CCE Answer Key: CCE પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, અહિથીં ડાઉનલોડ કરો રીસ્પોન્સ શીટ

CCE Answer Key: હેલો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વર્ગ-૩ ની કુલ 5554 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો ઉમેદવારોએ આ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી અને હાલમાં તેઓ બધા CCE પરીક્ષાની આન્સર કી ની રાહ જોઈને બેઠા હશે. ત્યારે અમે તેમના માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજ રોજ એટલે કે 25 મે ના રોજ સીસીઈ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. તો તેને કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

GSSSB CCE Answer Key 2024

મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  ગ્રુપ A ની 1926 અને ગ્રુપ B ની 3628 જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો ઉમેદવારો આ પરીક્ષા આપી હતી, જે એમસીક્યુ બેઝ હતી, અને હવે આ તમામ ઉમેદવારો આ પરીક્ષાના મેરીટ લિસ્ટની રાહ જોઈને બેઠા છે. ત્યારે અમે તેમને જણાવી દઈએ કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા આજ રોજ આન્સર કી જાહેર કરાતા તમે હવે તમારા માર્ક ઘરે બેઠા ઓનલાઈન ચકાસી શકો છો જેના માટે તમારે નીચેના પગલાં અનુસરવા પડશે.

CCE આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

જે વિદ્યાર્થી મિત્રોની ગૌણ સેવાની CCE પરીક્ષા આપી છે અને તેઓ પોતાના ગુણની ચકાસણી કરવા માટે રીસ્પોન્સ સીટની રાહ જોઈને બેઠા છે તો હવે તેઓના પગલાનું અનુસરીને આ પરીક્ષાની આન્સર કી ડાઉનલોડ કરી શકશે. 

  • સૌ પ્રથમ આન્સર કીની લિન્ક પર જવા માટે અહીં ક્લિક કરો
  • હવે તમને આ લિંક એક પેજ પર ડાયરેક્ટ કરશે, જે નિચે મુજબનું દેખાશે.
  •  આ પેજમાં તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • ત્યારબાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરીને લોગીન બટન પર ક્લિક કરો 
  • હવે તમને CCE પરીક્ષાની આન્સર કી તમારી સામે દેખાશે જેને ડાઉનલોડ કરો.

Read More:- Gujarat Police Constable Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ના સિલેબસની સંપુર્ણ વિગતો તપાસો

મિત્રો CCE પરીક્ષા 1 એપ્રિલ થી લઈને 20 મે સુધી 71 સીફ્ટમાં લેવામાં આવી હતી. જેમાં કુલ 66% ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને હવે આ પરીક્ષાના મેરીટ લીસ્ટમાં આવનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ગણાશે. તેમજ તેઓ મુખ્ય પરીક્ષા આપી શકશે. છેલ્લે આ મુખ્ય પરીક્ષાના મેરીટ આધારિત તમામ ઉમેદવારોને ગૌણ સેવાની વિવિધ જગ્યાઓ માટે પસંદગી થશે. તો જો તમે આ પરીક્ષા આપી હોય તો જલ્દીથી અમારી ઉપર આપેલી લીંક ની મદદથી તમે ઓનલાઈન તમારી આન્સર કી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment