Arandana Aajna Bajar Bhav: એરંડાના બજાર ભાવ, ગુજરાતના મહત્વનાં એરંડા પીઠામાં એરંડાના ભાવ તળિયે ગયા પછી બે દિવસમાં રૂપિયા 20 થી 30 નો વધારો થયો. શું એરંડાના ભાવ વધવાની શક્યતા ખરી ? અહીંથી જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડ માં એરંડાની આવકો અને બજાર ભાવ.
નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના એરંડા પીઠામાં બે દિવસ પહેલા એરંડાના ભાવ છેક તળીયે પહોંચીને શનિવારે માર્કેટનાં બંધ ભાવ રૂપિયા 1100 થી 1140 સુધીના ખેડૂતોને મળ્યા હતા. જ્યારે એરંડાની આવક 118000 ગુણીની રહેવા પામી હતી.
એરંડાના અગાઉ મળેલા 1200 રૂપિયામાં એરંડા વેચવાની આશા સાથે બેઠેલા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. એરંડા માર્કેટમાં આવકોમાં વધારો થતાં ભાવમાં ઘટાડો થયો હોવાનું અનુભવી વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે. તેમના તરફથી એ પણ જાણવા મળ્યું કે ગુજરાતના એરંડા પકવતા વિસ્તારોમાં એરંડાનો પાક 20 લાખ ટન ની સપાટી વટાવી જશે. પરિણામે માર્કેટયાર્ડમાં એરંડાની આવકો વધશે અને ભાવમાં ઘટાડો થયો.
જાણકારોનું એરંડાના ભાવ વિષે અનુમાન :
પરંતુ ગુજરાતના એરંડા પકવતા અનુભવી ખેડૂતો દ્વારા અને વિવિધ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ચાલુ સિઝનમાં એરંડામાં આવેલો રોગચાળો, વાવાઝોડા, અને માવઠાની અસરને કારણે એરંડાના પાકમાં મોટું ગાબડું જોવા મળી રહ્યો છે. એરંડાના પાકમાં કોઈ ભલેવાર ન જણાતાં ખેડૂતોએ એરંડાને કાઢીને ઉનાળુ બાજરીનું વાવેતર પણ કરી દીધું છે. એટલે જ ઘણા અનુભવી ખેડૂતોએ જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં ચાલુ સિઝનમાં એરંડાનો પાક 20 લાખ મેટ્રિક્ટન ની સપાટીએ પહોંચી શકશે નહી. જો તેમની વાત સાચી માનવ માનીએ તો એરંડાની આવકમાં નજીકના સમયમાં ઘટાડો થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. પરિણામે તેમનું કહેવું છે કે ભાવમાં વધારો જોવા મળશે.
તારીખ 20/04/2024 ને શનિવારના રોજના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો જોવા મળી રહેલ છે. હાલમાં ગુજરાતના એરંડા પીઠામાં સરેરાશ ભાવ જોવા જઈએ તો 1100 થી ₹1140 રૂપિયા સુધીના કહી શકાય તેમ જ વિવિધ માર્કેટ યાર્ડના એરંડાની આવકો કેટલી રહી તે આપણે અહીંથી જાણીએ
એરંડા માર્કેટ યાર્ડના ભાવ અને આવકો
આજરોજ પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા 1125 થી ₹ 1155 રહ્યા છે જ્યારે એરંડાની આવક 10000 ગુણીની થવા જઈ રહી છે કડી માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 10,500 ગુણીની થઈ છે જ્યારે પાવલી વાત કરવામાં આવે તો ભાવ રૂપિયા 1130 થી રૂપિયા 1138 ખેડૂતોને મળ્યો હતો
ધાનેરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 3300 બોરીની રહી હતી જ્યારે એરંડાનો ભાવ રૂપિયા 1120 થી રૂપિયા 1140 નો રહ્યો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 2400 ગુણીની રહી હતી, જ્યારે એરંડાનો ભાવ રૂપિયા 1120 થી રૂપિયા 1150 સુધી રહ્યો હતો.
