Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરનાં પદ માટે આવી ભરતી, અહીથી જાણો વિગતો

Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડા દ્વારા સુપરવાઇઝરની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા અને  નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારા સમાચાર મળી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ સરકારી અથવા તો બેંકની નોકરી  પસંદ કરતા હોય છે. બેંક ઓફ બરોડા દ્વારા સુપરવાઇઝર નાં પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આપને અંતિમ તારીખ પહેલાં ઉમેદવારી અરજી ફોર્મ ભરી શકો છો. 

Bank of Baroda Recruitment

મિત્રો, આપ બેંક ઓફ બરોડાની જાહેરાત મુજબ શૈક્ષણિક યોગ્યતા ધરાવો છો. અને નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો આજના લેખમાં અમે આપને બેંક ઓફ બરોડાની સારી નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દરેક વ્યક્તિ સરકારી નોકરી કરવાનું ઇચ્છતો હોય છે. અથવા તો તે બેંકની નોકરીને પસંદ કરે છે. બેન્ક ઓફ બરોડા માં નોકરી કરવાનું ઘણા ઉમેદવારોનું સપનું હોય છે. તેવા ઉમેદવારો માટે આ ખૂબ આનંદના સમાચાર છે bank of baroda એ BC સુપરવાઇઝર ના પદ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આપ નોકરી અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં આપની અરજી કરી શકો છો. 

અરજી કરવાની તારીખ અને વેબ સાઇટ

બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવેલી BC સુપરવાઇઝરની ભરતી  માટે ઉમેદવારો 10 મે 2024 પહેલાં તેમની ઉમેદવારી માટેનું અરજીફોર્મ ભરી  શકે છે. તેથી ઉમેદવારોને વહેલી તકે અરજી કરવા વિનંતી છે. માટે ઉમેદવારો એ નોટિફિકેશનમાં જણાવેલ વિગતોને ધ્યાનમાં રાખીને તેમની અરજી bankofbaroda.in માં  સમયસર કરી દેવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત

 Bank of Baroda ની ભરતી માટે લાયકાતની વાત કરવામાં આવે તો ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ તેમને કોમ્પ્યુટરનું પણ પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.

ભરતી પ્રક્રિયા

 બેંક ઓફ બરોડા દ્વારા લેખિત પરીક્ષા વગર મૌખિક ઈંટરવ્યૂના આધારે ઉમેદવારની ક્ષમતાની ચકાસણી કરી  BC સુપર વાઈઝરની ભરતી કરવામાં આવશે તેથી ઉમેદવારોને કોઈ પરીક્ષા આપવાની રહેશે નહી.

પગાર

  •  Bank of Baroda દ્વારા BC સુપરવાઇઝરનાં આ પદ માટે પગાર રૂપિયા 25000 દર માસે  ચૂકવવામાં આવશે.

બેંક ઓફ બરોડાની આ ભરતીની વધુ વિગતો બેંકની સત્તાવાર જાહેરાત અથવા નોટિફિકેશનમાં વાંચી શકશે. અને નોકરી ઈચ્છતા ઉમેદવારોએ bank of baroda ની નોકરી માટેનું સત્તાવાર નોટિફિકેશન bankofbaroda.in વેબસાઈટ પરથી સંપૂર્ણ રીતે કાળજીપૂર્વક વાંચ્યા પછી પોતાની અરજી સમયસર કરી દેવી જોઈએ. 

Read More:- Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ 260 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, અહીથી અરજી કરો

Leave a Comment