફિલ્ટર અને એસી ની જાળીઓ સુકાવા દેવી પડશે ત્યારબાદ તમારે ફિલ્ટરને સારી રીતે ફીટ કરીને એસી પેનલ ફરીથી બંધ કરો અને પછી તમારો પાવર સપ્લાય ચાલુ કરીને એસી નો આનદ માણી શકો છો.

AC બહારનું યુનિટ કેવી રીતે સાફ કરવું

મિત્રો જો તમે એસીના બહારનું યુનિટ સાફ કરવા માગતા હોવ, તો તમે પાણીના પ્રેશરથી પણ સાફ કરી શકો છો પરંતુ જો તમારે પાસે ગ્રીલ  ખોલવા માટેનું સાધન હોય તો તમે પાવર કટ ઓફ કરી અને પંખો ખોલીને તેની સફાઈ કરી શકો છો પરંતુ જો તમે બહારથી જ પાણીના પ્રેસરથી પણ સફાઈ કરવા માગતા હોય તો તમે બહારથી પણ તેમાં રહેલી પાંખને ડાયરેક્ટ પ્રેશર આપી અને સાફ કરી શકો છો અને આ એકવાર સુકાઈ ગયા બાદ તમે તેનું ફરીથી ચાલુ પાવર ચાલુ કરીને ઉપયોગ કરી શકો છો.

Leave a Comment