દિકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સરકાર આપશે 70 લાખ રૂપિયા, તમે ગણતરી સમજીને જ કૂદી પડશો – Sukanya Samriddhi Yojana (SSY) Scheme

Sukanya Samriddhi Yojana (SSY) Scheme: મિત્રો ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અને અભિયાનોની શરૂઆત કરવામાં આવતા રહેતા હોય છે. પરંતુ આ યોજનાઓની માહિતી સામાન્ય વ્યક્તિ સુધી પહોંચતી નથી જેના કારણે તેઓ તેનો ફાયદો મેળવી શકતા નથી.

 ભારત સરકારના બેટે બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત દીકરીઓને આર્થિક અને સામાજિક રીતે પગભર બનાવવા સરકાર દ્વારા સુકનયા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દીકરીઓને મોટો ફાયદો મળી રહે છે અને જ્યારે તેઓ ૨૧ વર્ષની થાય ત્યારે તેમને લગ્ન અને શૈક્ષણિક બંનેને કુલ ખર્ચ તમે આ યોજના અંતર્ગત રોકાણ કરીને મેળવી શકો છો.

Sukanya Samriddhi Yojana (SSY) Scheme

મિત્રો જ્યારે પણ તમારા ઘરે દીકરીનો જન્મ થાય છે, ત્યારથી લઈને તમારે આ યોજનામાં ખાતા ખોલાવો જરૂરી છે કેમ કે જો તમે આ યોજનામાં જેટલી વહેલા તકે ખાતું ખોલાવશો તેટલું વધુ વ્યાજ તમને મળશે તો તમે આ યોજનામાં જો તમારે બે દીકરીઓ એક સાથે જન્મ થાય તો તમે સંયુક્ત ખાતું ખોલાવી શકો છો અને આ યોજના તમારા માટે ગોલ્ડન યોજના સાબિત થઈ શકે છે. જે તમને અમીર બનાવી શકે છે.

મિત્રો તમને થતું હશે કે આ યોજનાથી તમને કેટલી રકમ મળી શકે પરંતુ જો તમે ગણતરી સમજો તો આ યોજનામાં જોડાવાથી તમે દીકરીના લગ્નન અને ભણતર માટે 70 લાખ રૂપિયા સુધીની વળતર મેળવી શકો છો. તો તમે તેના માટે કેટલું રોકાણ કરવું અને આ યોજનામાં કેટલા રોકાણથી ખાતું ખોલાઈ શકો તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવી શકશો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશેષતાઓ 

મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારે ખાતું ખોલાવવું હોય તો તમારે કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે. જેમ કે જો તમારે દીકરીનો જન્મ થાય તો ત્યાંથી લઈને તેમને દસ વર્ષ સુધી આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો અને જો દીકરીની ઉંમર 10 વર્ષથી વધુ હોય તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકશો નહીં.

આ યોજનામાં ખાતું ખોલાવવા માટે તમે નજીકની પોસ્ટ ઓફિસ અથવા નજીકના બેંક શાખામાં જઈને ખાતું ખોલાવી શકો છો, અને આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછો 250 રૂપિયાના રોકાણ થી ખાતાની શરૂઆત કરી શકો છો અને મહત્તમ એક 1.50 લાખનું રોકાણ કરી શકો છો.

જો તમે આ યોજનામાં એક સાથે રોકાણ કરવા માગતા હોવ તો પણ કરી શકો છો અને રોકાણ હપ્તામાં કરવા માગતા હોય તો પણ તેનો ઓપ્શન પણ પસંદ કરી શકો છો, જેથી તમે કોઈ પણ રીતે આ યોજનમાં રોકાણ કરો અને સરકાર તમને તમારા રોકાણ પર 8.2 ટકા સુધીનું વ્યાજ આપે છે. જેમાં ક્વાર્ટરમાં અપડેટ થતા રહે છે જેથી 8.2% થી વધુ અથવા ઓછું વ્યાજ પણ મળી શકે છે.

Read More:- Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ 260 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, અહીથી અરજી કરો

જાણો કેવી રીતે મળશે 70 લાખ રૂપિયા

મિત્રો સરકારની આ યોજનનો લાભ મેળવી અને તમે કેવી રીતે 70 લાખ રૂપિયા બનાવી શકો છો તેની સંપૂર્ણ માહિતી અહીં અમે સમજાવે છે. જેને ધ્યાનપુર્વક વાંચો.

આ યોજનામાં જે લોકોએ રોકણ કર્યું છે, તો તેમને જણાવી દઈએ કે આ સ્કીમમાં વધુમાં વધુ વ્યાજ 9.2 ટકા વ્યાજ મળેલ છે અને થોડા દિવસ પહેલા સૌથી નીચું વ્યાજ દર 7.6 ટકા રહ્યો છે. તો તે ગણતરી મુજબ આપણે સરેરાશ 8 ટકા વ્યાજ લઈએ, તો જો તમે 15 વર્ષ માટે આ યોજનામાં વાર્ષિક 1.5 લાખ એટલે કે મહિને 12,500 રુપિયાનું રોકાણ કરો છો તો તમારે દિકરીના 21 વર્ષની ઉમરે એટલે કે મેચ્યોરિટી પર તમે સરળતાથી 70 લાખ રૂપિયાનું વળતર મેળવી શકો છો.

જો મિત્રો તમે આ Sukanya Samriddhi Yojana માં દર વર્ષે 1 લાખનું પણ રોકાણ કરો છો, તો તમે 15 વર્ષ બાદ પાકતી મુદ્દતે તમને 46 લાખ જેટલી રકમ મળી શકે, જે તમારા રોકાણની રકમની ત્રણ ગણી કહી શકાય. તો મિત્રો આવું વળતર કોઈ પણ અન્ય સ્કીમ તમને આપતું નથી, તેથી જો તમારા ઘરે દીકરીનો જન્મ થાય તો તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો.

Read More:- Old Coin Sale: આ જુનો સિક્કો તમને ઘરે બેઠા લાખોની કમાણી કરાવશે, જાણો તેની ખાસીયતો

Leave a Comment