GSEB Duplicate Marksheet: હવે ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ ઘરે બેઠા મેળવો

GSEB Duplicate Marksheet: શું તમારી બોર્ડની માર્ક્શીટ ખોવાઈ ગઈ અથવા નસ્ટ થઈ ગઈ છે,તો હવે ચિંતા કરવાની જરુર નથી આજે આપણે આ લેખના માધ્યમથી તમારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની માર્ક્શીટ ની કોપી ફરિથી કેવી રીતે મેળવવી તેની સંપુર્ણ માહિતી આ લેખના માધ્ય્મથી મેળવીશું.

મિત્રો તમે જાણો છો કે ગુજરાત બોર્ડની માર્ક્શીટનું કેટ્લું મહત્વ છે, કેમ કે આ માર્ક્શીટના આધારે તમને કોઈપણ કોલેજ કે સંસ્થમાં એડમીશન. સરકારી કે પ્રાઈવેટ નોકરી અને અન્ય ઘણી બધી જ્ગ્યાઓએ તેની જરુર રહેતી હોય છે. તો આજે આપણે આ ખોવાયેલ માર્કશીટની ડુપ્લીકેટ કોપી ગુજરાત બોર્ડની સત્તાવાર સાઈટ પરથી અરજી કરીને કેવી રીતે મેળવવી તેની વિગતવાર માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

GSEB Duplicate Marksheet

મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની તમામ માર્કશીટો હવે ઓનલાઈન કરી દેવમાં આવી છે જેમાં ધોરણ ૧૦ની માર્કશીટ વર્ષ ૧૯૫૨ થી ૨૦૨૦ સુધીની તમામ તથા ધોરણ ૧૨ની વર્ષ ૧૯૭૬ થી લઈને ૨૦૧૯ સુધીની તમામ માર્કશીટ ઓનલાઈન કરવામાં આવી છે અને ત્યારબાદ અત્યાર સુધી તો તમામ ડેટા હવે ઓનલાઈન ઉપલબ્ધ હોય છે જેથી કોઈપણ વિધાર્થી પોતાની માર્કેશીટ ગમે ત્યારે ઓનલાઈન મેળવી શકે છે.

GSEB ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટેની અરજી ફી

મિત્રો જો તમારી માર્ક્શીટ અને પ્રમાણપત્ર ખોવાઈ ગયા છે તો તમે તેના માટે ગુજરાત બોર્ડની સત્તાવાર સાઈટ પરથી ઓનલાઈન મેળવી શકો છો જેના માટે તમારે કેટલીક અરજી ફિ ભરવાની રહેશે. જેમ કે ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્ક્શીટ માટે તમારે ૫૦ રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે માઈગ્રેશન સર્ટીફિકેટ માટે ફી ૧૦૦ રુપિયા તેમજ સમકક્ષતા પ્રમાણપત્ર માટે ફી ૨૦૦ રૂપિયા ભરવાની રહેશે,

અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ

મિત્રો જો તમે બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો છો, તો તમારે નિચેના દસ્તાવેજોની જરુર રહેશે.

  • માર્કશીટની નક્લ
  • શાળાના પ્રિન્સીપલનો લેટર હેડ
  • ધોરણ ૧૦ અથવા ૧૨ ની હોલ ટિકિટ
  • તમારો બોર્ડનો રોલ નંબર, શીટ નંબર અને બોર્ડનું વર્ષ
  • વિધાર્થીનુ આધારકાર્ડ

ડુપ્લીકેટ માર્કશીટ અરજી પ્રકીયા – GSEB SSC HSC Duplicate Marksheet Online Apply

મિત્રો જો તમે ડુપ્લિકેટ માર્ક્શીટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગતા હોવ તો નિચેના પગલાં અનુસરી શકો છો.

  • સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સાઈટ https://www.gsebeservice.com/ પર જાઓ.
  • હવે તમને હોમપેજ પર “Students” મેનું દેખાશે જેમાં ” ઑનલાઈન સ્ટુડન્ટ સર્વિસિસ” મેનું પર જાઓ.
  • હવે તમે ધોરણ 10 કે 12 બોર્ડ ની માર્કશીટ નો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ ” New Registration” પર ક્લિક કરી અને તમારી રજીસ્ટ્રેશન પ્રક્રીયા પુર્ણ કરો.
  • ત્યારબાદ તમારા લોગીન આઈડીથી લોગીન થઓ અને ડુપ્લિકેટ માર્ક્શીટ માટે ફોર્મ ભરો.
  • જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને તમારી અરજીને સબમીટ કરો.
  • તમારી અરજી સ્વીકાર્યા બાદ, બોર્ડ દ્વારા તમારી ડુપ્લિકેટ માર્ક્શીટની કોપી તમારા સરનામે મોકલાવામાં આવશે.

મિત્રો આવી રીતે તમે ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્ક્શીટ માટે અરજી કરીને તેની કોપી મેળવી શકો છો. જો તમે તમારુ સમક્ક્ષ પ્રમાણપત્ર મેળવવા માંગ્તા હોવ તો તમે ધોરણ ૧૦ માર્ક્શીટ, L.C, ડિપ્લોમાંની માર્ક્શીટ અને અન્ય જરુરી પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી શકો છો જેના માટે તમે ઉપરના પગલાં અનુસરી શકો છો.

Read More:- TATA Clerk Recruitment 2024: ટાટા કંપનીમાં ક્લાર્ક ની જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી

વિધાર્થી મિત્રો, વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ ટુંક સમયમાં જાહેર થઈ શકે જેની તમામા અપડેટ મેળવવા માટે તમે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને વધુ માહિતી માટે અમારા વોટસએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.

1 thought on “GSEB Duplicate Marksheet: હવે ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ ઘરે બેઠા મેળવો”

Leave a Comment