Bonsai Tree Farming: મિત્રો અત્યારના આધુનિક યુગમાં દરેક કોઈ હવે પોતાનો ધંધો કરવા માગતો હોય છે કેમ કે કોઈપણ વ્યક્તિ નોકરીથી પોતાનું ગુજરાત ચલાવી શકે છે પરંતુ પોતાની તમામ ઈચ્છાઓ અને સપનાઓ પૂરા થાઈ શકતા ન હોય દરેક વ્યક્તિ હવે બિઝનેસ તરફ આકર્ષક થઈ રહ્યા છે. ત્યારે અમે આજે તમારા માટે એક જોરદાર બિઝનેસ પ્લાન લઈને આવ્યા છે જેની મદદથી તમે મોટી એવી કમાણી કરી શકશો.
મિત્રો કદાચ તમે બોંસાઈ ના છોડ વિશે જાણ્યું હોય કેમ કે ભારતમાં તેની માંગ દિવસેને દિવસે વધી રહી છે આ એક વિશાળ પેડનું નાનું સ્વરૂપ છે. જે શહેરોમાં રહેતા પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. બોંસાઈ પ્લાન્ટ અત્યારે હરેક કોઈ પોતાના ઘરમાં રાખવા માગતા હોય છે અને આ પ્લાન્ટ નાના છોડ જેમ કે પીપળો અને લીમડો જેવા છોડોનો નાના રૂપને બોંસાઈ છોડ કહેવામાં આવે છે.
Bonsai Tree Farming Idea
તો જો તમે આ બોંસાઈ છોડ બનાવીને તેને વેચવાનો ધંધો ચાલુ કરો તો તમે મહિને લાખોને કમાણી કરી શકો છો. તો આજે આપણે આ બિઝનેસ આઈડિયા વિશે સંપૂર્ણ માહિતી આ લેખની મદદથી મેળવીશું
મિત્રો બોનસાઈ પ્લાન્ટ નો ઉપયોગ સજાવટ અને જ્યોતિષ તથા વાસ્તુકલા શાસ્ત્ર મુજબ ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ શહેરોમાં વ્યાપક પ્રકારે થઈ રહ્યો છે આ છોડને ખેતી માટે કેન્દ્ર સરકાર પણ હવે લોકોની આર્થિક મદદ કરી રહી છે.
બોંસાઈ છોડ ઓફિસ અને ઓફિસમાં સજાવટ માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને લકી પણ માનવામાં આવે છે. જેથી તેની માગ વધતા આ છોડની હાલની કિંમત 200 રૂપિયા થી શરૂ થઈને ₹2500 રૂપિયા સુધીની રહે છે. જેમાં તમે કેવા પ્રકારનો અને કેવા ગમલાઓ બનાવો છો તેના પર તેની પ્રાઈઝ નક્કી થશે.
SBI Solar Rooftop Loan: SBI સસ્તા વ્યાજ દરે સોલર પેનલ લગાવવા માટે આપી રહી છે લોન
તો જો તમે બોંસાઈ છોડ ઘરે બનાવવા માગતા હો અથવા તમારા ખેતરમાં આ છોડને ખેતી શરૂ કરવા માગતા હો તો તેને કેવી રીતે બનાવશો તેની વિગતો સ્ટેપ બાય સ્ટેપ અમે નીચે આપેલ છે
બોંસાઈ છોડ કેવી રીતે બનાવવો
મિત્રો બોંસાઈ છોડ બનાવવા માટે તમારે બે તકનીકો અપનાવી શકો છો પરંતુ એમાં સૌથી પ્રખ્યાત તકનીક તમે તેના નાનો છોડ ખરીદીને તેની શરૂઆત કરી શકો છો કેમ કે જો તમે તેના બીજ રોપીને બોંસાઈ પ્લાન બનાવશો તો તમને ઓછામાં ઓછા બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે
આ છોડને બનાવવા માટે સૌથી પહેલા તમારે એક નાનો ગમલો લેવો પડશે જેમાં પાણીના નિકાળ અને માટીને હવા માટે નાના નાના સીંડા બનાવવા પડશે.
ત્યારબાદ જો તમે આ છોડ માટે ગામલામાં માટી ભરવાની રહેશે તો તેમાં તમે એવી રીતે માટે ભરશો જેનાથી તમે આસાનીથી પાણી બહાર નીકળી શકે અને આ છોડમાં લાલ માટી, છાણીયું ખાતર, રેતી અને પાતળી સૂકી ઘાસ વગેરેને મિક્સ કરીને બરાબર મિલાવીને માટી બનાવીને તમે આ છોડ માટે વાપરી શકો છો અને સમયસર તેને પાણી આપતા રહેવું પડશે.
ત્યારબાદ જો તમે છોડની નાના પ્લાન્ટ ડાયરેક્ટ ખરીદો છો તો તમારે કાળજીપૂર્વક માટીથી અલગ કરો અને તેના મૂળમાં અટવાયેલી માટીને દૂર કરવી પડશે અને તેના દાંડી અને મૂળને થોડો કાપો જેથી બોંસાઈ છોડ તમારા પોટમાં ફિટ થઈ શકે. ધ્યાનમાં રાખો કે છોડને રાખતી વખતે, પોટની કિનારીમાંથી લગભગ એક કે બે ઇંચ માટી મૂળથી મુક્ત હોવી જોઈએ.
પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 7000 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 12 લાખ રૂપિયા
તો આવી રીતે જો તમે તેના બીજાથી શરૂઆત કરવા માંગો છો તમે તમારી નર્સરી અથવા ખેતરમાં પણ તેની શરૂઆત કરી શકો છો.
સરકાર પણ કરશે આર્થિક મદદ
મિત્રો જો તમે આ પ્લાન ની ખેતી કરવાનો શરૂ કરો છો તો તમે બે થી ત્રણ વર્ષમાં એક પ્લાન્ટ તૈયાર કરશો જેમાં તમે કુલ 250 રૂપિયામાં એક પ્લાન્ટ બનાવી શકશો જેમાં સરકાર દ્વારા 125 રૂપિયા પ્રતિ છોડને આર્થિક સહાય આપશે.
આ છોડનો ધંધો કરીને તમે કેટલી કમાણી કરી શકશો
જો તમે આ છોડનો ધંધો કરવા માંગો છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે જો તમે તમારા એક હેક્ટરના ખેતરમાં 1500 થી 2500 જેટલા બોંસાઈ છોડ લગાવો છો તો તમે ચાર વર્ષમાં ₹4,00,000 જેટલી કમાણી કરી શકશો. તમારે આ છોડને એક જ વાર વાવવો પડશે ત્યારબાદ આ છોડ તમને 40 વર્ષ સુધી કમાંણી કરી આપશે. તો ખેડૂત મિત્રો આ નવી ખેતી પદ્ધતિઓ હવે તેમનો કમાણીનો નવો સોર્સ બની શકે છે.
ખેડૂત ભાઈઓ હવે તમારે જૂની પરંપરાગત ખેતી છોડીને આવી નવી ખેતી પધ્દતી અપનાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે જેથી કરીને તેમનું પણ જીવન ધોરણ બદલી શકે અને સારી એવી કમાણી કરી શકો. મિત્રો જો અમારા આ લેખો તમને પસંદ આવતા હોય તો તમે અમને તમારો અભિપ્રાય જણાવજો જેથી કરીને અમે પણ ખેતી પદ્ધતિ નવા લેખો તમારી સામે પ્રદાન કરતા રહીએ આભાર