WhatsApp Being blocked: કોઈએ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે કે કેમ તે એક જ મિનિટમાં જાણો

WhatsApp Being blocked: મિત્રો, અત્યારના ટેકનોલોજીના જમાનામાં દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરતા હોય છે. વોટ્સએપના માધ્યમથી હવે દરેક વ્યક્તિ દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા વ્યક્તિને મફતમાં મેસેજ કરી શકે છે અને આ મેસેજ એપની કેટલાક ફિચર જેમ કે વિડિયો ચેટ, સ્ટેટસ વગેરેને લીધે તે તેના યુઝર માટે એક બીજા સાથે કનેક્ટ રાખે છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો મિત્રો ઘણી વાર એવું બનતું હોય છે કે તમારો મિત્ર જ તમને બ્લોક કરી દે અથવા તમારા કોન્ટેક્ટ માંથી પણ કોઈ વ્યક્તિ તમને બ્લોક કરી દે છે પણ તેનો તમને ખ્યાલ નથી હોતો. જ્યારે કોઈપણ વ્યક્તિ બીજા યુઝરને બ્લોક કરે ત્યારે સામેવાળી વ્યક્તિને કોઈપણ પ્રકારના મેસેજ નહીં મળતો, પરંતુ જો તમે અહીં આપેલ પદ્ધતિ અપનાવો છો તો હવે તમને બ્લોક કરવામાં આવેલ છે કે નહીં તેની ચોક્કસ માહિતી મેળવી શકશો.

તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે કે કેમ તે કેવી રીતે જાણવું – WhatsApp Being blocked

મિત્રો કોઈપણ વ્યક્તિનું તમે પહેલા લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકતા હતા. પરંતુ હવે નથી દેખાતું તો સમજવું કે કદાચ તમને તે યુઝરે બ્લોક કર્યા હોય.

મિત્રો જો તમે કોઈપણ યુઝરનું લાંબા સમય સુધી સ્ટેટસ જોઈ શકતો નથી તો સમજવું કે કે તમને બ્લોક કરવામાં આવ્યા છે પરંતુ ધ્યાન દોરવુ કે સ્ટેટસ પરથી આ નક્કી ના થાય કેમ કે સ્ટેટસ પણ પ્રાઈવસી રાખીને મુકી શકાય છે.

મિત્રો જો તમને કોઈપણ કોન્ટેક્ટ નો પ્રોફાઈલ ફોટો જોઈ શકતા નથી, તો સમજવું કે તમે બ્લોક હોઈ શકો છો, પરંતુ કેટલાક યુઝર પ્રોફાઈલ ફોટો રાખવાનું પસંદ કરતા નથી. જેથી કરીને તમારે અહીં આપેલ તમામ માહિતી ચકાસવી પડશે.

જો મિત્રો તમે કોઈપણ નંબર પર મેસેજ મોકલ્યો છે પરંતુ જો યુઝરના મેસેજમાં થોડા દિવસો પછી પણ  તે એક જ ગ્રે રંગની ટિકથી દેખાય છે અને તમારો મેસેજ રીડ નથી થયો તો સમજવું કે તમને તે યુઝરે બ્લોક કરેલ છે.

જો તમે કોઈપણ ગ્રુપના એડમીન છો અને તમારા કોઈ ચોક્કસ કોન્ટેક્ટ્સ ગ્રુપમાં એડ કરવામાં સક્ષમ નથી, તો તે સૂચવે છે કે તે યુઝર દ્વારા તમને બ્લોક કરવામાં આવ્યો છે.

તો મિત્રો, તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે કે કેમ તે કેવી રીતે તપાસી શકો છો તેની સંપૂર્ણ માહિતી અમે અહીં શેર કરેલ છે. જો તમને કોઈ યુઝર દ્વારા બ્લોક કરવામાં આવેલ છે કે નહીં તે તપાસવા માટે તમે ઉપરના તમામ પગલાં અનુસરીને ચકાસી શકો છો.

Read More:- આ મોબાઈલ કંપની તેના જન્મ દિવસે ફોનના વેચાણમાં આપી રહી છે વિશેષ છૂટ, જાણો માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment