Dragon Fruit Farming: મિત્રો, આજે આપણે એક નવા પાક વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેને ખેતી કરીને તમે એક વીઘામાંથી બે લાખ કમાઈ શકો છો. તો તમે પણ અમારા આગળના ખેતી પદ્ધતિના લેખ વિશે માહિતી મેળવી હશે. પરંતુ અમે અહીં એવી પાકની ખેતી પદ્ધતિઓ વિશે વાત કરીએ છીએ કે જેની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં ભારતમાં થાય છે. બજારમાં તેની માગ પણ સારી એવી હોય છે. તો જો તમારે એક વીઘા માંથી બે લાખ રૂપિયા કમાવવા હોય તો તમારે આ પાકની ખેતી કરવાની આધુનિક રીત વિશે જાણવું જરૂરી છે.
Dragon Fruit Farming
મિત્રો તમે પણ જોયું હશે કે અત્યારના જમાનામાં ઘણા લોકો આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. અને તેઓ નવા પાકોની ખેતી કરીને લાખોને કમાણી કરી રહ્યા છે તો ત્યારે તમે પણ જો તમારા એક વીઘામાં નવી ખેતી પદ્ધતિથી તમારી જૂની પરંપરાગત ખેતી છોડી અને કંઈક નવું અપનાવશો તો જ તમે સારી એવી કમાણી કરી શકશો.
કયા પાકની ખેતી કરવાથી એક વીઘામાંથી બે લાખની કમાણી કરશો
Dragon Fruit Farming: મિત્રો આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે ડ્રેગન ફ્રુટ પાક છે. જેમાં તમે એક વીઘામાંથી બે લાખ સુધીની કમાણી આરામથી કરી શકશો કેમ કે તે એક વિદેશી શાકભાજી છે. અને તેની માગ ભારત અને અન્ય દેશોમાં પણ બહુ જ રહેતી હોય છે. કેમ કે તેના અનન્ય ફાયદાઓ છે તો ડ્રેગન ફ્રુટની ખેતી કેવી રીતે કરવી અને તેનાથી કેવી રીતે સરી આવક મેળવવી તેની સંપૂર્ણ માહિતી આ લેખમાંથી મેળવીશું.
ડ્રેગન ફ્રુટ ની ખેતી કેવી રીતે કરવી?
મિત્રો, જો તમે આ ખેતીની શરૂઆત કરવા માગતા હો તો તમારે કેટલીક બાબતોનો ધ્યાન રાખવું પડશે જેમ કે સૌપ્રથમ તમારે તમારું ખેતર તૈયાર કરવું પડશે, જેમાં તમારે ગાયનું છાણિયું ખાતર અથવા અળસિયાનું ખાતર જેવા ખાધ પદાર્થો ખેતરમાં નાખવા પડશે. ત્યારબાદ ખેડાણ કરીને તમારે આ ડ્રેગન ફ્રુટના છોડોને ચોક્કસ અંતર વચ્ચે રોપવાની શરૂઆત કરવાની રહેશે. જેમાં તમારે એક વીઘા માં કુલ 350 જેટલા છોડનું વાવેતર તમે આરામથી કરી શકશો અને જો તમે આ ડ્રેગન ફ્રુટ ના છોડનું વાવેતર કરો છો, તો તમારે દરેક છોડ માટે ટેકા મુકવા પડશે જેને વિશે તમે યુટુબ પરથી આરામથી વિડીયો જોઈને પણ સંપૂર્ણ માહિતી મેળવી શકશો.
મિત્રો ડ્રેગન ફુટ ની ખેતી માટે તમારે એક ટેકાની મદદથી ઓછામાં ઓછા ચારથી પાંચ છોડ જોડવા પડશે. જેથી કરીને તમે ઘણા બધા છોડમાંથી સારો એવું ઉત્પાદન મેળવી શકો. જો તેની સામે એક કે બે છોડ બગડી પણ જાય તો તમને પણ નુકસાન થતું નથી, તેથી ડ્રેગન ફ્રુટના છોડ ના ટેકા કેવી રીતે રોપવા તે પણ જાણવું જરૂરી છે.
મિત્રો જો તમે આ ફ્રુટ ની ખેતી કરવા માગતા હોવ તો તમારા એરિયાનો તાપમાન પણ 15 ડિગ્રી થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતું હોવું જોઈએ અને આ ખેતરમાં તમારે જમીનને પીએચ વેલ્યુ 6.5 થી 7.5 વચ્ચેની હોવી જોઈએ. તો તમે આ ખેતી કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકશો.
મિત્રો જો તમારે જમીન પિયત નથી અને અથવા પિયત માટે પૂરતા પ્રમાણમાં પાણી નથી, તો તમારે Dragon Fruit Farming ને ટાળવી જોઈએ. કેમકે આ ફ્રુટની ખેતી માટે તમને સમયાંતરે તેને પીયત પાણી આપવું જરૂરી છે. તેથી ઉપરોક્ત જાણવેલ બાબતોને ધ્યાનમાં દોરીને તમે આ ફ્રુટને ખેતીની શરૂઆત કરી શકો છો.
કેવી રીતે તમે આ ફ્રુટ ની ખેતી કરીને લાખોને કમાણી કરી શકશો?
મિત્રો દરેક ખેતી કરતા પહેલા તે ખેતીને સંપૂર્ણપણે તથ્ય સમજવું જરૂરી છે, કેમકે જો તમે ખેતી ની રીત અને ખેતી તમારે જમીન માટે લાયક છે કે નહીં અથવા કોઈપણ ખેતી કરતા પહેલા તેનું તમારા વિસ્તારના વાતાવરણ મુજબ અનુકૂળ રહેશે કે નહીં તે સંપૂર્ણ પાસા ચકાસવા જરૂરી છે. તેમ કે જો તમે એવું નહીં કરો તો તમને કેટલીક વાર નવી ખેતી પદ્ધતિથી નુકસાન પણ સહન કરવું પડતું હોય છે. પરંતુ અમે અહીં જણાવેલા ખેતી પધ્ધતી મુજબ ડ્રેગન ફુડની ખેતી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારી રીતે કરવામાં આવી રહી છે. જેથી જો તમે ગુજરાતમાં આ ખેતી શરૂ કરશો તો તમે બે વર્ષ પછી ઓછામાં ઓછો એક ટનથી વધુનું ઉત્પાદન મેળવતા થઈ જશો.
ડ્રેગન ફ્રુટ ની ખેતી થી તમે બે વર્ષમાં એક ટનથી વધુ ઉત્પાદનતો મેળવશો પરંતુ જેમ જેમ વર્ષો આગળ વધશે તેમ તમારું ઉત્પાદન પણ વધતું જશે. જો બજારમાં આ ફળના ભાવ વિશે જાણીએ તો તેની કિલોના ભાવને કિંમત લગભગ 200 રૂપિયા આસપાસ છે. તો તમે વિચારો કે આ પ્રમાણે તમારી કમાણી આરામથી બે લાખ રૂપિયા થઈ જશે, અને જેમ જેમ વર્ષો વિતશે તેમ તમારે માત્ર તમારા છોડોને જાળવણી કરીને દર વર્ષે બે થી ત્રણ લાખ રૂપિયા મેળવતા રહેવાનું છે. તો આજે આ Dragon Fruit Farming Techniques તમને કેવી લાગી અને શું તમે પણ આ ખેતી અપનાવા માંગી રહ્યા છો. તો વધુ માહિતી માટે તમે ખેતી નિષ્ણાંતોની મુલાકાત લઈને શરૂઆત કરી શકો છો, આભાર.