Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ 260 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, અહીથી અરજી કરો

Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. નોકરીની શોધમાં રહેલા અને પાત્રતા ધરાવતા ઉમેદવાર  યુવાનોને ગુજરાતમાં સરકારી નોકરીની  વધુ એક તક ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી રહી છે. સ્ટેનોગ્રાફર અને અનુવાદકની કુલ  260 જગ્યા ઉપર ભરતી કરવા માટે હાઇકોર્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને  અંતિમ તારીખ પહેલાં ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ. અમે આપને આ ભરતી માટેની વિવિધ જગ્યાઓની માહિતી,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી આપણે જણાવી રહ્યા છીએ.  અરજી કરવાની રીત વિશે પણ આપને જણાવી રહ્યા છીએ આપ અહીં જણાવેલ લીંક દ્વારા આપની અરજી સમયસર કન્ફર્મ કરી અરજી ફી ભરી શકશો.

Gujarat High Court Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાનું નામ  હાઈકોર્ટ ઓફ ગુજરાત
ભરતી માટેની કુલ જગ્યાઓ 260 
અરજી કરવા માટેની વેબ સાઇટ (1) http://www.gujarathighcourt.nic.in/ (2) http://hc-ojas.gujarat.gov.in/
ગુજરાત હાઈકોર્ટ  વેબસાઇટhttps://gujarathighcourt.nic.in
અરજી કરવાની છેલ્લી તારીખ 26/05/2024  સમય : 23.59 સુધી
અરજી ફી ની રકણ 750 /1500

 જગ્યાની વિગતો :

  •  સ્ટેનોગ્રાફર : 244
  • અનુવાદક : 16 

હાઈકોર્ટ ભરતીની શૈક્ષણિક લાયકાત : 

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ : 2  માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની સ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. આ ઉપરાંત અંગ્રેજી શોર્ટ હેન્ડમાં  120 શબ્દો પ્રતિ મિનીટની ઝડપ ધરાવતા હોવા જોઈએ. તેમજ કોમ્પ્યુટર નું પૂરતું જ્ઞાન પણ ધરાવતા હોવા  જરૂરી છે.

સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ક્લાસ 3 ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત અંગ્રેજી શોર્ટ એન્ડમાં 100 શબ્દો પ્રતિમિનીટની ઝડપ ધરાવતા હોવા જોઈએ. તેમજ કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.

ટ્રાન્સલેટર માટે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટર નું સર્ટિફિકેટ તેમની પાસે હોવું જરૂરી છે.

 વયમર્યાદા :

સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-૨ માટે ઉમેદવારની વય  21 થી 40 વર્ષ સુધી રાખવામાં આવી છે. જ્યારે સ્ટેનોગ્રાફર ગ્રેડ 2  વર્ગ:  3 માટે ઉમેદવારની વય 21 વર્ષથી 35 વર્ષ સુધી રાખવામાં આવી છે. વય મર્યાદા ની ગણતરી માટે 26 મે તારીખની સ્થિતિએ ગણવાની  રહેશે. ટ્રાન્સલેટર ની જગ્યા માટે વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષ સુધીની રાખવામાં આવી છે.

પસંદગી પદ્ધતિ :

ગુજરાત હાઇકોર્ટ માટે સ્ટેનોગ્રાફર અને અનુવાદકની ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે 100 માર્કની MCQ  કસોટી લેવામાં આવશે. આ ઉપરાંત 50 માર્ક મૌખિક ઇન્ટરવ્યૂના રાખવામાં આવેલા છે. ટ્રાન્સલેશન માટે 100 ગુણની ટ્રાન્સલેશન ટેસ્ટ અને 50 ગુણની મૌખિક કસોટી લેવામાં આવનાર છે.

Read More:- WhatsApp Being blocked: કોઈએ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે કે કેમ તે એક જ મિનિટમાં જાણો

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં અરજી કરવાની રીત

Gujarat High Court Recruitment 2024 માટે તેમની ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારોએ OJAS ની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાહેરાતને શોધવાની રહેશે. ત્યારબાદ જાહેરાતનું નોટિફિકેશન ડાઉનલોડ કરી કાળજીપૂર્વક વાંચી લીધા પછી જ તેમણે અરજી ફોર્મ ભરવાનું  રહેશે. હવે સંભવિત  ઉમેદવારો APPLY બટન પર ક્લિક કરી જગ્યાઓ માટેનું ફોર્મ ખુલતાં  તેમાં કાળજીપૂર્વક વિગતો ભરવાની રહેશે. આ ઉપરાંત અપલોડ કરવાની ઈમેજ વગેરે દા.ત. તરીકે  ફોટોગ્રાફ,સહીનો નમૂનો  વગેરે અપલોડ કર્યા પછી. વિગતોને ફરીથી ચકાસણી કરી બરાબર હોય તો કન્ફર્મ કરવાનું રહેશે. અરજી કન્ફર્મ થયા બાદ ઉમેદવારોએ જરૂરી ફી ઓનલાઈન મોડ માં ભરવાની રહેશે. અરજીની ફી ભરાયા બાદ ઉમેદવારોએ અરજીની પ્રિન્ટ અને ફી નુ ચલણ ની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવી જોઈએ.

અરજી ફી  

ગુજરાત હાઇકોર્ટની સ્ટેનોગ્રાફર અને અનુવાદક ની અરજી માટેની ફી રૂપિયા 1500 રાખવામાં આવી છે. જ્યારે અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોએ રૂપિયા 750 અરજી ફી પેટે ઓનલાઈન ચૂકવવાના રહેશે. 

Read More:- Forest Guard Final Answer Key: વનરક્ષક પરીક્ષાની ફાઇનલ આન્સર જાહેર, અહીથી આન્સર કી ડાઉનલોડ કરો

Leave a Comment