Cumin Price Today: આ માર્કેટમાં જીરાના બંપર ભાવ બોલાયા, અહીથી જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના જીરાના ભાવ

Cumin Price Today: જીરૂના ભાવમાં ઘરખમ વધારો આ માર્કેટમાં જીરાના બંપર ભાવ બોલાયા,અહીથી જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના જીરાના ભાવ ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં જીરાની આવકો ઘટી,ભાવમાં રૂપિયા 1000 થી 1500નો થ વધારો થયો છે. બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડમાં જીરાના બંપર ભાવ ખેડૂતને મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ,અહીથી જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવ.

અગાઉના વર્ષમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતોએ આ વર્ષે જીરાનું વધુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યું હતું. પરંતુ ગત સિઝન પૂરી થતાં આ સિઝનના નવા જીરાના ભાવ સરેરાશ 6000 થી 7000 મળતાં ઘણા ખેડૂતોએ તેમનો માલ વેચવાને બદલે સ્ટોક કરી ભાવ વધવાની આશા રાખી રહ્યા છે. તેમજ ઘણા ખેડૂતોએ તેમનું ઉત્તમ ક્વોલિટીનું જીરું બિયારણ સમયે વધુ ભાવ મળશે તે આશાએ ઊંચા ભાવ હોવા છતાં પણ વેચ્યું ના હતું. પરંતુ ભાવ વધવા કે ઘટવા વિશે કોઈ આગાહી થઈ શકે નહી. ભાવો વધવાને બદલે ઘટતા ગયા અને માલ સંઘરી રાખનાર ખેડૂતોમાં વધુ ભાવ ના મળતાં નિરાશા જોવા મળી.

આજરોજ ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડની સરખામણી એ ઊંઝા ગંજ બજારમાં સારી ક્વોલિટીના જીરાના ઊંચા ભાવ ખેડૂતોને મળે છે. પરંતુ આજરોજ તારીખ 20 મે ના રોજ બનાસકાંઠાના થરા ગંજ બજારમાં જીરાના ભાવ એક મણના રૂપિયા 6651 જેટલા બંપર ભાવ ખેડૂતને, પટેલ કરશનભાઈ રમાભાઈની પેઢીએ મળ્યા છે. તેમ થરા APMC ના આસીસ્ટંટ સેક્રેટરી શ્રી સંજયભાઈ પટેલે જણાવ્યુ હતું. થરા ગંજ બજારમાં ખેડૂતોને જીરું,એરંડા,તમાકુ, સહિત તમામ ખેત ઉત્પાદનોના સારા ભાવ સાથે સાચો તોલ અને તરતજ ખેડૂતને રોકડાં નાણાં ચૂકવવા જેવો પારદર્શી વહીવટ થરા માર્કેટયાર્ડ ધરાવે છે.

APMC Thara Cumin Price Today: થરા માર્કેટયાર્ડના જીરાના ભાવ

APMC થરાના મુખ્ય દ્વારમાં પ્રવેશતાંજ માર્કેટયાર્ડ ઓફિસની બાજુમાં ભગવાન મહાકાલ નવખંડ મહાદેવનું ભવ્ય મંદિર દિવ્ય અનુભૂતિ કરાવે છે. ખેડૂતોને ઉપયોગી થાય તે માટે ફાર્મરશેડ,પૌષ્ટિક અને ઉત્તમ ક્વોલિટીનું સાત્વિક ભોજન મળી રહે તે માટે દરરોજ સાંજ સવાર અલગ અલગ મેનૂ સાથેનું નફાના ધોરણ સિવાય ચાલતું ભોજનાલય,પીવાનું મિનરલ વોટર,સેનિટેશન અને સ્વચ્છતાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે.

ચેરમેનશ્રી અણદાભાઈ પટેલ દ્વારા ખેડૂત હિતમાં રોજે રોજ સુવિદ્યાઓની ચકાસણી અને મોનિટરીગ કરવામાં આવે છે. અહી સમયાંતરે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અને ભારતના શહીદો અને મહાપુરુષોની જન્મ જયંતિ સહિત અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. તથા દર માસે મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. તેમજ વિવિધ લોક સેવાની પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. APMC થરાના સેકેટરી હસમુખભાઈ પટેલ દ્વારા ખેડૂતો અને વ્યાપારી સાથે સંકલન અને સમયાંતરે મિટિંગોનું આયોજન કરી અસરકારક પરિણામો થી APMC થરા આ પંથકમાં ઉત્તમ ખ્યાતિ ધરાવે છે.

માર્કેટયાર્ડમાં જીરાની આવક અને ભાવ :

આજરોજ ગુજરાતનાં વિવિધ ગંજ બજારમાં જીરાની આવક અને ભાવ જોઈએતો ઊંઝા માર્કેટયાર્ડમાં આજે જીરાની આવક પણ સારી રહી હતી જ્યારે જ્યારે જીરાના ભાવ 4800 રૂપિયાથી 6725 નો ભાવ ખેડૂતોને મળ્યો છે. જ્યારે આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં જીરાની આવક 3254 ગુણીની રહી હતી જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં જીરાનોભાવ 3501 રૂપિયાથી 6541 રૂપિયા રહ્યો હતો. જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં જીરાની આવક 51 બોરીની રહી હતી, જ્યારે જીરાનોભાવ રૂપિયા 2200 થી 6430 નો રહ્યો હતો.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજરોજ જીરાનો ભાવ રૂપિયા 5000 થી 6292 સુધીનો બોલાયો હતો. જ્યારે પાટણ માર્કેટયાર્ડમાં આજરોજ જીરાની આવક 23 બોરીની રહી હતી. જ્યારે જીરાના ભાવ 4800 થી 5600 રૂપિયા રહ્યા હતા.

આજરોજ થરા માર્કેટયાર્ડના વિવિધ જણસોના ભાવ :

જણસનું નામ હરાજીનો ભાવ (ઊંચામાં )
જીરું6651
એરંડા1120
રાયડો1110
વરિયાળી2300
ઘઉં660
બાજરી505
રજકો4150
સુંવા2051
રાજગરો1320
જવ701
અજમો2450
ચીકુડી2150
મિત્રો, અમોને વિવિધ સત્તાવાર માધ્યમઓ દ્વારા મળતી માહિતી આપના માટે અમે અહી રજૂ કરીએ છીએ. વિવિધ બજાર ભાવ અને ઉપયોગી લેખો વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. મિત્રો અમો ભાવ વધવાની કે ઘટવા વિશે કોઈ આગાહી કરતા નથી. આપને આપનો ખેત ઉત્પાદન માલ વેચવા કે સંઘરવા વિશે કોઈ સલાહ આપતા નથી. આજનો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !

Read More:- Most Expensive Mango: દુનિયાની સૌથી મોંઘી કેરી, ભાવ જાણીને રહી જશો હેરાન

Leave a Comment