Tar Fencing Yojana: ખેતરને ફરતી તારની વાડ બનાવવા માટે સરકાર આપી રહી છે સહાય, જાણો અરજીની રીત
ડીસા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1600 બોરીની રહી હતી જ્યારે ભાવ રૂપિયા 1120 થી 1143 રૂપિયા રહ્યો હતો. થરા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 3,870 ગુણી રહી હતી, જ્યારે એરંડાનો ભાવ રૂપિયા 1120 થી રૂપિયા 1155 ખેડૂતોને મળ્યો હતો. ભાભર માર્કેટ યાર્ડ માં એરંડાની આવક 7,500 ગુણીની રહી હતી, જ્યારે એરંડાનો બજાર ભાવ રૂપિયા 1120 થી રૂપિયા 1142 નો રહ્યો.
રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4000 ગુણની રહી હતી, જ્યારે એરંડાનો ભાવ રૂપિયા 1135 થી ₹1,147 સુધી ખેડૂતોને મળ્યા હતા. હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 3300 ગુણીની રહી હતી, જ્યારે એરંડાના બજાર ભાવ રૂપિયા 1100 થી રૂપિયા 1148 ખેડૂતોને મળ્યા હતા. સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 3200 ગુણીની રહી હતી, જ્યારે એરંડાના ભાવ 1120 થી 1145 રૂપિયા સુધીના ખેડૂતોને મળ્યા હતા.
વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડાની 3,500 ગુણીની આવક રહી હતી જ્યારે એરંડાના ભાવ રૂપિયા 1110 થી 1142 સુધી મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 2000 ગુણી રહેવા પામી હતી, જ્યારે એરંડાના ભાવ રૂપિયા 115 થી રૂપિયા 1132 સુધીનો ખેડૂતોને મળ્યો હતો.
ગુજરાતના એરંડા પીઠામાં એરંડાની આવક ₹1,18,000 ગુણી જેટલી રહેવા પામી હતી જ્યારે એરંડાના ભાવ સરેરાશ રીતે જોઈએ તો 11 10 થી 1140 સુધીના 1142 સુધી ખેડૂતોને મળ્યા હતા.
એરંડાના આજના બજાર ભાવ :
માર્કેટયાર્ડનું નામ | એરંડાના ભાવ (ઊંચા ) |
હિંમતનગર માર્કેટ | 1128 |
વિસનગર માર્કેટ યાર્ડ | 1142 |
રાધનપુર માર્કેટ યાર્ડ | 1147 |
હારીજ માર્કેટ યાર્ડ | 1148 |
ડીસા માર્કેટ યાર્ડ | 1143 |
ભાભર માર્કેટ યાર્ડ | 1142 |
ધાનેરા માર્કેટ યાર્ડ | 1140 |
પાટણ માર્કેટ યાર્ડ | 1155 |
ગોંડલ માર્કેટ યાર્ડ | 1121 |
જામનગર માર્કેટ યાર્ડ | 1071 |
જસદણ માર્કેટ યાર્ડ | 1080 |
કાલોલ માર્કેટ યાર્ડ | 1125 |
થરાદ માર્કેટ યાર્ડ | 1156 |
રાપર માર્કેટ યાર્ડ | 1122 |
થરા માર્કેટ યાર્ડ | 1155 |
સિધ્ધપુર માર્કેટ યાર્ડ | 1142 |
કુકરવાડા માર્કેટ યાર્ડ | 1140 |
કડી માર્કેટ યાર્ડ | 1136 |
પાંથાવાડા માર્કેટ યાર્ડ | 1130 |
ભીલડી માર્કેટ યાર્ડ | 1145 |
માણસા માર્કેટ યાર્ડ | 1150 |
વિજાપુર માર્કેટ યાર્ડ | 1150 |
મિત્રો,અમોને વિવિધ અગ્રણી વેપારીઓ,ખેડૂત મિત્રો અને મીડિયાના માધ્યમ અને એરંડા વાવેતર વિસ્તારનાં માર્કેટ યાર્ડ મારફતે મળેલી માહિતી આપના માટે અત્રે અમે રજૂ કરી છે. અમો ભાવ વધવા કે ઘટવા વિશે કોઈ આગાહી કે ધારણા કરતાં નથી તેમજ એરંડા વેચવા કે સંઘરી રાખવા માટે પણ કોઈને સલાહ આપતા નથી. અમારો લેખ માત્ર આપને અમોને મળેલી જાણકારી આપવાનો છે. આપ અમારા બજારભાવ લેખ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો. આપનો ખૂબખૂબ આભાર !