NEET 2024 Result Date: આવતી કાલે લેવાનાર NEET પરીક્ષાનું પરિણામ આ તારીખે જાહેર થશે, અહીથી જાણો પરીક્ષાની રોમાંચક વાતો જે તમે નહીં જાણતા હો. આવતીકાલે લેવાનાર નીટની પરીક્ષાનું પરિણામ 14 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવનાર હોઈ NEET Exam માં ઉપસ્થિત થનાર વિદ્યાર્થી મિત્રો તેમનું પરિણામ અહીથી જાણી શકશે.મિત્રો મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ભારતના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એલીજીબીલીટી એંટરન્સ ટેસ્ટ એટલે કે MBBS,ડોક્ટર બનવું હોય તો નીટની પરીક્ષા આપવી પડતી હોય છે. શેના માટે નીટની પરીક્ષા આપવામાં આવે છે તે હું આપને જણાવી રહ્યો છું ડોક્ટર માટેની MBBS, BSMS,BDS,BAMS તેમજ મિલીટરી સહિતની કોલેજોમાં નર્સિંગની નોકરી માટે પણ ઉમેદવારોએ NEET ની પરીક્ષા આપવી પડે છે.
આવતીકાલથી એટલેકે 5 મે 2024 ના રોજ 2.00 કલાકથી 5.00 સુધી NEET ની પરીક્ષા લેવાનાર છે. પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ 1.30 કલાક સુધીમાં પ્રવેશ મેળવવો પડશે. 1.30 કલાક પછી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જે ઉમેદવારોએ સાંસ્કૃતિક અને પરંપરાગત મુજબનો વિશેષ પોષાક પહેરેલ હોય તેવા ઉમેદવારોએ 12.30 કલાકે પ્રવેશ મેળવી પોતે રિપોર્ટ કરવો પડશે.
NEET 2024 Result Date: નીટની પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો અને પરીક્ષા કેન્દ્રો
પુરુષ | 10 લાખ |
મહિલા | 13 લાખ |
થર્ડ જેન્ડર | 24 |
સામાન્ય સંવર્ગ | 6 લાખ |
ઓબીસી સંવર્ગ | 10 લાખ |
EWS સંવર્ગ | 1.5 |
SC | 3.5 |
ST | 1.5 |
કુલ પરીક્ષાર્થી | 24 લાખ |
કુલ શહેરો | 571 |
ભાષાઓ | 13 |
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો 23 લાખ 81,833 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે. આ પરીક્ષા 571 શહેરોમાં યોજવા જઈ રહી છે. જાતિગત વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો 10 લાખ વિદ્યાર્થીઓ ઓબીસી, 6 લાખ સામાન્ય સંવર્ગના ઉમેદવારો, 3.5 લાખ અનુસૂચિત જાતિ, 1.8 લાખ આ.પ.વ. શ્રેણીના જ્યારે 1.5 લાખ ઉમેદવારો અનુસૂચિત જનજાતિના આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે. જે પૈકી 10 લાખ ઉમેદવારો પુરુષ અને 13, ઉમેદવારો મહિલાઓ, આ પરીક્ષામાં ઉપસ્થિત થવાના છે. જ્યારે 24 થર્ડ જેન્ડર ઉમેદવારો પણ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે.
નીટ દ્વારા પરીક્ષામાં બેસવા માટે ડ્રેસ કોડ નક્કી કર્યા મુજબ ઉમેદવારો સંપૂર્ણ ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ બુટ પણ નહીં પહેરી શકે. બહેનો માત્ર ઓછી એડીવાળા ચંપલ પહેરી શકે છે. દોરો, બ્રેસલેટ, ગોગલ્સ, નાકની નથડી,ચૂંક,ઘરેણાં,ટોપી,હેટ પહેરી શકાશે નહીં. અગાઉ જણાવ્યું તેમ કોઈપણ વ્યક્તિ સાંસ્કૃતિક અને પરંપરાગત પહેરવેશ પહેરી પ્રવેશ મેળવશે તો તેમણે 12:30 કલાકે પ્રવેશ મળવો પડશે. અને પોતે તે અંગે રિપોર્ટ કરકો પડશે।
NEET 2024 Result Date: ઉમેદવારો પોતાની સાથે પરીક્ષા ખંડમાં શું લઈ જઈ શકશે ?
ઉમેદવારો પોતાની સાથે એક તો પોતાને વર્ગમાં પ્રવેશ માટેનો પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર, સેલ્ફ ડેકલેરેશન પત્ર,ભૂરી અથવા કાળી સહી વાળી પેનો અને ઓળખ પત્ર જેવાં કે આધારકાર્ડ,પાનકાર્ડ તથા પાણીની પારદર્શક બોટલ લઈ જઈ શકશે.
જયાર ઘરેણાં,પાકીટ,મોબાઈલ,ઘડિયાળ, વગેરે કોઈ પણ ડિવાઇસ,પર્સ,બુટ,ટોપી એટલેકે ઉપર જણાવેલ વસ્તુઓ સિવાની કોઈ વસ્તુ વર્ગમાં લઈ જઈ શકશે નહી.
Read More:- GSEB Result 2024: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર, અહિથીં ચેક કરો ધોરણ 12નું પરિણામ
મિત્રો, NEET Exam 2024 પરીક્ષા સમય તેમજ આંકડાકીય માહિતી તેમજ પરિણામની તારીખ આપના સામાન્ય જ્ઞાન માટે અહી રજૂ કરેલ છે. અમોને મળેલ સત્તાવાર અને મીડિયાના માધ્યમથી મળેલ જાણકારી આપની જાણકારી માટે અત્રે શેર કરું છુ. આજનો આર્ટીકલ વાંચવા બદલ આપનો આભાર !